૪ મે થી ફરી એકવાર જનજીવન ગતિ પકડશે, જાણો સેંટ્રલ ગવર્નમેંટનો પ્લાન

દેશભરમાં કોરોના વાયરસનાં વધતા જતા ખતરા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં ૩ મેના લોકડાઉનની અવધિ ખતમ થઇ રહી છે. તેવા સંકેત મળી રહ્યા છે કે કેન્દ્ર સરકાર ૪ મે થી ગ્રીન ઝોન વાળા વિસ્તારોમાં છૂટછાટની સીમાઓમાં વધારો કરી શકે છે. એટલે કે ૪ મેથી સામાન્ય જીવન ફરી એકવાર ગતિ પકડી શકે છે.

હકીકતમાં કોરોના વાયરસના ખતરાની વચ્ચે દેશના નામે સંબોધનમાં પહેલા નરેન્દ્ર મોદીએ “જાન હૈ તો જહાન હૈ” નો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ બીજી વખત જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “જાન ભી ઔર જહાન ભી” નો મંત્ર આપ્યો હતો. મતલબ કે બીજી વારમાં તેમનો ઇરાદો સ્પષ્ટ હતો કે જીવ બચાવવાનો છે અને જીવનને ગતિ પણ આપવાની છે.

એ જ કારણ છે કે સરકારે દેશને ગ્રીન, ઓરેન્જ અને રેડ જેવા અલગ-અલગ ઝોનમાં વહેંચી દીધેલ છે. જ્યાં સુધી કોરોનાની વેક્સિન નહીં મળી જાય ત્યાં સુધી લોકડાઉન રાખવામાં આવશે, જાણો સરકારી આવું શા માટે કહ્યું છે.

ગ્રીન ઝોન થી થશે શરૂઆત

કેન્દ્ર સરકાર કોરોના સાથે લડાઈની વચ્ચે હવે પોતાની રણનીતિ ઝડપથી બદલી રહી છે. જેના અંતર્ગત આગલા સપ્તાહ માં એટલે કે ૩ મે બાદ દેશના જિલ્લાઓને અલગ અલગ ઝોનમાં વહેંચી દેવામાં આવેલ છે. દેશમાં અત્યાર સુધીમાં જિલ્લા ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં બદલવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમાં પણ અમુક બદલાવ સંભવ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર જિલ્લાના ઝોનમાં હવે સંખ્યા, ડબલિંગ અને ટેસ્ટીંગને આધાર બનાવીને બદલાવ શક્ય છે. આપણે તેને સરળતાથી આ રીતે સમજીએ.

ગ્રીન ઝોન માટે આ શરત પૂરી કરવાની રહેશે

જો કોઈ જિલ્લામાં ૨૧ દિવસથી કોરોના વાયરસનો નવો કેસ આવતો નથી, તો તે ગ્રીન ઝોનમાં માનવામાં આવશે. પહેલા તેનો સમય ૨૮ દિવસ હતો.

૪ મે થી ઝોનમાં વહેંચાશે જિલ્લા

ચાર મેથી દેશના ૩૧૯ જિલ્લાને ગ્રીન ઝોનમાં રાખવામાં આવેલ છે. મતલબ કે અહીંયા સ્થિતિ નિયંત્રણમાં છે. વળી ૨૮૪ જિલ્લાને ઓરેંજ ઝોનમાં રાખવામાં આવેલ છે, મતલબ કે અહીંયા પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે પરંતુ બદલી શકે છે. વળી ૧૩૦ જિલ્લાને રેડ ઝોનમાં રાખવામાં આવેલ છે, મતલબ કે અહીંયા સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

રેડ ઝોનમાં મહાનગરો

સ્વાસ્થ્ય મંત્રાલય દેશના મહાનગરોને રેડ ઝોનમાં રાખેલ છે. તેના અનુસાર દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ સામેલ છે. તે સિવાય મોટા શહેરોમાં અમદાવાદ, સુરત, બેંગલુરુ, હૈદરાબાદ પણ રેડ ઝોનમાં સામેલ છે.

આ દુકાનોને મળશે મંજૂરી

૪ મે થી જીવનને ફરીથી ગતિમાં લાવવા માટે ઘણી દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી શકે છે. જેમાં મોબાઇલ ફોન્સ, ઇલેક્ટ્રોનિક, ઈલેક્ટ્રીક, હાર્ડવેર, રીપેરીંગ શોપ, કપડાની દુકાન, રેસ્ટોરન્ટ, હેર કટીંગ સલૂન જેવી સેવાઓને પણ ખોલવાની પરવાનગી આપવામાં આવી શકે છે.

સામાજિક અંતર પણ લાગુ રહેશે

ભલે લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવે પરંતુ સામાજિક અંતર જેવા નિયમોનું પણ સખતાઈથી પાલન કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે પંજાબ સરકારે તો લોકડાઉનને બે સપ્તાહ સુધી વધારી દીધું છે. પરંતુ અહીંયા પણ ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય વેચવાવાળી બધી દુકાનોને ૫૦% સ્ટાફ અને અમુક શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી છે.