વિડિયોમાં જુઓ કેવી રીતે સુશાંતની મજાક ઉડાવતા હતા સ્ટાર કિડ્સ, ઘણાં મોટા-મોટા નામ પણ સામેલ

બોલિવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે અચાનક આત્મહત્યા કરી લીધા બાદ થી પરિવારવાળા તથા તેનાં મિત્ર સહિત તેમના ફેન્સ ઊંડા આઘાતમાં છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે સુશાંતે આત્મહત્યા શા માટે કરી? વળી તેમના ફેન્સ આ સમયમાં આક્રોશિત છે અને બોલિવૂડ પર નેપોટીજ્મ અને ડિસક્રિમિનેશન જેવા આરોપ લગાવી રહ્યા છે. ભાઈ-ભત્રીજાવાદ જેવા મુદ્દા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહેલા છે. સતત લોકો સામે આવીને સલમાન ખાન શાહરુખ ખાન અને કરણ જોહર જેવા બોલિવૂડ હસ્તીઓ પર દરરોજ નવા નવા ખુલાસા કરી રહ્યા છે. લોકોનો આરોપ છે કે આ લોકો જ છે જે બોલિવૂડમાં નેપોટીજ્મને વધારી રહ્યા છે.

સુશાંત સિંહનું અપમાન કરવા વાળા સ્ટાર કિડ્સનાં વિડીયો વાયરલ

તેની વચ્ચે સોશિયલ મીડિયા પર અમુક જુના વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બોલીવુડમાં કયા પ્રકારે ડિસક્રિમિનેશન ફેલાયેલું છે. આ વીડિયોમાં સ્પષ્ટ જણાય છે કે બોલિવૂડમાં આઉટસાઇડ થી આવતા લોકોને ખૂબ જ અપમાન સહન કરવું પડે છે.

આ કડીમાં વીડિયોમાં જોવામાં આવે છે કે સુશાંત સિંહ રાજપુતને કેવી રીતે અલગ અલગ બોલિવૂડ સ્ટાર્સ દ્વારા તેમની મજાક ઉડાવી હતી અને સુશાંતનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હતું. તમે પણ આ વિડીયો અહીંયા જોઈ શકો છો. આ વીડિયોને જોયા બાદ તમને મહેસુસ થશે કે કેવી રીતે બોલિવૂડમાં ફક્ત સ્ટાર કિડ્સને જ મહત્વ આપવામાં આવે છે, જ્યારે સુશાંત જેવા આઉટસાઇડર્સને ફક્ત અપમાન સહન કરવું પડે છે.

અલિયા ભટ્ટ

કરણ જોહર

કરીના કપુર

શાહરુખ ખાન અને શાહિદ કપુર


મહત્વપૂર્ણ છે કે તેમાં મોટાભાગના વીડીયો કરણ જોહરનાં ચેટ શો “કોફી વિથ કરણ” ના છે. જેમાં સોનમ કપૂર, આલિયા ભટ્ટ, શાહિદ કપૂર અને કરીના કપૂરના છે. પહેલા વીડિયોમાં જોઈ શકો છો કે કરણ જોહર પોતાના શો “કોફી વિથ કરણ” માં સોનમ કપૂર ની સામે અમુક નામ વાંચી રહ્યા છે પરંતુ જેવું સુશાંત સિંહ રાજપૂત નું નામ આવે છે, સોનમ કપૂર તેમને ઓળખવાથી પણ ઇનકાર કરી દે છે. ત્યારબાદ કરન જોહર અને સોનમ કપૂર હસવા લાગે છે અને સોનમની સાથે તેમના પિતા અનિલ કપૂર પણ હસવા લાગે છે. તેનાથી સ્પષ્ટ છે કે સુશાંત સિંહ રાજપૂતની ઇન્ડસ્ટ્રીમાં કોઈ કિંમત હતી નહિ.

શાહરુખે પણ જાહેરમાં સ્ટેજ પર સુશાંત નું અપમાન કર્યું

તેવી જ રીતે એક વિડીયો કોઈ એવોર્ડ ફંકશનનો છે. જ્યાં સ્ટેજ પર શાહરૂખ ખાન અને શાહિદ કપૂર સુશાંત સિંહનું અપમાન કરી રહ્યાં છે. આ વીડિયોને જોઈને સુશાંતનાં ફેંસનો ગુસ્સો હાલના દિવસોમાં ચરમસીમા પર છે અને સ્ટાર કિડ્સ પર તેમનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. જણાવી દઈએ કે વધુ એક વીડિયોમાં કરીના કપૂર પોતાની સાવકી દીકરી સારા અલી ખાનને કહે છે કે, પોતાના પહેલા હીરો (સુશાંત સિંહ રાજપૂત) ને ક્યારેય ડેટ કરતી નહીં. તેવી જ રીતે આલિયા ભટ્ટનો પણ એક વિવાદાસ્પદ વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સુશાંત ની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” ઓટીટી પ્લેટફોર્મ ડિઝની હોસટાર પર ૨૪ જુલાઈનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું પ્રમોશન સુશાંતનાં મિત્ર અને બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ કરશે.