Jio માત્ર ૬૦૦ રૂપિયામાં આપશે બ્રોડબેન્ડ, લેન્ડ લાઈન અને ટીવી સેટ ટોપ બોક્સ

રિલાયન્સ જીઓ ટુંક સમયમાં બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જીઓ એ પોતાની બધી તૈયારી પૂર્ણ કરી લીધી છે. એક વેબસાઈટ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ જીઓ દ્વારા ૬૦૦ રૂપિયામાં ગીગા ફાઈબર લોન્ચ કરવામાં આવશે. જેની સાથે સાથે લોકોને લેન્ડ લાઈન અને ટીવી જેવી સર્વિસ ફ્રી આપવામાં આવશે. મતલબ કે ફક્ત ૬૦૦ રૂપિયામાં લોકોને ૩ સર્વિસ મળશે.

ગીગા ફાઈબર સર્વિસ માં યુઝર એક કનેક્શન પર ૪૦ ડીવાઈસ કનેક્ટ કરી શકશે. સાથે જીઓ ગીગા ફાઈબર ની મદદથી યુઝર પોતાના ઘરે અથવા ઓફિસે બેઠા બેઠા જ સીસીટીવી ફૂટેજ ની સાથે સાથે બીજા ડેટા ને પણ કલાઉડ પર સ્ટોર કરી શકે છે અને તેને બીજા કોઈપણ ડીવાઈસ પર પણ ઍક્સેસ કરી શકે છે.

કંપની કસ્ટમર ને એક રાઉટર અને ગીગા ટીવી સેટ ટોપ બોક્સ પણ આપશે. ફક્ત એટલું જ નહિ જીઓ ની સર્વિસ લેનાર યુઝર ને પ્રિવ્યું ઑફર નો પણ લાભ મળશે. આ ઑફર નો લાભ કસ્ટમર ને ૩ મહિના સુધી મળશે. કંપનીના પ્લાન વિશે વાત કરીએ તો ૧૦૦ જીબી ડેટા સુધી યુઝર ને ૧૦૦ mbps ની સ્પીડ મળશે. ૧૦૦ gb ડેટા પુરો થયા બાદ યુઝર ને એક્સ્ટ્રા ૪૦ જીબી ડેટા વાપરવા મળશે પરંતુ સ્પીડ ૫૦% જેટલી ઘટી જશે. જીઓ ગીગા ફાઈબર અને જીઓ ગીગા ટીવી રાઉટર માટે ૪૫૦૦ રૂપિયા જમા કરવાના રહેશે. તમને જણાવી દઈએ કે જો તમને જીઓ ની આ સર્વિસ પસંદ નહિ આવે તો તમારા ૪૫૦૦ રૂપિયા પરત મળી જશે.

રિપોર્ટ મુજબ આ સર્વિસ આગલા ૩ મહિનામાં ની અંદર જ ચાલુ થઈ જશે. આ પહેલા ખબર મળતી હતી કે આ સર્વિસ પહેલા ૩૦ મોટા સિટી માં લોન્ચ કરવામાં આવશે. આ સિટીમાં નવી દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઇ, પુણે, ઇન્દોર, થાણે, ભોપાલ, લખનઉ, કાનપુર, પ્રયાગ રાજ, ગાઝિયાબાદ, લુધિયાણા, મદુરે, નાશિક, ફરીદાબાદ, કોઇમ્બતુર, ગુવાહાટી, આગરા, મેરઠ, રાજકોટ, શ્રીનગર, અમૃતસર, ચંદીગઢ, જોધપુર, કોટા, પટના, રાંચી, રાયપુર, નાગપુર અને સોલાપુર શામેલ છે.