ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ દિશામાં પાણીનું માટલું રાખવાથી કોથળા ભરાઈ જાય એટલા પૈસા આવે છે

માટીનો ઘડો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને દુર કરી શકે છે. ફ્રીજ અને વોટર કુલર ના સમયમાં ઘણા લોકો આજે પણ માટલાના પાણીનું સેવન કરે છે. અમુક લોકો ને ભીની માટીની સુગંધ પણ ખુબ જ પસંદ આવતી હોય છે. તેવામાં તે લોકોને જણાવી દઈએ કે માટલા સાથે જોડાયેલા અમુક વાસ્તુશાસ્ત્રના ઉપાય પણ છે, જે ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દુર કરી શકે છે અને ખુશહાલી લાવે છે. તેવામાં આ ઉપાય વિશે તમને જાણકારી જરૂરથી હોવી જોઈએ. આજનો અમારો આ લેખ આ વિષય ઉપર છે. આજે અમે તમને પોતાના આ લેખના માધ્યમથી જણાવીશું કે માટીના ઘણા સાથે જોડાયેલા વાસ્તુશાસ્ત્રના ઉપાય શું છે.

તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીથી ભરેલ માટલું રાખવા માટે ઉત્તર દિશાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી તમને ઉત્તર દિશા સાથે સંબંધિત શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તમારી ઉપર વરુણદેવના આશીર્વાદ હંમેશા જળવાઈ રહે છે. સાથોસાથ તમને કોઈ પણ પ્રકારનો ભય પરેશાન કરતો નથી. એટલે કે તમને કોઈ પણ ચીજનો ડર લાગતો નથી.

તમને જણાવી દઈએ કે પરિવારમાં તેનો સૌથી વધારે લાભ પરિવારના નાના દીકરાને મળે છે. જો સ્વાસ્થ્યના સંદર્ભમાં વાત કરવામાં આવે તો ઉત્તર દિશામાં પાણી સાથે સંબંધિત ચીજો રાખવાથી આપણા શરીરમાં સૌથી વધારે લાભ કાનને મળે છે. તેનાથી આપણી સાંભળવાની ક્ષમતા મજબુત બને છે. ઉત્તર દિશામાં પાણીનું માટલું રાખવાથી સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલ છે કે ઘરમાં પાણીનું માટલું ક્યારેય પણ ખાલી રાખવું જોઈએ નહીં. માટી નો ઘડો હંમેશા પાણીથી ભરેલો જરૂરથી રાખવો જોઈએ. વળી માટલાનો ઉપયોગ સમાપ્ત થયા બાદ તેને ઉલટો રાખવો જોઈએ. જે લોકો હંમેશા તણાવગ્રસ્ત રહે છે અથવા તો માનસિક રોગથી પરેશાન છે, તેમણે માટલામાં છોડ અવશ્ય લગાવો જોઈએ અને તેને દરરોજ પાણી આપવું જોઈએ.

જો તમારા ઘરમાં પૈસાની તંગી રહે છે, ઘરમાં તણાવ રહે છે, વેપાર સારો ચાલી રહ્યો ન હોય તો પાણીના માટલા ની આગળ ઘી નો દીવો અવશ્ય પ્રગટાવો. તેનાથી ઘરમાં રહેલ પૈસા સાથે સંબંધિત દરેક પ્રકારની પરેશાની દુર થાય છે. કહેવામાં આવે છે કે ઘરમાં પાણીનું માટલું રાખવાથી સંબંધોમાં પણ પાણીના માટલા જેવી સુગંધ આવે છે. એટલે કે સંબંધો મજબુત બને છે.