વ્યક્તિએ પોતાની ઉંમર પ્રમાણે આખા દિવસમાં કેટલા ડગલાં ચાલવું જોઈએ? જાણો તેની સંપૂર્ણ વિગત

ચાલવાથી ફક્ત આપણા પૈસા જ નથી બચતા પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર અમુક પગલાં ચાલવાથી તમે ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકો છો અને તેનાથી માનસિક મજબૂતી પણ મળે છે. તેમ છતાં પણ લોકો થોડું ચાલવાથી પણ અચકાતા હોય છે. એટલે સુધી કે ઓફિસ, કોલેજ અથવા શોપિંગ મોલની સીડીઓનો ઉપયોગ કરવાને બદલે લિફ્ટનો ઉપયોગ કરે છે. પ્રતિષ્ઠિત મેડીકલ જર્નલ “ધ લૈસેંટ” માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર દરરોજ ૨૦ મિનિટ પણ જો ચાલવામાં આવે, તો તેનાથી ખોરવાઈ ગયેલા ગ્લુકોઝના સ્તરને યોગ્ય કરી શકાય છે સાથોસાથ હૃદયની બીમારીઓથી પણ બચી શકાય છે.

હવે બધાના મનમાં પ્રશ્ન થતો હોય છે કે આપણે કેટલા પગલા અથવા તો કેટલા સમય સુધી અથવા તો કેટલા અંતર સુધી ચાલવું જોઈએ? દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે પોતાની ઉંમરના હિસાબે અમુક અંતર સુધી અથવા તો અમુક પગલાં સુધી ચાલવું જોઈએ. કઈ ઉંમરના વ્યક્તિએ દિવસભરમાં કેટલાં પગલાં ચાલવા જોઈએ તેના વિશે અમે તમને આજે અમારા આર્ટિકલમાં માહિતી આપીશું અને સાથોસાથ ચાલવાથી શું ફાયદા થાય છે તે પણ જણાવીશું.

કમર દર્દ ભગાવો

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર જો દિવસમાં ૮૦ મિનિટ સ્લો વોકિંગ કરવામાં આવે તો ઘૂંટણ, પગની ઘૂંટી, હિપ અને પગનાં દુખાવાને દૂર કરી શકાય છે. સાથોસાથ સપ્તાહમાં બે મિનિટ સુધી ઝડપથી ચાલવું જોઈએ. કારણ કે તેનાથી ઘણાં પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે. “ધ લૈસેંટ” માં પ્રકાશિત એક સ્ટડી અનુસાર દરરોજ ૨૦૦૦ પગલાં ચાલવા વાળા લોકોમાં હાર્ટ એટેક થી થતા મૃત્યુનું જોખમ ૧૦ ટકા સુધી ઓછો મળી આવ્યું છે. આ સ્ટડીને ૬ વર્ષ સુધી કરવામાં આવી અને ત્યાર બાદ આ પરિણામ નીકળ્યું કે ચાલવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે.

બ્રેઈન સ્ટ્રોક

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે કે દરરોજ સવારે મોર્નિંગ વોક પર જરૂર જાઓ. તેનાથી ચોખ્ખી હવા મળે છે અને સાથોસાથ તમારો મૂડ પણ રિફ્રેશ થઈ જાય છે. શું તમે જાણો છો કે મોર્નિંગ વોક કરવાથી તમને બ્રેઇન સ્ટ્રોક જેવી જીવલેણ આ સ્થિતિમાંથી પણ બચી શકાય છે. તમને સાંભળીને જરૂર આશ્ચર્ય થશે, પરંતુ સમગ્ર સપ્તાહમાં કુલ મળીને ૨ કલાક સુધી ચાલો છો તો તેનાથી બ્રેઇન સ્ટ્રોકનો ખતરો અમુક હદ સુધી ઓછો થઈ જાય છે.

