વજન ઘટાડવા માટે ક્યાં સમયે જમવું જોઈએ? આ પાંચ નિયમો થી કંટ્રોલ કરો શરીરની ચરબી

Posted by

વજન ઘટાડવાની પ્રક્રિયા લાંબો સમય માંગે છે. જેમાં તમારે જીમ, યોગ્ય ભોજન અને અમુક જીવનશૈલી ની આદતો જેમ કે ધુમ્રપાન, દારૂના નાશાની લતથી બચવાની આવશ્યકતા હોય છે. એક વાત જે લોકો સામાન્ય રીતે નથી જાણતા હોતા તે એ છે કે ભોજન દિવસનાં એક વિશિષ્ટ સમય પર ગ્રહણ કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું કે યોગ્ય ભોજન લેવું. ખાસકરીને ત્યારે જ્યારે તમે વજન ઘટાડવાની કોશિશ કરતા હોવ છો. કોઈપણ સમયે જમવાથી વજન ઘટાડવાની પ્રક્રિયામાં બાધા આવી શકે છે. કેલેરીને પ્રભાવી રૂપથી બાળવા માટે તમારે એ જાળવું પડશે કે, તમારે ક્યારે જમવું જોઈએ અને ક્યારે નહીં.

ડાયટિંગ ની આ રીત તમને ફક્ત શરીર પર જામેલી વધારાની ચરબીને ઓગાળવામાં જ મદદ નહીં કરે, પરંતુ તમને જે ખાવાની ઈચ્છા છે તે ખાવાની અનુમતિ પણ આપશે. જી હાં, તમે સાચું વાંચ્યું. પોતાના સ્વપ્નના શરીર નો આકાર મેળવવા તમારે તમારા પસંદગીના ખાદ્ય પદાર્થને છોડવાની આવશ્યકતા નથી. ડાયેટિંગની આ વિધિને ઈંટરમીટેન્ટ ફાસ્ટિંગ  કહેવાય છે. આનો મૂળ સિદ્ધાંત એક નિર્ધારિત સમય સુધી કેલેરીના સેવન પર પ્રતિબંધ મૂકવાનો હોય છે

વજન ઘટાડવાના સાધારણ નિયમ

જો તમે ઇન્ટરમીનેન્ટ ફાસ્ટિંગ કરવાની ઈચ્છા રાખો છો તો તમારે ખાવાની અવધિમાં એક દિવસ અથવા સપ્તાહને વિભાજિત કરવાની આવશ્યકતા હોય છે. ઇન્ટરમીનેન્ટ ફાસ્ટિંગ નું પાલન કરવા માટે પાંચ નિયમ હોય છે. પહેલો નિયમ એને શૂન્ય કૅલરી પ્રતિબંધના માધ્યમથી કરવાનો હોઈ છે. આમાં તમારે એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે મનપસંદ ભોજન કરવાનું હોય છે. જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે ભોજનની માત્રા ઓછામાં ઓછી રાખવી જોઈએ અને આમાં ફક્ત તરલ પદાર્થનો સમાવેશ હોવો જોઈએ.

વજન ઘટાડવા માટે ફાસ્ટિંગ નો બીજો નિયમ

ઇન્ટરમીટેન્ટ ફાસ્ટિંગનું પાલન કરવાની બીજી રીત કેલેરી પ્રતિબંધની સાથે છે. આ વિધિ માટે તમારે એક દિવસનો ઉપવાસ કરવાનો હોઈ છે અને બીજે દિવસે ભોજન કરવાનું હોઈ  છે પરંતુ બીજા દિવસે પણ ફાસ્ટિંગ દરમિયાન ફક્ત પાણી અને હર્બલ ચા પીવાની રહેશે. એ દિવસે તમારા કેલરીની માત્રા ૦ હોવી જોઈએ.

વજન ઘટાડવા માટે ફાસ્ટિંગનો ત્રીજો નિયમ

ઇન્ટમિટેન્ટ ફાસ્ટિંગનો ત્રીજો નિયમ સમય પ્રતિબંધિત ભોજનનું પાલન કરવા માટે કહે છે. તમારે દિવસમાં ફક્ત ૬ થી ૮ કલાક ના સમય દરમિયાન જ ભોજન કરવાની જરૂર છે અને બાકીના સમયમાં કાંઈ પણ ખવાથી બચવું. આમ કરવાથી તમારા મેટાબોલિઝ્માં સુધારો આવશે અને તમારા શરીરને અધિક પ્રભાવી રૂપથી કેલેરી બર્ન કરવામાં મદદ મળશે.

વજન ઘટાડવા માટે ફાસ્ટિંગ નો ચોથો નિયમ

ચોથો ઇન્ટમિટેન્ટ ફાસ્ટિંગ પેટર્ન તમને અઠવાડિયામાં ૫ દિવસ ભોજન અને ૨ દિવસ ઉપવાસ કરવાની અનુમતિ આપે છે. તમારે ઉપવાસના દિવસોમાં કૅલરી સેવનને ૬૦૦ કેલરી સુધી સીમિત રાખવાની હોય છે અને જ્યારે પણ તમને ખાવાની અનુમતી હોય ત્યારે પણ ભોજન સીમિત માત્રામાં જ કરવું.

વજન ઘટાડવા માટે ફાસ્ટિંગ નો પાંચમો નિયમ

પાંચમો અને સૌથી લોકપ્રિય ઇન્ટરમીનેન્ટ ફાસ્ટિંગ વિધીમાં તમને સપ્તાહ અથવા મહિનામાં એક વાર ઉપવાસ કરવાની અનુમતી હોઈ છે. બાકી ના દિવસો દરમિયાન તમારે માપમાં ભોજન કરવું જોઈએ.