વિરાટ કોહલીની બહેન અને ભાભી સુંદરતામાં અનુષ્કા શર્માને પણ ટક્કર આપે છે, જુઓ વિરાટ કોહલીની પરિવાર સાથેની તસ્વીરો

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેમની વાઈફ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ખુબ જ પોપ્યુલર છે, જે પોતાના કરોડો ફેન્સને પોતાની લવિંગ કેમેસ્ટ્રી થી ઇન્સ્પાયર કરે છે. જોકે તેમ છતાં પણ બંને પોતાની પર્સનલ લાઈફને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે અને પોતાની ફેમિલીને પણ લાઈમલાઈટ થી દુર રાખે છે. તેવામાં આજે અમે તમને વિરાટ કોહલી ની બહેન અને અનુષ્કા શર્માની નણંદ ભાવના કોહલી વિશે જણાવીશું, જેમાં તે પોતાના ભાઈ અને ભાભીની સાથે જોવા મળી આવે છે.

આ પહેલા અમે તમને ભાવના વિશે થોડી જાણકારી આપી દઈએ. ભાવના વિરાટ કોહલી અને વિકાસ કોહલીની મોટી બહેન છે. ભાવના અવારનવાર વિરાટ કોહલી સાથે જોડાયેલ પોસ્ટ શેર કરતી રહે છે. અમુક લોકોને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે જાણકારી નથી, એટલા માટે આજે અમે તમને તેના વિશે વિસ્તારપુર્વક જણાવીશું.

ભાવના એ પોતાના સ્કુલનું શિક્ષણ જહા સરાજ મોડલ સ્કુલમાં કરેલ છે, તો વળી કોલેજની ડીગ્રી દોલતરામ કોલેજ થી પુરી કરેલ છે. ભાવના કોહલીના પતિનું નામ સંજય ઢીંગરા છે, જે એક બિઝનેસમેન છે. તેના બે બાળકો છે, જેનું નામ મહક અને આયુષ છે. ભાવના અવારનવાર પોતાના બાળકો તથા પતિ સાથેની તસ્વીરો શેર કરતી રહે છે.

વિરાટ કોહલીની બહેન હોવાની સાથો સાથ ભાવના પોતાના કામ માટે પણ ઓળખવામાં આવે છે. ભાવના અબેન હાઉસ આર્ટિસ્ટરી ની ઓનર છે. તેની આર્ટિસ્ટરી ટ્રેડિશનલી જ્વેલરી સાથે જોડાયેલું કામ કરે છે. તેની સાથોસાથ ભાવના વન8 ક્લોઝિંગ બ્રાન્ડ નાં કોર મેમ્બર માંથી એક છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મહેંદી સેરેમની ની અમુક તસ્વીરો ભાવના એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરેલી છે. આ તસ્વીરમાં ભાવના પોતાના ભાઈ વિરાટ અને અનુષ્કાની સાથે કેમેરામાં પોઝ આપતી નજર આવી રહી છે. આ ફોટામાં ભાવનાની દીકરી અને તેના નાના ભાઈ વિકાસ ની પત્ની ચેતના પણ જોવા મળી રહી છે. આ દરમિયાન બધાએ પોતાના હાથમાં મહેંદી લગાવેલી છે.

લગ્ન બાદ અનુષ્કા શર્મા નું કોહલી પરિવારમાં શાનદાર વેલકમ થયું હતું, જેની એક ઝલક ભાવના એ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ ઉપર બતાવેલી છે. આ ફોટોમાં અનુષ્કા પોતાની નણંદ ભાવનાને મીઠાઈ ખવડાવતી નજર આવી રહી છે. લુક ની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી બ્લુ તક્સીડોમાં નજર આવે છે, તો વળી અનુષ્કા રેડ આઉટ ફેટમાં ખુબ જ ગોરજિયસ લાગી રહી છે અને ભાવના પિંક તથા યેલો અટાયરમાં ખુબ જ સુંદર દેખાય છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ના લગ્ન બાદ દિલ્હી અને મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી નું આયોજન થયું હતું. ભાવના એ દિલ્હીમાં આયોજિત રિસેપ્શન પાર્ટીની અમુક તસ્વીરો શેર કરેલી છે, જેમાં કોહલી ફેમિલી ની સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નજર આવી રહેલ છે.

લગ્ન સિવાય ભાવના એ પોતાના ફેમિલી લંચની પાર્ટીની એક તસ્વીર પણ શેર કરેલી છે, જેમાં તે પોતાના બંને ભાઈ વિરાટ અને વિકાસ તથા ભાભીઓ અનુષ્કા શર્મા અને ચેતના કોહલી તથા પોતાના પતિ સંજયની સાથે લંચ કરતી નજર આવી રહી છે. આ દરમિયાન અનુષ્કાએ પોતાના પતિ વિરાટને સાઈડથી હગ કરેલ છે.

વિરાટ કોહલી પોતાના ફેમિલી ખુબ જ નજીક છે તેમજ તેઓ અવારનવાર તેમની સાથે લંચ તથા ડિનર પાર્ટીમાં જાય છે, જેની ઝલક ભાવના દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરમાં જોઈ શકાય છે. આ તસ્વીરમાં અનુષ્કા અને વિરાટ સિવાય તેની બહેન ભાવના તેના પતિ સંજય તથા ભાભી ચેતના સેલ્ફી લેતા સમયે પોઝ આપતા નજર આવી રહ્યા છે.

ભાવના કોહલી ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ૧ લાખ ૭૦ હજાર ફોલોવર્સ છે. તે પોતાની ઘણી તસ્વીરો ફેન્સની વચ્ચે શેર કરતી રહે છે, જે ખુબ જ છવાયેલી રહે છે. ભાવના કોહલી ખુબ જ સુંદર દેખાય છે. તેની તુલના બોલીવુડ એક્ટ્રેસની સાથે કરે છે. અનુષ્કા શર્મા અને ભાવના કોહલીની વચ્ચે ખુબ જ સારી બોંડિંગ છે. બંનેની બોન્ડીંગ અવારનવાર સોશિયલ મીડિયા પર જોવા મળી આવે છે.