વજન ઘટાડવા માટે

જે લોકોને સ્થૂળતાની સમસ્યા છે, તેમણે જરૂરથી વોકિંગ કરવું જોઈએ અને ડોક્ટરો પણ વેઇટ લોસ ટિપ્સમાં ચાલવાની સલાહ જરૂરથી આપે છે. હકીકતમાં ચાલવાથી શરીર ખૂબ જ ઝડપથી પરસેવાને બહાર છોડે છે જે ચરબીને પાતળી કરવામાં મદદગાર સાબિત થાય છે. એટલું જ નહીં પરંતુ દરરોજ ૧ કલાક ચાલવાથી તે શરીરને સ્થૂળતાની સમસ્યાથી દૂર રાખશે અને તમે સ્વસ્થ રહેશો.

ડિપ્રેશન

ક્યારેક ઓફિશિયલ વર્ક, ઘરનો તણાવ, સંબંધીઓ સાથે મતભેદ અથવા કોઈ પણ વિશેષ બાબતને કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે, તો તેનો અંદાજો પણ લગાવી શકાતો નથી. પરંતુ જો દરરોજ વોકિંગ કરવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે. ડિપ્રેશનની સમસ્યાથી બચવા માટે તમારે દરરોજ ૩૦ મિનિટ સુધી વોકિંગ કરવું જોઈએ. હકીકતમાં ચાલવાથી આપણા શરીરની બધી જ કોશિકાઓની એક્સરસાઇઝ થાય છે અને તે મગજ ઉપર સકારાત્મક પ્રભાવ પાડે છે, જેના કારણે જો તમે દરરોજ વોકિંગ કરો છો તો મગજને સક્રિય રૂપથી કામ કરવા માટે એક્ટિવ કરે છે અને સાથોસાથ તમને ડિપ્રેશન પણ બચવામાં મદદ કરે છે.

હાડકાને મળશે મજબૂતી

ચાલવાના અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો તે આપણા શરીરના બંધારણ ઉપર અસર કરે છે અને આપણાં હાડકાંને મજબૂતી પ્રદાન કરે છે. રિસર્ચમાં એવું પણ જોવા મળ્યું છે કે ચાલવા વાળા લોકોમાં હિપ ફ્રેકચરનો ખતરો ૪૩ ટકા સુધી ઓછો થઈ જાય છે. એટલા માટે તમે પણ પોતાની દિનચર્યામાંથી સમય કાઢીને ઓછામાં ઓછું દરરોજ ૧૫ થી ૨૦ મિનિટ જરૂર ચાલવું જોઈએ.

ડાયાબિટીસ

ભારતને ડાયાબિટીસની રાજધાની કહેવામાં આવે છે. કારણ કે ભારતમાં આજે કરોડોની સંખ્યામાં લોકોને ડાયાબિટીસ છે અને આ બીમારીથી પરેશાન થઇ રહ્યા છે. પરંતુ જો તમે પણ ડાયાબિટીસ જેવી બીમારીથી બચીને રહેવા માંગો છો તો તમારે દરરોજ જોગિંગ કરવું જોઈએ. હકીકતમાં ચાલવાથી શરીરના લોહીમાં રહેલ એક્સ્ટ્રા બ્લડસુગર અમુક હદ સુધી બર્ન થઈ જાય છે અને તમે આ બીમારીની ઝપટમાં આવવાથી બચી શકો છો. એટલું જ નહીં જો તમને ડાયાબિટીસ છે, તો ચાલવાથી તમે તેનાથી થતા જોખમથી પણ બચી શકો છો.

હૃદયરોગનો ખતરો ઓછો કરે

હૃદય રોગને કારણે ભારતમાં આજે ઘણા બધા લોકો અલગ-અલગ પ્રકારની દવાઓનું સેવન કરે છે અને તેમણે પોતાની ખાણીપીણી ઉપર વિશેષ ધ્યાન પણ આપવું પડે છે. એટલું જ નહીં આવા લોકોની લાઇફસ્ટાઇલ સુધારવા માટે ડોક્ટરો દ્વારા દરરોજ મોર્નિંગ વોક પર જવા માટે કહેવામાં આવે છે. જોકે તમે હૃદયરોગના દર્દી નથી તો પણ આ બીમારીથી બચીને રહેવા માટે તમારે દરરોજ ૩૦ મિનિટ સુધી વોકિંગ જરૂર કરવું જોઈએ. હકીકતમાં ચાલવાથી આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં બદલાવ થાય છે જે આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને હૃદયરોગથી પણ બચાવી રાખવામાં મદદ કરે છે.