૨૦ એપ્રિલ બાદ સંપુર્ણ રીતે શરૂ થશે Amazon, Flipkartની સર્વિસ ! આ વાતની રાહ જોવામાં આવી રહી છે

Posted by

ફ્લીપકાર્ટ, એમેજોન, અને પેટીએમ મોલ જેવી ઓનલાઇન રીટેલ કંપનીઓ ૨૦ એપ્રિલ બાદ પોતાનો કારોબાર સંપૂર્ણ રીતે ચાલુ કરવાની તૈયારી કરી રહી છે. જોકે સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે એ કોમર્સ કંપનીઓને બધા પ્રકારનો સામાન વહેંચવાની પરવાનગી હશે કે પછી જરૂરી સામાન જ વેચી શકશે. આ વાતને લઈને થોડી અસમંજસ છે, જેના લીધે કંપનીઓ ગૃહ મંત્રાલયના સ્પષ્ટીકરણ ની રાહ જોઈ રહી છે.

મંત્રાલયે બુધવારના રજુ કરેલ પોતાની ગાઈડ લાઈનમાં ૨૦ એપ્રિલથી આ પ્રકારની સર્વિસ તે વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે જ્યાં કોરોના વાયરસ હોટસ્પોટ નહીં હોય. ત્યારબાદ આ કંપનીઓ પોતાનું કામ સંપૂર્ણ રીતે શરૂ કરવા માટેની તૈયારી કરી રહી છે. હકીકતમાં બુધવારના રોજ ગૃહ મંત્રાલય એક ગાઇડ લાઇન રજૂ કરી હતી. જેમાં અમુક સેવાઓને શરતી મંજૂરી આપવામાં આવી છે, જેથી જીવન જરૂરિયાતની વસ્તુઓની સપ્લાય કરી શકાય. વળી લોકડાઉનને વધારીને ૩ મે સુધી કરવામાં આવેલ છે. આ પ્રકારની સેવાઓ બંધ થવાથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે, જેના લીધે સરકારે આ નિર્ણય લીધો છે.

ઇ-કોમર્સ કંપનીઓને મંજૂરી

વ્યવસાયિક અને પ્રાઇવેટ સંસ્થાનો વિશે એક ઉપખંડમાં મંત્રાલયે કહ્યું હતું કે ઇ-કોમર્સ કંપનીઓનો કારોબાર શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઇ-કોમર્સ કંપનીઓની ગાડીઓને જરૂરી પરમીશન સાથે અવરજવરની પરવાનગી હશે. હવે તેમાં એવું કોઈ જગ્યાએ કહેવામાં આવેલ નથી કે ઇ-કોમર્સ કંપનીને ફક્ત જરૂરી સામાનની જ આપૂર્તિ ની મંજૂરી છે, હવે તેના વિશે સવાલ ઉભો થાય છે કે શું ગેર જરૂરી સામાન એટલે કે પુસ્તકો, ઇલેક્ટ્રોનિક્સ જેવા અન્ય સામાનની આપૂર્તિ પણ કરી શકે છે.

નૂર પણ શક્ય બનશે

આ ગાઈડ લાઈનમાં એવું પણ કહેવામાં આવેલ છે કે કેરિયર સેવાઓ પણ શરૂ કરવામાં આવશે. જેના ઉપરથી એવું પણ કહી શકાય કે બધા પ્રકારની માલની આવન-જાવન શરૂ કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે નૂરની અવરજવર માટે રેલ્વે, એરપોર્ટ, સીપોર્ટ, લેન્ડપોર્ટ પર કામ શરૂ કરવામાં આવશે. તેમાં એવું કોઈ જગ્યાએ કહેવામાં આવેલ નથી કે ફક્ત આવશ્યક વસ્તુઓની જ ધોલાઈ થશે. ટ્રક અને અન્ય નૂર વાહનોને પણ આવન-જાવન ની મંજૂરી આપવામાં આવશે. દરેક ટ્રકમાં બે ડ્રાઇવર અને એક હેલ્પર ને જ ચલાવવાની પરવાનગી આપવામાં આવશે.

આ વાતની જોવામાં આવી રહી છે રાહ

ઇકોનોમિક ટાઇમ્સની એક ખબર અનુસાર, એમેજોન જેવા ઇ-પ્લેટફોર્મ આ ગાઇડ લાઇન વિશે ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટીકરણની રાહ જોઈ રહ્યા છે. તેઓ એ વાતને સ્પષ્ટ કરી લેવા માંગે છે કે તેમને ફૂડ તથા ગ્રોસરી સિવાય અન્ય વસ્તુઓ વેચવાની મંજૂરી છે કે નહીં. કંપનીઓ આ પ્રકારની સેવાઓ શરૂ કરવાની તૈયારીમાં લાગી છે, સાથો સાથ મંત્રાલય તરફથી સ્પષ્ટીકરણની પણ રાહ જોઈ રહી છે.