સુંદર દેખાવવા માટે આ સ્ટારકિડસે પ્લાસ્ટિક સર્જરીની મદદ લીધી હતી, જુઓ કેટલો બદલાયો તેમનો ચેહરો

સુંદર દેખાવું કોને પસંદ હોતું નથી અને જો વળી ગ્લેમરસ ઇંડસ્ટ્રીની વાત કરવામાં આવે તો તે બિલકુલ અલગ જ છે. અહીંયા સ્ટાર્સ માટે સુંદર તથા હંમેશાં યંગ દેખાવું તેમની સફળતાનું રહસ્ય છે. બોલીવુડમાં ઘણા સ્ટાર્સ છે જેમણે પોતાની સુંદરતામાં નિખાર લાવવા માટે અને યંગ દેખાવા માટે કોસ્મેટિક સર્જરીની મદદ લીધેલી છે. પરંતુ આજે અમે તમને બોલીવુડનાં અમુક પોપ્યુલર સ્ટાર કિડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જ પ્લાસ્ટિક સર્જરીની મદદ લીધી હતી અને પોતાના ચહેરામાં ઘણો બદલાવ કરાવ્યો હતો.

જ્હાનવી કપુર

બોલીવુડની ચાંદની શ્રીદેવી ની મોટી દીકરી જ્હાનવી કપુર તેની જેમ સુંદર દેખાય છે. તે વાત તો બધા જાણે છે કે શ્રીદેવી એ યંગ દેખાવા માટે ઘણી વખત કોસ્મેટિક સર્જરીની મદદ લીધી હતી, પરંતુ ખુબ જ ઓછા લોકો જાણે છે કે જ્હાનવી કપુર પણ પોતાની માં નાં રસ્તા પર ચાલીને પ્લાસ્ટિક સર્જરી કરાવી ચુકી છે. બોલીવુડમાં પગ રાખતા પહેલાં જ જ્હાનવી કપુરે નોઝ જોબ કરાવીને પોતાના નાકનાં શેપને બરોબર કરાવ્યો હતો. તે સિવાય તેણે લિફ્ટ સર્જરી પણ કરાવેલી છે.

આલિયા ભટ્ટ

બોલીવુડની યંગ બ્રિગેડની ટોપ એક્ટ્રેસ છે. આલિયા ભટ્ટ આલિયાને “નેચરલ બ્યુટી” કહેવામાં આવે છે, પરંતુ ખુબ જ ઓછા લોકો જાણે છે કે આલિયાએ પણ પોતાની બ્યુટીને નિખારવા માટે પ્લાસ્ટિક સર્જરીની મદદ લીધેલી છે. રિપોર્ટ અનુસાર મહેશ ભટ્ટની લાડલીએ લીપ સર્જરી અને નોઝ જોબ કરાવેલ છે. પોતાની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર” બાદ જ આલિયાએ પોતાના ચહેરા માં ઘણા બદલાવ કર્યા છે.

શ્રુતિ હસન

તસ્વીરો સાબિતી આપે છે કે સાઉથ સુપરસ્ટાર કમલ હસન અને સારિકાની દીકરી શ્રુતિ હસન પણ પ્લાસ્ટિક સર્જરીની મદદથી પોતાના ચહેરાને બદલી ચુકેલી છે. મીડિયા રિપોર્ટ અનુસાર શ્રુતિએ પોતાના નાક અને હોઠની સર્જરી કરાવી છે. જોકે નોઝ જોબ કરાવવા પાછળ શ્રુતિએ મેડિકલ રીઝન આપ્યું હતું. તેના જણાવ્યા અનુસાર તેને અમુક બ્રીધિંગ ઇસ્યુ હતાં, જેના કારણે તેણે પોતાના નાકની સર્જરી કરાવવી પડી હતી. વળી પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ પણ શ્રુતિની કારકિર્દીમાં કંઈક ખાસ ફાયદો થયો નથી.

રણબીર કપુર

યુવાનોની ધડકન બનેલા રણબીર કપુર પણ યુવાનીમાં ખરતા વાળની સમસ્યાથી પરેશાન હતા. વર્ષ ૨૦૦૭માં ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાની માં તેમના ચહેરા પર ખરતા વાળની પરેશાની સ્પષ્ટ જોવા મળી રહી હતી. ત્યારબાદ રણવીર કપુર હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

શાહિદ કપુર

ફિલ્મ કબીર સિંહ ની સફળતા થી શાહિદ કપુરની કારકિર્દીમાં ફુંકાઈ ગયા છે. જો કે કારકિર્દીની શરૂઆતના સમયમાં શાહિદ કપુર પોતાના શેપને લઈને ખુબ જ પરેશાન રહેતા હતા. ત્યાર બાદશાહિદ કપુરે પ્લાસ્ટિક સર્જરીથી પોતાના નાક નાં શેપને શાર્પ બનાવેલ હતો.

કરિશ્મા કપુર

કપુર પરિવારની લાડલી દીકરી કરિશ્મા કપુર લાંબા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે. જોકે કરિશ્મા બે વખત બોલીવુડમાં કમબેક કરવાની કોશિશ કરી ચુકી છે. પરંતુ શું તમે જાણો છો કે પોતાના કમબેક ને સક્સેલફુલ બનાવવા માટે કરિશ્માએ પણ હંમેશા યુવાન દેખાવાની કોશિશ કરી છે, જેના માટે તેણે ઘણી વખત કોસ્મેટિક સર્જરી કરાવેલી છે.

સલમાન ખાન

વર્ષ ૨૦૦૩માં જ સલમાન ખાનનાં માથા પર ખરતા વાળની સમસ્યા દેખાવા લાગી હતી. ત્યારબાદ તેમણે ભારતમાં જ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી, જે અસફળ રહી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૭માં સલમાન ખાને દુબઈ જઈને ફરીથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું અને પરિણામ હવે બધાની સામે છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાનનાં ચહેરા પર વધતી જતી ઉંમરની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. સૈફ અલી ખાન પોતાની વધતી જતી ઉંમરનાં નિશાન છુપાવવા માટે ખુબ જ પૈસા ખર્ચ કરે છે. સૈફ અલી ખાને ઘણી વખત Botox સર્જરી ની મદદ લીધેલી છે.