બગાસું આવવા પાછળ ઊંઘ નહીં પરંતુ તેની પાછળ રહેલ છે બીજું જ કારણ

વારંવાર બગાસું આવવાનો મતલબ ઊંઘ નહીં, પરંતુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ગંભીર બીમારીઓનો પણ સંકેત હોઈ શકે છે. મોટાભાગે લોકો બગાસાને ઊંઘ સાથે જોડી દેતા હોય છે. ઘણા લોકોનું માનવું છે કે બધા શું આવવાનો મતલબ છે કે તમને ઊંઘ આવી રહી છે અથવા તો ઊંઘ પુરી થયેલી નથી. પરંતુ આજે તમે તમને બગાસુ આવવા પાછળનું સાચું કારણ જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે નહીં જાણતા હોય. જો તમારી સાથે પણ આવું થાય છે, તો તમારે તરત તો સાવધાન થઈ જવું જોઈએ.

તણાવ બની શકે છે કારણ

તણાવ પણ બગાસું આવવાનું કારણ બની શકે છે. કહેવામાં આવે છે કે તણાવ વધવાથી દિમાગ નું તાપમાન વધે છે અને તેવામાં બગાસું આવે છે. આવું કરવાથી આપણને ઓક્સિજનની પર્યાપ્ત માત્રામાં મળે છે, જેના લીધે દિમાગ ને શાંતિ મળે છે.

ફેફસા સાથે સંબંધિત પરેશાની

દિમાગ માં ઓક્સિજનનું સર્ક્યુલેશન ઓછું અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા વધારે થાય છે, તો ફેફસા સાથે સંબંધિત પરેશાનીઓ થઈ શકે છે. તેવામાં લોકોને બગાસું આવે છે. બગાસા ને લીધે દિમાગમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન ઝડપથી વધી જાય છે અને ફેફસા માંથી ખરાબ હવા બહાર નીકળવામાં સહાયતા મળે છે.

એનર્જી ઓછી હોવી

મોટાભાગે સુઈને ઊઠ્યા બાદ અથવા તો બહારથી ઘરે આવવા પર શરીરમાં એનર્જી ઓછી હોય છે અને જ્યારે પણ આવું થાય છે, તો બગાસું આવવું વ્યાજબી છે. શરીરને એનર્જી લેવલ વધારવા માટે ઓક્સિજનની વધારે જરૂરિયાત પડે છે અને તેના લીધે જ બગાસું આવે છે.

હ્રદય સાથે સંબંધિત પરેશાની

ઘણા બધા લોકોને બગાસા નું કારણ તેમના હૃદય સાથે સંબંધિત હોય છે. શરીરમાં જ્યારે પણ ઓક્સિજન ઓછો થાય છે, તો બ્લડને પંપ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે અને તેવામાં હાર્ટ એટેક આવવાનો ખતરો પણ વધારે રહે છે.