આ વર્ષ સુધીમાં સમગ્ર દેશમાં લાગી જશે પ્રીપેડ સ્માર્ટ મીટર, બદલી જશે વીજળીનું બિલ પેમેન્ટ કરવાની રીત

વીજળી વપરાશકર્તાઓ માટે હવે સરકારે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેના માટે કોર્પોરેશનને મંજુરી મળી ગઈ છે. એટલે કે હવે મોબાઈલ ની જેમ વીજળી મીટર ને પણ રિચાર્જ કરી શકાશે. મતલબ કે જેટલા રૂપિયાથી મીટર રિચાર્જ કરશો એટલા રૂપિયા સુધીની વીજળી ચલાવી શકશો. વપરાશકર્તાઓને ત્યાં હવે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. હાલમાં આ આદેશ અંદાજે ૨૮ લાખ ઉપભોક્તાઓનાં ઘરમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાને લઈને છે.

હવે સમગ્ર દેશમાં દરેક ઘરમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. તેને લઈને સરકારે હવે સમય મર્યાદા નક્કી કરી દીધી છે. તમને જણાવી દઈએ કે વિજળી મંત્રાલય દ્વારા થોડા દિવસો પહેલા જ સરકારનાં બધા કેન્દ્રીય મંત્રાલયોને સલાહ આપી હતી કે તેઓ પોતાના પ્રશાસનિક નિયંત્રણ વાળા સંગઠનોને પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાનો નિર્દેશ આપે. હવે મંત્રાલય તરફથી તેને લઈને એક નોટિફિકેશન પણ રજુ કરવામાં આવેલ છે. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે વીજળી વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ સુધરશે, જે અત્યાર સુધી વીજળીના બાકી બિલના બોજ હેઠળ દબાયેલી હતી.

શું છે પ્રીપેડ સ્માર્ટ મીટર

પ્રીપેડ મીટર એ રીતે કામ કરશે જે રીતે પ્રીપેડ મોબાઈલ કામ કરે છે. મતલબ કે જેટલા પૈસા, એટલી વીજળી. જોકે દેશના ઘણા હિસ્સામાં પ્રીપેડ મીટર નો ઉપયોગ થાય છે, જેને રિચાર્જ કરવાના હોય છે. કેન્દ્ર સરકારની ઓફિસ અને ઇન્ડસ્ટ્રિઅલ યુનિટમાં પ્રીપેડ મીટર લગાવ્યા બાદ હવે દેશભરમાં તેને લાગુ કરવામાં આવશે. બધા વીજળી વપરાશકર્તાઓનાં ઘરમાં પ્રીપેડ સ્માર્ટ લગાવી દેવામાં આવશે. વીજળી મંત્રાલય તરફથી રજુ કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર કૃષિને છોડીને બધી જગ્યાએ પ્રીપેડ સ્માર્ટ મીટર લગાડવામાં આવશે.

માર્ચ ૨૦૨૫ સુધી સમગ્ર દેશમાં પ્રીપેડ સ્માર્ટ મીટર

વીજળી મંત્રાલય દ્વારા પોતાના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર ૨૦૨૩ સુધી બધા બ્લોક લેવલ સરકારી ઓફિસમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવશે. નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજ્ય વીજળી આયોગ આ ડેડલાઇનને બે વખત અને વધુમાં વધુ ૬ મહિના સુધી વધારી શકે છે. જોકે તેના માટે યોગ્ય કારણ પણ જણાવવાનું રહેશે. નોટિફિકેશન અનુસાર ધીરે ધીરે સમગ્ર દેશમાં માર્ચ ૨૦૨૫ સુધી પ્રીપેડ સ્માર્ટ મીટર લાગી જશે.