વાતાવરણ સારું હતું તો પત્નીને બહાર ફરવા જવાનું મન થયું. પત્ની (રોમાન્ટિક થઈને) : ‘જુઓને વાતાવરણ કેટલું સુંદર છે’, તમારો શું પ્લાન છે?’ પતિએ એવો જવાબ આપ્યો કે તમને પણ શરમથી પાણી-પાણી થઈ જશો

Posted by

જોક્સ-૧

રમેશ દાંત કઢાવવા ડોક્ટર પાસે ગયો.

રમેશ : ડોક્ટર, હું કંઈ ખાઈ-પી શકતો નથી.

ડોક્ટર : કેમ?

રમેશ : મારા દાંતમાં કીડા છે એટલે.

ડોક્ટર : ઠીક છે હું દવા લખી આપું છું.

રમેશ : ઉફ્ફ… આ દાંતનો દુઃખાવો સહન કરવા કરતા મ-રી જવું સારું.

ડોક્ટર : કોઈ એક રસ્તો પસંદ કર, તો એ હિસાબે દવા લખી આપું.

જોક્સ-૨

પત્ની : કાલ રાતે મને એક સ્વપ્ન આવ્યું કે,

હું અને તમે એક દુકાન પર ગયાં. એ દુકાન સોના ચાંદીનાં ઘરેણાંની હતી.

પતિ : પણ આ વાત સ્વપ્નની જ છે ને?

પત્ની : એ દુકાનેથી તમે મારા માટે એક ઘરેણું ખરીઘું ત્યારે જ મને ખબર પડી કે,

આ સ્વપ્ન જ હોવું જોઈએ.

જોક્સ-૩

પત્ની : સવારના પહોરમાં તમે છાપામાં શું આમ માથું ઘાલીને વાંચી રહ્યો છો?

પતિ : સાંભળ, એક સમાચાર છે કે એક પતિએ તેની પત્નીને એટલા માટે છૂટાછેડા આપ્યા કે, તેની પત્ની રોજ એના (પતિના) ખિસ્સા ફંફોળ્યા કરતી.

પત્ની : હું તો તમારા ખિસ્સાને હાથ પણ લગાડતી નથી.

હા, પૈસાની જરૂર પડે તો તમારા પાકીટમાંથી કયાં નથી કઢાતા?

જોક્સ-૪

એક હિરોઈને પોતાના પતિને ગુસ્સામાં કહ્યું : તમે સ્ટુડિયોમાં જઈને એવુ કેમ કહ્યુ કે હું તમારી પત્ની છું?

હવે બધાને ખબર પડી ગઈ કે હું પરણેલી છું. હવે મારા કેરિયરનું શું?

પતિએ ગભરાતા કહ્યુ : લોકોને ખબર પડશે કે તું પરણેલી છે તો શું ફરક પડશે?

હિરોઈન બોલી : ફરક પડશે નહી પડી ગયો છે, આ ખબર પડ્યા પછી તો હીરોએ લવ સીનમાં એક પણ ભુલ નથી કરી.

જોક્સ-૫

શિક્ષક : બોલ કિશન કાપડ કોને કહેવાય છે?

કિશન : મને નથી ખબર?

શિક્ષક : અરે ડફોળ, તું આટલું પણ નથી જાણતો, આ તારી પેન્ટ શાની બનેલી છે?

કિશન : હા એ ખબર છે, આ પેન્ટ પપ્પાના જુની પેન્ટમાંથી બનેલું છે.

જોક્સ-૬

આ કળિયુગ છે મિત્રો.

અહીં ભીડને “રશ” કહેવામાં આવે છે.

અને તે ભીડમાં કોઈ ગમી જાય તો “ક્રશ” કહેવામાં આવે છે.

જોક્સ-૭

આધાર કાર્ડની ઓફિસ બંધ હતી.

કાર્ડ કઢાવવા માટે લાંબી લાઈનો લાગી હતી.

એક માણસ વારંવાર લાઇનમાં આગળ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો,

પણ લોકો તેને પકડીને પાછળ મોકલી દેતા હતા.

તેણે ૪-૫ વખત પ્રયત્ન કર્યા, પછી તેણે હાર માનીને કહ્યું,

તમે લાઈનમાં લાગેલા રહો,

હું આજે ઓફિસ જ નહીં ખોલું.

જોક્સ-૮

મોન્ટુ : જો તારી પત્ની અને તારી સાસુ પર એક સિંહ હુમલો કરે તો તું કોને બચાવશો?

પપ્પુ : હું તો સિંહને બચાવીશ. કારણ કે તેમની સંખ્યા ઘણી ઓછી છે.

જોક્સ-૯

વાતાવરણ સારું હતું તો પત્નીને બહાર ફરવા જવાનું મન થયું.

પત્ની રોમાન્ટિક થઈને,

‘જુઓને વાતાવરણ કેટલું સુંદર છે’,

‘તમારો શું પ્લાન છે?’

પતિ, ‘મારો પ્લાન 209 માં 1 GB / દિવસના

૨૮ દિવસ માટેનો છે’

પત્ની (ગુસ્સે થઈને) : તો ભરાઈ જાવ મોબાઈલમાં.

જોક્સ-૧૦

પત્ની : તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો, તો જણાવો કે આજીવન કેદથી મોટી કોઈ સજા હોય છે?

પતિ : હોય છે ને… જરૂર હોય છે, હું લગ્ન કરીને એ જ તો ભોગવી રહ્યો છું.

જોક્સ-૧૧

મેળામાં ખૂબ જ ભીડ હતી.

એક સાહેબે નજીકમાં ઉભેલી એક મહિલાને કહ્યું,

શું હું તમારી સાથે થોડીવાર વાત કરી શકું?

મહિલા : તેનાથી શું ફાયદો થશે?

સાહેબ : હકીકતમાં મારી પત્ની ખોવાઈ ગઈ છે.

જો તે મને તમારી સાથે વાત કરતા જોશે તો તે ફટાફટ અહીં પહોંચી જશે.

જોક્સ-૧૨

એક છોકરો છોકરીના ઘરની બહાર ઊભેલો હતો.

અંદરથી છોકરીની મમ્મી બહાર આવી.

છોકરીની મમ્મી : અહીં કેમ ઉભો છે?

છોકરો : બસ એમ જ.

છોકરીની મમ્મી : દીકરા આ જ ઉંમર છે કાંઈ કરવાની, થોડું ભણી લે અને કરિયર સેટ કર.

છોકરો : તમારી છોકરી મારાથી સેટ નથી થઈ રહી, હું કરિયર શું તંબુરો સેટ કરીશ?