વોટસએપનો એક વધું ઉપહાર : એકસાથે 30 ઓડિયો ફાઇલ મોકલી શકાશે

Posted by

વોટસએપ દરરોજ નવાં નવાં અપડેટસ લાવી રહ્યાં છે. જમાનાં પ્રમાણે દરેક ઉપભોક્તા વોટસએપનાં નવાં નવાં અપડેટ્સને આવકારી રહ્યાં છે. દરેકે દરેકમાં કોઇને કોઇ વિશેષતા હોય છે. માર્કેટમાં નવું વર્ઝન આવે અને એ આપણે સમજીએ એ પહેલાં બીજું અલગ વર્ઝન હાજર હોય છે. અગાઉ આપણે નવાં ફિચર્સની વાત કરી હતી. હવે ઈન્સ્ટંટ મેસેજીંગ એપ વોટસએપ તેમનાં યુઝર્સ માટે એક ખાસ ફિચર્સ લાવી શકે છે. આ નવાં ફિચરની વિશેષતા શું છે? એ જાણવા માટે તમે નીચેની લાઇનો ખાસ વાંચો.

યુઝર્સ એકસાથે 30 ઓડિઓ ફાઇલ મોકલી શકશે.

આ ફિચર આવતાં આપણે એક ધડાકે મતલબ એક સાથે 30 ઓડિયો મોકલી શકશે. WA-Betainfo નાં એક અહેવાલ પ્રમાણે એન્ડ્રોઇડ માટેના વોટસએપનાં બીટા 2.19.89 વર્જન હવે યુઝર્સને એકવારમાં 30 ઓડિયો ફાઇલો મોકલવાની સુવિધા પ્રદાન કરી શકે છે. એન્ડ્રોઇડ માટેનાં આ નવાં બીટા અપડેટ માં ઓડિયો ફાઇલ્સ સિલેક્ટ કરવા માટે નવું યુઝર ઇન્ટરફેસ અપાશે જેની સાથે યુઝર્સ ઓડિયો ફાઇલ મોકલતાં પહેલાં એને સાંભળી પણ શકશે.

બીજીબાજુ જાન્યુઆરીમાં વોટસએપ ઉપર સ્પોટ કરવામાં આવેલા ઓડિયો ફિચરને પણ આ વર્ઝનની સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હવે આપણે આગળ વધું જોઇશું. કેવી રીતે ફાઇલ વોટસએપ પર મોકલી શકશું એની વિગતો.

1- તમારાં એન્ડ્રોઇડ ડિવાઇસ પર વોટસએપનું લેટેસ્ટ બીટા વર્ઝન 2.19.89 ડાઉનલોડ કરો

2-વોટસએપ ચેટમાં જાવ

3- એટેચમેન્ટ વિન્ડોમાં જઈને ઓડિયો ફાઇલ ઓપ્શનને સિલેક્ટ કરો.

4- એ ઓડિયો ફાઇલને પસંદ કરો જેને તમે મોકલવાં ઈચ્છા ધરાવો છો.

5- તમે અહીં વધુમાં વધુ 30 ઓડિયો ફાઇલને સિલેક્ટ કરી શકો છો. જેને તમે મોકલવાં માંગો છો.

6 – ફાઇલ્સને સિલેક્ટ કર્યા બાદ એને મોકલવાં માટે સેન્ડ ઓપ્શન ઉપર ટેપ કરી દો. વોટ્સએપનો ઓડિયો ફિચર ઉપર દર્શાવેલ બધાં ઓપ્શનને ઇસ્તેમાલ કરવાની સુવિધા આપશે.

સાથોસાથ WA-Betainfo નું કહેવું છે કે વોટસએપે હાલમાં જ એન્ડ્રોઇડ માટેના બીટા વર્ઝન 2.19.97 ને પણ લોન્ચ કરેલ છે. કહે છે કે બહું જલ્દી વોટસએપ ઉપર આ ફિચર પણ આવી જશે. જેનાથી ગૃપ એડમિન યુઝર્સને ફ્રિકવેન્ટલી ફોરવર્ડેડ મેસેજીસ ગૃપમાં વારંવાર આવતા રોકી શકે છે.

હવે પછી પણ વોટસએપ  નિતનવી ટ્રીક ભવિષ્યમાં લાવશે. આશા છે કે, નવું પરિવર્તન સૌને અચુક ગમી જશે. પરિવર્તન સંસારનો નિયમ છે તે પ્રમાણે આપણે આધુનિક યુગ પ્રમાણે આને આવકારીએ

લેખસંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)