વોટ્સઅપમાં આપવામાં આવી નવી સુવિધા, એક જ નંબરનું વોટ્સઅપ હવે ઘણા મોબાઇલમાં ચલાવી શકશો, જલ્દી થશે રોલઆઉટ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સઅપ અવાર નવાર યુઝર્સ માટે નવા ફિચર્સ લઈને આવી રહ્યું છે. કંપની આ શાનદાર મેસેજિંગ એપ માટે લાંબા સમયથી નવા ફીચર પર કામ કરી રહી છે. જણાવી દઈએ કે આ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ટીચર છે, જેને ખૂબ જ જલ્દી યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી શકે છે. ત્યારબાદ યુઝર્સ એક જ નંબરનું વોટ્સઅપ ઘણા ફોનમાં ચલાવી શકશે. હાલમાં યુઝર્સ એક નંબર થી એક જ ફોનમાં એકાઉન્ટ બનાવી શકે છે. વોટ્સઅપનાં નવા અપડેટ અને લેટેસ્ટ ફીચર્સની જાણકારી આપતી સાઈટ WABetaInfo તરફથી તેની સાથે જોડાયેલ ડિટેલ્સ શેયર કરવામાં આવેલ છે.

ચાર ડિવાઇસ સાથે કરી શકશો લિંક

રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે તેની મદદથી યુઝર્સ ચાર ડિવાઇસને એક જ એકાઉન્ટ સાથે લિંક કરી શકશે. સાથોસાથ વોટ્સઅપ માં લિંક ડિવાઇસનાં નામ થી અલગ સેક્શન આપવામાં આવશે, જેના દ્વારા જાણી શકાશે કે ક્યા ક્યા ડિવાઇસમાં એક જ નંબરનું એકાઉન્ટ ચાલી રહ્યું છે. સાથોસાથ ટેપ સ્ટેમ્પ ની સાથે નજર આવશે કે તે ડિવાઇસ પર વોટ્સઅપ છેલ્લા કયા સમયે એક્ટિવ હતું. આ નવું સેક્શન એપના મેન્યુમાં આવશે. જે ઉપરની તરફ જમણી બાજુ હશે. વળી યુઝર્સને સેટિંગ્સ, ન્યુ ગ્રૂપ, ન્યુ બ્રોડકાસ્ટ અને સ્ટાર્ડ મેસેજીસ જેવા ઓપ્શન પણ મળે છે.

નવા એડવાન્સ સર્ચ ફીચર પર કામ

નવા સેક્શનમાં ફક્ત યુઝર્સને નવા ડિવાઇસ લિંગ કરવાનો ઓપ્શન નહીં મળે પરંતુ તેની સાથે સાથે લિન્ક કરવામાં આવેલ ડિવાઇસ પણ નજર આવશે. મલ્ટી ડિવાઇસ સપોર્ટ સિવાય કંપની એડવાન્સ સર્ચ મોડ ઉપર પણ કામ કરી રહી છે. WABetaInfo ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એન્ડ્રોઇડ એપ પર યુઝર્સને ખૂબ જ જલ્દી નવું યુઝર ઇન્ટરફેસ પણ જોવા મળી શકે છે.

એડવાન્સ સર્ચ ઓપ્શન

વોટ્સઅપ હાલમાં બે નવા ફીચર પર કામ કરી રહી છે, જેમાં બીજું એડવાન્સ સર્ચ ઓપ્શન છે. અત્યારે આ ફીચર વોટ્સઅપ ના બીટા વર્ઝનમાં આપવામાં આવેલ છે. WABetaInfo ના એક રિપોર્ટ અનુસાર WhatsApp 2.20.118 Android Beta માં એડવાન્સ સર્ચ મોડ નો ઓપ્શન આપવામાં આવેલ છે. હાલમાં વોટ્સઅપ દ્વારા યુઝર ઇન્ટરફેસ પર કામ ચાલી રહ્યું છે. આ ફીચર અંતર્ગત યુઝર્સ મેસેજ ટાઈપ દ્વારા વોટ્સઅપ પર સર્ચ કરી શકે છે. જ્યાં એડવાન્સ સર્ચ મોડમાં ફોટોઝ, વીડીયોઝ, લિંક્સ, ગિફ્ટ્સ, ઓડિયો અને ડોક્યુમેન્ટસ ના ઓપ્શન જોઈ શકાય છે.

Wi-Fi સાથે કરવા પડશે Sync

WABetaInfo ને આ ફિચર્સ એપના Android Beta વર્ઝન 2.20.196.8 માં જોવા મળેલ છે. એપ ના નવા ફિચર્સ હજુ અંડર ડેવલપમેન્ટ છે, એટલા માટે બીટા યુઝર્સ માટે તેમને રજૂ કરવામાં આવ્યા છે. વોટ્સઅપ ને અલગ અલગ ડિવાઇસમાં ચલાવવા માટે Wi-Fi Sync ની જરૂર પડી શકે છે.