વૃદ્ધાવસ્થાના ઉંબરે પગ મૂક્યા બાદ આ સિતારાઓએ કર્યા લગ્ન, એકે તો ૭૦માં જન્મદિવસે કર્યા લગ્ન

“પ્રેમ ની કોઇ ઉંમર હોતી નથી” આ કહેવત તમે ઘણી વખત સાંભળી હશે. વળી આ વાત લગ્ન ઉપર પણ લાગુ પડે છે. વ્યક્તિને જ્યારે સાચો પ્રેમ મળી જાય છે, ત્યારે તેને લગ્ન કરવામાં કોઈ તકલીફ હોતી નથી. પછી અમુક બાબતોમાં એવું પણ બને છે કે લોકોના પહેલા લગ્ન ટકી શકતા નથી, તેવામાં તેઓ બીજા લગ્ન કરી લીધા હોય છે. આજે અમે તમને બોલિવૂડના આવા સિતારાઓ સાથે મળાવવા જઈ રહ્યા છીએ, જેમણે વૃદ્ધાવસ્થાના ઉંબરે પગ મૂક્યા બાદ લગ્ન કર્યા હતા. એટલે કે આ લોકો જ્યારે ૪૦ નો આંકડો પાર કરી ગયા ત્યાર બાદ તેમણે લગ્ન કર્યા.

સુહાસિની મુલે

ટીવી અને ફિલ્મો બંનેમાં પોતાના અભિનયનો જાદુ વિખેરનાર સુહાસિની મુલેએ ૬૦ વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. તેઓએ પોતાના જીવનસાથીના રૂપમાં પ્રોફેસર અતુલ ગુર્તુ ને પસંદ કર્યા હતા. સુહાસિની જણાવ્યું હતું કે જ્યારે તેમને સાચો પ્રેમ મળી ગયો, ત્યારે જ તેમણે લગ્ન માટે હાં કહી, તેના માટે ઉંમર કોઈ મહત્વ રાખતી નથી.

નીના ગુપ્તા

બોલિવૂડનો જાણીતો ચહેરો રહી ચૂકેલા નીના ગુપ્તાએ ૪૬ વર્ષની ઉંમરમાં દિલ્હીના વિવેક મહેરા સાથે લગ્ન કર્યા હતા. વિવેક સીએ છે. બંનેના લગ્ન અમેરિકામાં થયા હતા. જણાવી દઈએ કે આ પહેલાં નીના ને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સ ની સાથે ઊંડા સંબંધો હતા. જોકે બંનેના લગ્ન થયા ન હતા, પરંતુ નીના ને વિવિયન રિચાર્ડ્સ થી મસાબા નામની એક દીકરી પણ છે.

મનીષા કોઈરાલા

૯૦ના દશકમાં પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતનાર મનીષા કોઈરાલાએ ૪૧ વર્ષની ઉંમરમાં પોતાના થી ૯ વર્ષનાં સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ ગુપચુપ રીતે કરવામાં આવ્યા હતા. જો કે લગ્નના થોડા મહિના બાદ જ બંનેના છૂટાછેડા પણ થઇ ગયા હતા.

પ્રીતિ ઝિન્ટા

બોલિવૂડની “ડિમ્પલ” ગર્લ પ્રીતિ ઝિંટાએ ૪૦ વર્ષની ઉંમરમાં અમેરિકાના બિઝનેસમેન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા. પ્રીતિ પોતાના પતિ ગુડઇનફ થી ઉંમરમાં ૧૦ વર્ષ મોટી પણ છે. આ બંને લગ્ન પહેલાં ઘણા વર્ષો સુધી સાથે રિલેશનશિપમાં રહ્યા છે.

ઉર્મિલા માતોડકર

ઉર્મિલા માતોડકર પણ ૯૦ના દશકમાં પોતાના અભિનય અને ડાન્સથી ખૂબ જ ધૂમ મચાવી હતી. બોલિવૂડની “રંગીલા’ ગર્લે ૪૩ વર્ષની ઉંમરમાં લગ્ન કરવા યોગ્ય સમજ્યું હતું. તેમણે પોતાના થી ૯ વર્ષ નાના મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા છે. મોહસીન કાશ્મીર ના રહેવાસી છે, જે વ્યવસાયે એક મોડલ અને બિઝનેસમેન છે.

કબીર બેદી

કબીર બેદીનાં લગ્ન એ સૌથી વધારે અટેન્શન લીધી હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે તેમણે ૭૦ વર્ષની ઉંમરમાં ત્રીજા લગ્ન કર્યા હતા. તેમણે આ લગ્ન પોતાના ૭૦માં જન્મદિવસે નજીકની મિત્ર પરવીન ની સાથે કર્યા હતા. પરવીન કબીર થી ઉંમરમાં ૨૮ વર્ષ નાની છે. આ લગ્નથી ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાને પણ ૪૦ની ઉંમર પાર કર્યા બાદ કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા હતા. કરીના ઉંમરમાં સેફ અલી ખાન થી ૧૩ વર્ષ નાની છે. સેફે આ પહેલા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા, જે ઉંમર માં તેનાથી ૧૨ વર્ષ મોટી હતી.

વળી તમને શું લાગે છે કે ઉંમરમાં લગ્ન કરવા તે યોગ્ય છે કે નહીં?