ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો આજથી જ શરૂ કરો જીરાનું પાણી

Posted by

વજન ઓછો કરવો એક ખૂબ જ મોટો પડકાર છે. લોકો વજન ઘટાડવા માટે જિમમાં જઈને ખૂબ જ પરસેવો વહાવે છે. તમામ પ્રકારના ડાયટ પ્લાનને પણ ફોલો કરતા હોય છે. તેવામાં આવા લોકો માટે જીરુ ખૂબ જ કામની વસ્તુ છે. વજન કરવા માટે એક ચમચી જીરાનું નિયમિત સેવન કરવાથી તે ચમત્કારિક લાભ આપી શકે છે. દરરોજ એક ચમચી જીરૂ ખાવાથી ૩ ગણી ફેટ ઝડપથી ઓછી થાય છે.

જીરાનું સેવન કરવાથી ન ફક્ત કેલરી બર્ન થાય છે, પરંતુ પાચનતંત્ર પણ તંદુરસ્ત રહે છે. જો તમે સતત ૨૦ દિવસ સુધી જીરાનું સેવન કરો છો, તો ૧૫ કિલો સુધી પેટની ચરબી ઓછી કરી શકો છો. તે સિવાય જીરાના સેવનથી અન્ય ઘણા ફાયદા પણ થાય છે. જેને જો તમે અપનાવો છો તો ખૂબ જ જલ્દી સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

વજન ઓછું કરવાની ઈચ્છા છે તો રાત્રીના ૨ ચમચી જીરાને પાણીમાં પલાળી દો. સવારે તેને ઉકાળીને જીરાના બી ને પાણી થી અલગ કરી દો. પાણીમાં અડધું લીંબુ નીચોવી અને સવારે તેને ખાલી પેટે પી જવું. સતત બે સપ્તાહ સુધી આવું કરવાથી તમને તેની અસર જોવા.

જીરાની સાથે જો તમે આદુ અને લીંબુનું સેવન કરો છો તો તેનાથી વજન ખૂબ જ ઝડપથી ઓછું થશે. તેના માટે સૌથી પહેલાં આદુને સમારી લો. ત્યારબાદ ગાજરની સાથે અન્ય શાકભાજીને પણ ઉકાળી લો. તેમાં જીરું પાઉડર, લીંબુ અને કાપેલ આદુ નાખીને સુપ બનાવી લો. દરરોજ રાત્રે આ સુપનું સેવન કરવાથી વજન સરળતાથી ઓછું થઈ જશે.

એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરાને આખી રાત પલાળી રાખો અને સવારે તેને ઉકાળીને ચાની જેમ પી જાઓ. તેનું દરરોજ સેવન કરવાથી નકામી ચરબી શરીરમાંથી નીકળી જાય છે. ખાસ ધ્યાન રાખવું કે આ પાણીને પીધા બાદ એક કલાક સુધી કંઈપણ ખાવું પીવું નહીં.

શેકેલી હિંગ, સંચળ અને જીરું આ ત્રણેય સરખી માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી લો. તેને ૧ થી ૩ ગ્રામ માત્રામાં દિવસમાં બે વખત દહીં સાથે લેવાથી ભજન ઝડપથી ઘટાડી શકાય છે.