આ બોર્ડરથી આગળ ૧૦૦ વર્ષથી કોઈ માણસ કે જાનવર ગયેલ નથી, એવા ખતરનાક બોર્ડ લગાવેલ છે કે કોઈ હિંમત જ નથી કરતું

દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે નિર્જન છે, પરંતુ રહસ્યમય લાગે છે. વળી આવી જગ્યા પર મોટા ભાગે લોકો જતા નથી. કારણ કે તેની સાથે જોડાયેલી ઘણી ડરામણી કહાનીઓ પ્રચલિત છે. આજે અમે તમને આવી જ એક જગ્યા વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે બિલકુલ નિર્જન છે. અહીંયા કોઈ પણ આવતું જતું નથી. હકીકતમાં ૧૦૦ વર્ષ પહેલાં આ જગ્યા પર લોકો રહેતા હતા. પરંતુ બાદમાં બનેલી એક ઘટનાને લીધે હવે અહીંયા કોઈ આવતું નથી. વળી આ જગ્યા પર જાનવરોના જવા ઉપર પણ પ્રતિબંધ છે. આ જગ્યા ફ્રાન્સનાં ઉત્તર પુર્વીય વિસ્તારમાં સ્થિત છે. અહિયાં લોકોના નહીં આવવા પાછળનું કારણ ખતરનાક છે, જે ખુબ જ આશ્ચર્યજનક છે.

આ જગ્યાનું નામ “ઝોન રોગ” છે. આ એટલી ખતરનાક છે કે ત્યાં જગ્યાએ જગ્યાએ ડેન્જર ઝોન નાં બોર્ડ લખેલા છે. આવું એટલા માટે કારણ કે જો કોઈ ભુલથી પણ આ જગ્યાની આસપાસ આવી ગયું તો તે બોર્ડ વાંચીને આગળ વધવાની કોશિશ કરતું નથી. જોકે આ જગ્યાને ફ્રાન્સની અન્ય જગ્યાઓથી અલગ રાખવામાં આવેલ છે, જેથી અહીંયા કોઈ આવી ન શકે.

આ જગ્યાને “રેડ ઝૉન” નાં નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા આ વિસ્તારમાં કુલ ૯ ગામ હતા, જ્યાં લોકો રહેતા હતા અને ખેતી કરીને પોતાનું જીવન પસાર કરતા હતા. પરંતુ વિશ્વ યુદ્ધ દરમ્યાન આ જગ્યા પર એટલા બોમ્બ પડ્યા હતા કે આ સંપુર્ણ વિસ્તાર વિનાશ પામ્યો. ઘણા લોકો માર્યા ગયા અને આ જગ્યા રહેવાલાયક બચી નહીં.

કહેવામાં આવે છે કે આ સમગ્ર વિસ્તારમાં ભારે માત્રામાં કેમિકલયુક્ત યુદ્ધ સામગ્રી ફેલાયેલી છે, જેના કારણે અહીંની જમીન ઝેરીલી બની ગઈ છે. એટલું જ નહીં અહીંના પાણીમાં પણ જીવલેણ તત્વ મળેલ છે. જોકે આ વિસ્તાર ખુબ જ મોટો છે અને આ સમગ્ર વિસ્તારની જમીન અને પાણીને કેમિકલ મુક્ત બનાવવા શક્ય નથી એટલા માટે ફ્રાંસ સરકારે અહીંયા પર લોકોના આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

વર્ષ ૨૦૦૪માં અહીંયા ની માટી અને પાણી ની તપાસ કરવામાં આવી હતી, જેમાં ભારે માત્રામાં આર્સેનિક મળી આવ્યું હતું. આર્સેનિક એક એવો ઝેરી પદાર્થ છે જેની થોડી માત્રા પણ જો ભુલથી વ્યક્તિના મોઢામાં ચાલી જાય તો થોડી કલાકોમાં જ તે પોતાનો જીવ ગુમાવી બેસે છે.