વિકાસ દુબે જેવી કહાની પર આધારિત છે આ ૭ ફિલ્મો, સંજય દત્ત થી લઈને અમિતાભ બચ્ચને કર્યું છે કામ

જેના પર ૫ લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું એવા ગેંગસ્ટર વિકાસ દૂબેને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવેલા છે. શુક્રવારે સવારે અંદાજે ૬: ૩૦ કલાકે થયેલા એન્કાઉન્ટરમાં ૪ પોલીસકર્મીઓ પણ ઘાયલ થવાના સમાચાર મળ્યા હતા. વિકાસ દુબે એનકાઉન્ટર પર તમામ રાજકીય નેતાઓ, બ્યૂરોક્રેટ્સ સહિત લાખો સોશિયલ મીડિયા યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે. વળી ઘણાં લોકો તેને યોગ્ય ન્યાય પણ જણાવી રહ્યા છે. વિકાસ દુબે ના એનકાઉન્ટર ની કહાની સાથે મેળ ખાય તેવી ઘણી ફિલ્મો બની ચૂકી છે. તો ચાલો આવી ૭ ફિલ્મો પર એક નજર નાખીએ.

નાના પાટેકરની ફિલ્મ અબ તક ૫૬ પૂરી રીતે એક એન્કાઉન્ટર બેસ્ડ ફિલ્મ છે. આ ફિલ્મ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પર બેસ્ડ છે.

જોલી એલએલબી-૨ ની કહાની પણ એક શખ્સ ના એનકાઉન્ટર પર બેસ્ડ હતી.

૧૯૮૨માં મુંબઈના વડાલામાં કુખ્યાત અપરાધી માન્યા સુર્બે ના એનકાઉન્ટર પર આધારિત આ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

ખાકી ફિલ્મમાં અપરાધી બનેલ અજય દેવગનને પોલીસવાળા એન્કાઉન્ટર કરી દે છે. આ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી.

જોન અબ્રાહમની બાટલા હાઉસ ૨૦૦૮માં થયેલ દિલ્હીના મશહુર બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આધારિત હતી.

ગર્વ ફિલ્મમાં પોલીસવાળા ના પાત્રમાં સલમાન ખાન બહેનના બળાત્કારીઓનું એન્કાઉન્ટર કરીને બદલો લે છે.

શુટઆઉટ એટ લોખંડવાલા ફિલ્મ પણ અમુક અપરાધીઓના એન્કાઉન્ટર બાદ પોલીસ પર ઉઠેલા સવાલો પર બેસ્ડ છે.