યશોદા અને દેવકી માતા સિવાય પણ શ્રી કૃષ્ણજીની ૩ માતાઓ હતી, આ રહસ્ય જાણતા નહીં હોય તમે

Posted by

શાસ્ત્રો પુરાણો અનુસાર જોવામાં આવે તો ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર ભગવાન શ્રી કૃષ્ણ હતા. જ્યારે-જ્યારે ધરતી પર દુષ્ટજનો કોઇપણ પ્રકારની હાનિ પહોંચાડવાની કોશિશ કરતા હતા, ત્યારે-ત્યારે ભગવાન વિષ્ણુજી કોઈને કોઈ રૂપમાં ધરતી પર જન્મ લેતા હતા અને પાપીઓનો નાશ કરીને સૃષ્ટીની રક્ષા કરતા હતા. વિષ્ણુજીનો આઠમો અવતાર શ્રી કૃષ્ણજીને બધા દુ:ખોને દુર કરવા વાળા માનવામાં આવેલ છે. કૃષ્ણજીએ ગીતાનાં રૂપમાં ઘણી બધી જ્ઞાનની વાત જણાવેલ છે. શ્રી કૃષ્ણએ પૃથ્વી પર માનવ કલ્યાણ માટે જન્મ લીધો હતો અને તેમણે દરેક વ્યક્તિની મનોકામનાઓ પૂરી કરી હતી. જ્યારે કૃષ્ણજી બાલ અવસ્થામાં હતા તો તેમણે ઘણી બધી લીલાઓ કરી હતી. તેમણે પોતાની લીલાઓથી દરેકના મન મોહી લીધા હતા.

આજે અમે તમને જન્માષ્ટમીના પાવન પર્વ પર ભગવાન શ્રીકૃષ્ણજીની ૫ માતાઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. તમે બધા લોકો ભગવાન કૃષ્ણજીની બે માતાઓ, દેવકી અને યશોદા વિશે જાણો છો પરંતુ ખૂબ જ ઓછા લોકોને તે વાતની જાણકારી હશે કે શ્રી કૃષ્ણજી ની કુલ પાંચ માતાઓ હતી. જી હાં, દેવકી અને યશોદા સિવાય પણ તેમની અન્ય ૩ માતાઓ હતી, જેને ભગવાન શ્રી કૃષ્ણજી એ માતાનો દરજ્જો આપ્યો હતો.

દેવકી

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણજી દેવકી અને વાસુદેવનાં પુત્ર હતા. દેવકી ભગવાન શ્રીકૃષ્ણની સગી માતા હતાં. દેવકી માતાની કૂખે થી શ્રીકૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો.

યશોદા

ભલે ભગવાન શ્રી કૃષ્ણજી દેવકી માતાના પુત્ર હતા, પરંતુ સગી માં કરતાં પણ વધારે પાલનપોષણ માતા યશોદાજીએ કરેલ હતું. યશોદા માતા ભગવાન શ્રી કૃષ્ણજીને ખુબ જ પ્રેમ કરતા હતા. એક વખત બાળ રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણજીને માટી ખાતા યશોદા માતાએ પકડી લીધા હતા. યશોદા માતાએ કહ્યું કે, કાન્હા તારું મોઢું ખોલ, તે માટી ખાધી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજીએ પોતાનું મોઢું ખોલીને યશોદા માતાને બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા.

રોહિણી

તમારા લોકોમાંથી ખૂબ જ ઓછા લોકોને જાણકારી હશે કે ભગવાન કૃષ્ણજીનાં પિતા વાસુદેવની પહેલી પત્ની રોહિણી તેમની સાવકી માં હતી. દેવકીનાં સાતમા સંતાનને રોહિણીના ગર્ભમાં રાખી દેવામાં આવ્યું હતું, જેનાથી બલરામજીએ જન્મ લીધો હતો. પોતાના પુત્ર-પુત્રીઓની સાથે માતા યશોદાને ત્યાં રહેતા હતા.

ગુરુ માતા

શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો ગુરુની પત્નીને પણ માતાનો દરજ્જો આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન કૃષ્ણજી, બલરામ અને સુદામા અને ગુરુ શિષ્ય સાંદિપનીનાં પુત્રને શંખાસુર નામના રાક્ષસે પોતાના કબજામાં લઇ લીધા હતા. ત્યારે ગુરુ માતાએ ગુરુદક્ષિણામાં ભગવાન શ્રીકૃષ્ણજી પાસે પોતાના પુત્ર માગ્યો હતો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમના પુત્રને શંખાસુર રાક્ષસના કબજામાંથી છોડાવીને તેમને પરત આપેલ હતો. પોતાના પુત્રને જોઈને ગુરુમાતા અત્યાધિક પ્રસન્ન થઈ ગયા હતા. ત્યારે તેમણે ભગવાન કૃષ્ણ તેમને આશીર્વાદ આપ્યા હતા કે, તમારી માતા તમારાથી ક્યારેય દૂર જશે નહીં.

રાક્ષસી પૂતના

ભગવાન શ્રીકૃષ્ણને મારવા માટે કંસે રાક્ષસી પૂતનાને મોકલી હતી. પૂતનાએ ભગવાન શ્રી કૃષ્ણજીને મારવા માટે પોતાના સ્તન પર ભયંકર ઝેર લગાવી લીધું હતું, જેથી જ્યારે શ્રી કૃષ્ણજીને તે દૂધ પીવડાવે તો તેની સાથે ઝેર પણ તેમના શરીરમાં પ્રવેશ કરી જાય, જેનાથી શ્રી કૃષ્ણજીનો જીવ ચાલ્યો જાય. પરંતુ રાક્ષસી પૂતનાનો વિચાર બિલકુલ ખોટો નીકળ્યો. જ્યારે પૂતના ભગવાન શ્રી કૃષ્ણજીને પોતાનું દૂધ પિવડાવી રહી હતી, ત્યારે શ્રી કૃષ્ણજી દૂધની સાથે સાથે તેનું લોહી પણ પી ગયા હતા. જેનાથી પૂતના મરી ગઈ હતી. જ્યારે પૂતનાનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો હતો, તો સમગ્ર વાતાવરણમાં ચંદનની સુગંધ ફેલાઈ ગઈ હતી. ભગવાન શ્રી કૃષ્ણજીએ પૂતનાને માતાનો દરજ્જો આપીને મુક્તિ પ્રદાન કરી હતી.