૭૫ વર્ષીય વૃધ્ધ મહિલાએ રસ્તા પર એવા કરતબ બતાવ્યા કે બધા હેરાન થઈ ગયા, રિતેશ દેશમુખ સહિત ઘણા સેલિબ્રિટીએ શેયર કર્યો વિડિયો

બોલીવુડ ના મશહુર એક્ટર રિતેશ દેશમુખ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફોટો અને વીડિયો શેયર કરીને ફેન્સ સાથે જોડાયેલા રહે છે. રિતેશ દેશમુખ પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના અંદાજ માટે પણ ઓળખવામાં આવે છે. હાલમાં જ તેમણે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર એક વૃદ્ધ મહિલાનો વિડીયો શેયર કર્યો છે. જે સડક પર લાકડીની મદદથી જબરજસ્ત કરતબ બતાવતી નજર આવી રહી છે. આ મહિલાનો વીડિયો શેયર કરતા રિતેશ દેશમુખે લોકોને તેમની કોન્ટેક્ટ ડિટેલ માંગી છે.

કોરોના વાયરસ જેવી મહામારીએ સમગ્ર દુનિયામાં કોહરામ મચાવેલ છે. લોકોએ બે સમયના ભોજન માટે પણ ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. કામ ધંધા બંધ હોવાને કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. ઘણા લોકો બેરોજગાર બની ગયા છે, તો અમુક લોકો એવા પણ છે જે નાનું-મોટું કામ કરીને પોતાના પરિવારનું પેટ ભરવાની કોશિશ કરી રહ્યા છે. વળી હાલના સમયમાં સોશિયલ મીડિયા પર આવા જ એક વૃદ્ધ મહિલાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે રસ્તા પર કરતબ બતાવીને પૈસા કમાઈ રહ્યા છે. આ મહિલાની મદદ કરવા માટે બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ આગળ આવ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક વૃદ્ધ મહિલા સડકો પર કરતબ બતાવતી નજર આવી રહી છે. આ વૃદ્ધ મહિલા લાકડીની મદદથી એવા સ્ટંટ કરી રહી છે જેને જોઈને દરેક વ્યક્તિ હેરાન થઈ જાય છે. પૈસા માટે આટલી મોટી ઉંમરમાં પણ તેઓ આ બધું કરવા માટે મજબૂર છે. પરંતુ તે મહિલાની ધગશ અને મહેનત જોઈને દરેક વ્યક્તિ તેમના પર ગર્વ મહેસૂસ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ મહિલાની હિંમત અને ટેલન્ટની પ્રશંસા કરી રહ્યા છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર મહિલાને “વોરિયર આજી માં” કહીને સંબોધિત કરી રહ્યા છે.

રિતેશ દેશમુખ દ્વારા શેયર કરવામાં આવેલા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહેલો છે. સાથે સાથે લોકો તેના પર ખૂબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે. રિતેશ દેશમુખે આ મહિલાનો વીડિયો શેયર કરતા લખ્યું, “વોરિયર આજી. શું મને કોઈ તેમનો કોન્ટેક નંબર આપી શકે છે.” ખાસ વાત તો એ છે કે રિતેશ દેશમુખની કોશિશ સફળ થઈ અને તેમને આ મહિલા સાથે સંપર્ક કરવાનો રસ્તો પણ મળી ગયો. તેના વિશે તેમણે ટ્વિટ કરતાં લખ્યું, “તમારા બધાનો આભાર. અમે આ પ્રેરણાદાયક વોરિયર આજી માં સાથે જોડાઇ ચૂક્યા છીએ. ખૂબ જ અતુલ્ય કહાની છે.”

રિતેશ દેશમુખ દ્વારા શેયર કરવામાં આવેલ વીડિયોમાં આ મહિલા બંગાળી સાડી પહેરીને બે દંડાની મદદથી શાનદાર કરતબ બતાવતા નજર આવી રહ્યા છે. આ કરતબ દ્વારા મહિલા લોકોનું મનોરંજન કરવાની સાથે સાથે પોતાનું પેટ ભરવા માટે થોડા પૈસા પણ કમાઈ લે છે. કોરોના વાયરસને કારણે વીડિયોમાં વોરિયર આજી ચહેરા પર માસ્ક લગાવેલા જોવા મળી રહેલ છે.