વોટસએપનું ધમાકેદાર ફીચર : સ્ક્રીનશોટ લીધાં વિનાં save કરી શકાશે અફલાતૂન વોટ્સએપ સ્ટેટસ

નવી દિલ્હી : વોટસએપ સ્ટેટસ Save કરવાંની નવી ટ્રીક આપની સમક્ષ પ્રસ્તુત છે. આ ટ્રીક ઘણાં લોકોને પસંદ પડી ગઈ છે. ઘણાં લોકો સ્ટેટસ Save કરવાં સ્ક્રિનશોટનો ઉપયોગ કરે છે. પરંતુ એમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ નવાં ફીચરમાં આવી કોઈ તકલીફ થતી નથી. કઇ રીતે નવી સિસ્ટમ ઉપયોગી છે?

આવો આપણે નવી ટ્રીક વિશે જાણકારી મેળવીએ. આ ફીચર મારફત લીંકથી માંડીને વિડિઓ, મિમ્સ, ફોટા, હોલી-ડે ડેસ્ટીનેશન જેવી તમામ વસ્તુઓ શેયર કરી શકાય છે. જોકે મેસેજીંગ એપમાં આ રીતનો કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી. ઘણાં આને માટે સ્ક્રીનશોટનો ઉપયોગ કરે છે પણ સ્કીનશોટ લીધાં પછી યુઝરનેમ તથા નોટીફીકેશન બારને ક્રોપ કરવાં પડે છે.

States saver for whatsapp : સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર પરથી સ્ટેટસ સેવર એપ ડાઉનલોડ કરો. વોટસએપનાં સ્ટેટસ પેજ પર જાવ. યુઝરનેમ ઉપર ટીક કરો. સ્ટેટ્સ સેવર પેજને ઓપન કરો. એપ સ્ટેટ્સ ડીસ્પ્લેને સ્કેન કરશે. એ પછી આપને વિડિઓ અને ફોટાઓનો ઓપ્શન દેખાશે.

પસંદ કરો મનપસંદ વિકલ્પ : એપમાં સ્ટેટ્સની અંદર ડાઉનલોડનો ઓપ્શન દેખાશે. એમાં ક્લિક કરતાં સ્ટેટ્સ તમારાં ડિવાઇસમાં સેવ થઈ જશે.

થર્ડ પાર્ટી એપ વિના સ્ટેટ્સ ડાઉનલોડ કરો : ઘણાંખરા યુઝર્સને ખબર હોતી નથી કે તમે જે સ્ટેટ્સ જુઓ છો વોટસએપ એને ડાઉનલોડ કરે છે. મતલબ કે તમારે સ્ટેટ્સ સેવ કરવાં માટે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર પડશે નહીં. આને માટે તમારે ફોનનાં ફાઇલ મેનેજરમાં જવું પડશે.

સૌ પ્રથમ ફોનનાં ફાઇલ મેનેજરને ખોલો. ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં જાવ અને સેટિંગ પર ક્લિક કરો. શો હિડન ફાઇલ્સ ઓપ્શનને ઇનેબલ કરો. ઇન્ટરનલ સ્ટોરેજમાં વોટસએપ ફોલ્ડરમાં જાવ. ફોલ્ડરમાં મિડીયા ઓપ્શન પર ક્લિક કરો. ફોલ્ડરમાં સ્ટેટસ ઓપ્શન હશે તેમાં આપને વોટસએપ સ્ટેટસ મળી જશે.

લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)