આ મહિલા ડોકટર દિકરીનો જન્મ થવા પર નથી લેતા ફી અને પોતાના ખર્ચથી વહેંચે છે મીઠાઈઓ

આપણા સમાજમાં એવા ઘણા વિકૃત માનસિકતા ધરાવતા લોકો રહે છે, જે દીકરા અને દીકરીમાં ભેદભાવ કરે છે. જો કોઈના ઘરે દીકરાનો જન્મ થાય છે તો ખુબ જ ખુશીઓથી ઉજવણી કરવામાં આવે છે અને લોકો મીઠાઈઓ વહેંચે છે, પરંતુ જો દીકરી નો જન્મ થાય છે તો લોકો બિલકુલ પણ ખુશી વ્યક્ત કરતા નથી. દીકરીનો જન્મ થવા પર તેમના મનમાં કોઈ ખુશી જોવા મળતી નથી. આપણા દેશમાં એવા ઘણા સ્થાન છે, જ્યાં યુવતીઓની સંખ્યા યુવકો કરતા ખુબ જ ઓછી છે.

દેશના ઘણા સ્થાન પર દીકરીના જન્મ પર લોકોને બિલકુલ પણ ખુશી થતી નથી. આ તેમની વિકૃત માનસિકતા છે, જે દીકરા અને દીકરીમાં ફરક જુવે છે. પરંતુ હકીકતમાં જોવામાં આવે તો આજકાલ યુવતીઓ યુવકો કરતા જરા પણ પાછળ નથી. પરંતુ તે યુવકોની સાથે ખભાથી ખભો મેળવીને ચાલી રહી છે. આજકાલની દીકરીઓ પોતાના માં-બાપનું નામ રોશન કરી રહી છે.

આજે અમે તમને એક એવી મહિલા ડોક્ટર વિશે જાણકારી આપવાના છીએ, જે દીકરી અને દીકરામાં ભેદભાવ કરનાર લોકો માટે એક ઉદાહરણ બની રહી છે. આ મહિલા ડોક્ટર જો દીકરીનો જન્મ થાય છે તો તેના માટે બિલકુલ પણ ફી લેતા નથી અને તે પોતાની દીકરી હોય એવી રીતે ખુશીમાં આવીને સમગ્ર નર્સિંગ હોમમાં મીઠાઈઓ વહેંચે છે. તમે ઘણા બધા લોકોએ જોયું હશે કે જ્યારે દીકરી નો જન્મ થાય છે તો લોકોના ચહેરા પર ઉદાસી છવાઈ જતી હોય છે. અમુક લોકો તો નિર્ધન હોવાને લીધે રડવા પણ લાગે છે. પરંતુ આ મહિલા ડોક્ટર આવા લોકોની વિચારસરણી બદલવાના પ્રયાસમાં જોડાયેલી છે. આ મહિલા ડોક્ટર કોશિશ કરી રહી છે કે દીકરો હોય કે દીકરી લોકો તેને ખુશીથી અપનાવે અને દીકરા-દીકરીનો ભેદભાવ ન કરે.

અમે તમને જે ડોક્ટર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તેનું નામ છે શિપ્રા ધર, જે લોકોની પ્રશંસાને લાયક છે. જ્યારે તેમના નર્સિંગ હોમમાં કોઈ દીકરી નો જન્મ થાય છે તો તેઓ બિલકુલ પણ ફી લેતા નથી અને કોઈ બેડ ચાર્જ પણ લેતા નથી. તે સમગ્ર નર્સિંગ હોમમાં પોતાના તરફથી મીઠાઈ વહેંચે છે. તમને જણાવી દઈએ કે ડોક્ટર શિપ્રા ધર બીએચયુ થી એમબીબીએસ અને એમડી કરી ચુકેલ છે અને વારાણસીમાં તે પોતાનું એક નર્સિંગ હોમ ચલાવે છે. તેમના પતિનું નામ ડોક્ટર એમકે શ્રીવાસ્તવ છે, જે તેમના આ કાર્યથી ખુબ જ ખુશ છે અને તેમનો પુરો સહયોગ પણ આપે છે. લગ્ન થયા બાદ ડોક્ટર શિપ્રા પોતે નર્સિંગ હોમ ચલાવે છે. આ બંને ડોક્ટર દંપતી ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છે.

આ મહિલા ડોક્ટર ગરીબ લોકો માટે કોઈ ભગવાન થી ઓછા નથી. જો કોઈ નિર્ધન પરિવારમાં દીકરીનો જન્મ તેમના નર્સિંગ હોમમાં થાય છે, તો તેનો બિલકુલ ફ્રી માં ઈલાજ કરે છે. જો ડિલિવરી દરમિયાન ઓપરેશન પણ કરવું પડે તો તેઓ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી. તેમણે ૨૦૦થી વધારે દિકરીઓના જન્મ ઉપર કોઈ ફી લીધી નથી.

તમને જણાવી દઈએ કે જ્યારે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીની મુલાકાત કરી હતી તો તેઓ ડોક્ટર શિપ્રા નાં આ કાર્યથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંચ ઉપરથી સંબોધન દરમિયાન દેશના બધા ડોક્ટરોને વિનંતી કરી હતી કે જો દર મહિનાની ૯ તારીખનાં રોજ દીકરીનો જન્મ થાય છે, તો તેના માટે કોઇપણ ચાર્જ કરે નહીં. તેનાથી “દીકરી બચાવો, દિકરી પઢાવો” અભિયાનને પણ પ્રોત્સાહન મળશે.