વર્લ્ડકપની બધી જ ટીમ પાકિસ્તાન થી ડરી રહી છે : ભારત સામે ની મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન નું નિવેદન

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદ નું કહેવું છે કે તેનાથી બધી જ ટીમ ડરી રહી છે. શ્રીલંકા સામે ની મેચ વરસાદના કારણે પડતી મુકાયા બાદ તેણે આવું નિવેદન આપ્યું હતું.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પોઇન્ટ ટેબલ માં ચોથા નંબરે છે. ઇંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ મેચ હાર્યા બાદ પાકિસ્તાને જબરદસ્ત કમ બેક કરતા મેજબાન ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યારબાદ શ્રીલંકા સામે ની મેચ વરસાદના કારણે એકપણ બોલ ફેંકાયા વગર ધોવાઈ ગઈ હતી અને બંને ટીમ ને એક એક પોઇન્ટ આપી દેવામાં આવ્યો હતો.

શ્રીલંકા સામે ની મેચ રદ્દ થવાને પાકિસ્તાન ના કેપ્ટન સરફરાઝ એ દુર્ભાગ્ય પૂર્ણ બતાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે એનાથી તેની લય માં કોઈ ફરક નહીં પડે. સરફરાઝ એ જણાવ્યું હતું કે હવે પછી ની મેચોમાં ટીમ હજુ પણ સારું પ્રદર્શન કરશે. તેણે જણાવ્યું હતું કે, અમે એક ટીમ તરીકે ઇંગ્લેન્ડ સામે સારું પ્રદર્શન કર્યા બાદ શ્રીલંકા સામે ની મેચ રમવા તત્પર હતાં. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ અમે આ મેચ વરસાદના લીધે ના રમી શક્યા.

તેણે જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડ ને હરાવ્યા બાદ બધી જ ટીમ પાકિસ્તાન ટીમ થી ડરી રહી છે. તેનો ઈશારો ભારત તરફ પણ હતો. પાકિસ્તાનના કેપ્ટન એ જણાવ્યું હતું કે, અમારી ટીમ આત્મ વિશ્વાસ થી ભરપુર છે. અમે આ જીત ની લય ને આગળની પણ મેચો માં જાળવી રાખીશું. અમે હવે બાકી ની ૬ મેચો માં પણ જોરદાર પ્રદર્શન કરીશું.

પાકિસ્તાન નો હવે પછી નો મુકાબલો પાંચ વાર વિશ્વ ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયા સામે થશે. સરફરાઝ એ જણાવ્યું હતું કે, બીજી ટીમ ની જેમ ઓસ્ટ્રેલિયા પણ મજબુત ટીમ છે તેણે પહેલી બંને મેચ જીતી છે. જ્યારે રવિવારે ભારત સામે ઓસ્ટ્રેલિયા ને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનને ૧૨ જૂનના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે ત્યારે તેની પાસે પ્રેક્ટિસ માટે પૂરતો સમય છે. ત્યારબાદ પાકિસ્તાન ૧૬ જુનના રોજ ભારત સામે ટકરાશે. ત્યારે સરફરાઝ એ જણાવ્યું હતું કે અમે  ચેમ્પિયન્સ ટ્રોફી ની જેમ વર્લ્ડકપ માં પણ ભારતને હરાવવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.