૯૯% લોકો મંદિરમાં પ્રવેશ કરતાં ની સાથે જ કરે છે આ મોટી ભુલ, તમે ક્યારેય આવી ભુલ ન કરતાં નહીંતર બધા જ પુણ્ય ધોવાઈ જશે

બધા લોકો પોતાના ઘરના મંદિરમાં તો પુજા કરે છે. સાથો સાથ લોકો ભગવાનનાં દર્શન અને તેમના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં જાય છે. મંદિર અથવા કોઈપણ દેવાલયને ખુબ પવિત્ર માનવામાં આવે છે. મંદિરમાં જઈને વ્યક્તિ શાંતિનો અનુભવ કરે છે. સનાતન ધર્મમાં ભગવાનના દર્શનનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે. પરંતુ મંદિરમાં જઈને આપણે અમુક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ઘણી વખત આપણે મંદિરમાં જઈને જાણતા-અજાણતા માં અમુક ભુલો કરીએ છીએ, જેનાથી આપણને મંદિરમાં જવાનું પુર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. એટલા માટે મંદિર અથવા કોઈપણ દેવસ્થાનો પર જતાં સમયે અમુક વિશેષ વાતોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ.

મોટાભાગે મંદિરમાં વધારે ભીડ હોવા પર લોકો ભગવાનનાં દર્શન કરવા માટે એક બીજાની આગળ જઈને ઊભા રહી જતા હોય છે. એવું બિલકુલ પણ કરવું જોઈએ નહીં. મંદિરમાં હંમેશા ભક્તિભાવની સાથે જવું જોઈએ. મંદિર ભગવાનના દર્શન અને એક શાંતિ પ્રાપ્ત કરવાનું સ્થાન છે, એટલા માટે ત્યાં જઈને શાંતિપુર્વક આરામથી પુજા કરવી જોઈએ.

જ્યારે મંદિરમાં જઈએ છીએ તો મોટાભાગે લોકો પરિક્રમા પણ કરે છે, પરંતુ ઘણી વખત જાણકારી ન હોવાને લીધે લોકો ખોટી રીતે પરિક્રમા કરે છે, જે બિલકુલ પણ યોગ્ય નથી. જ્યોતિષાચાર્ય અનુસાર પરિક્રમા હંમેશા ડાબા હાથથી શરૂ કરવી જોઇએ અને ફરીને જમણા હાથ તરફ પરિક્રમા સમાપ્ત કરવી જોઈએ. શિવલિંગ ની પરિક્રમા કરતાં સમયે ધ્યાન રાખવું કે જે જગ્યાએથી પાણી વહી રહ્યું હોય, તેને ક્યારેય પણ ઓળંગવી જોઈએ નહીં.

મંદિર જતા સમયે ચામડાનો બેલ્ટ અથવા ચામડામાંથી બનેલ કોઈપણ સામાન મંદિરની અંદર લઈ જવો જોઈએ નહીં. તેની પાછળ ધાર્મિક કારણ એવું છે કે ચામડું જાનવરોની ચામડી માંથી બનાવવામાં આવે છે, જેના કારણે ચામડાને અશુભ માનવામાં આવે છે. પુજાનાં સ્થાન અથવા પુજામાં કોઈપણ પ્રકારના ચામડાની વસ્તુ વર્જિત માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે મંદિરમાં ક્યારેય પણ ભગવાનની મુર્તિની એકદમ સામે ઊભા રહેવું જોઈએ નહીં. મંદિરમાં લગાવવામાં આવેલી પ્રતિમાઓ વિભિન્ન મંત્રોથી અભિમંત્રિત હોય છે. સાથો સાથ ભગવાનની પ્રતિમા માંથી તેજ ઉર્જા નીકળે છે, જેને સાધારણ મનુષ્ય સહન કરી શકતો નથી.

મંદિરમાં જઈને લોકો ઇશ્વરને પ્રાર્થના કરે છે અને સમસ્ત ચીજોને ભુલીને ફક્ત ઈશ્વરમાં ધ્યાન લગાવે છે. એટલા માટે મંદિરમાં ક્યારેય પણ જોર-જોરથી બોલવું જોઈએ નહીં અને હસવું પણ જોઈએ નહીં. તેનાથી અન્ય લોકોની પુજામાં અડચણ ઊભી થાય છે અને તમને પણ મંદિર જવાનું પુર્ણ ફળ મળતું નથી.