આ બોલીવુડ કલાકારોનાં ઘરવાળા જીવે છે બિલકુલ સિમ્પલ લાઇફ, રહે છે લાઈમલાઇટ થી દુર, જુઓ તસ્વીરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ સામાન્ય રીતે તો ઘણી ઝાકઝમાળ માટે જાણીતું છે, પરંતુ પડદા પાછળ ઇન્ડસ્ટ્રીઝનાં સ્ટાર્સનું પોતાની એક સાધારણ જિંદગી હોય છે. એટલું જ નહીં ઘણા સ્ટાર્સ તો એવા છે કે જેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ખૂબ જ સાધારણ છે. તેવામાં આ સાધારણ પરિવારોથી આવતા સ્ટાર્સે પોતાની મહેનતના દમ પર બોલિવુડમાં દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

બોલિવૂડ કારકિર્દીમાં શિખર સુધી પહોંચી અને પ્રસિદ્ધિ મેળવ્યા છતાં પણ આ સ્ટાર્સ પોતાના પરિવાર સાથે ખૂબ જ જોડાયેલા છે. વળી આ સ્ટાર્સનાં પરિવારનાં લોકો આજે પણ એક સાધારણ લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે. તો ચલો જણાવીએ કયા છે તે સ્ટાર્સ, જેમનો ફેમિલી બેગ્રાઉન્ડ સાધારણ છે, પરંતુ તેઓએ ખૂબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે.

પંકજ ત્રિપાઠી

અનેક ફિલ્મો અને વેબ સીરીઝ જેમકે મિરઝાપુર, સેક્રેડ ગેમ્સમાં પોતાની જબરજસ્ત એક્ટિંગથી પ્રસિદ્ધ પંકજ ત્રિપાઠી આ લિસ્ટમાં પહેલા નંબર પર આવે છે. તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ ખૂબ જ સાધારણ રહ્યું છે. તે બિહારનાં એક નાના ગામ ગોપાલગંજ થી આવ્યા છે. તેવામાં તેમણે ખૂબ જ સ્ટ્રગલ પછી બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે.

જણાવી દઈએ તો તેમના પિતા એક સામાન્ય ખેડૂત છે અને આજે પણ તે ખેતી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. મીડિયા રિપોર્ટની માનીએ તો પંકજ ત્રિપાઠીનાં માતા-પિતા પાસે આજે પણ ટીવી નથી અને તેમણે હજુ સુધી પંકજ ત્રિપાઠીની કોઈ ફિલ્મ જોઈ નથી.

મનોજ બાજપાઈ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં મનોજ બાજપાઈને આજે કોઈ ઓળખની જરરીયાત નથી. ગેંગ્સ ઓફ વાસેપુર સહિત અનેક ફિલ્મોમાં ખૂબ જ શાનદાર એક્ટિંગ કરી તેમણે બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. કહેવામાં આવે છે કે મનોજ બાજપાઈની રગે-રગ માં એક્ટિંગ છે. હાલમાં જ તે આવેલી એક વેબ સીરીઝ ફેમિલી મેન માં તેમણે ખૂબ જ પ્રસિદ્ધિ મળી છે.

જણાવી દઈએ તો મનોજ બાજપાઈ પણ બિહારથી આવેલા છે, પરંતુ બોલિવૂડમાં આવ્યા પછી તેમણે મુંબઇમાં પોતાનું ઘર ખરીદ્યું છે. પરંતુ મનોજનાં પિતા આજે પણ ગામડામાં જ રહે છે.

અનુષ્કા શર્મા

પોતાની ખુબ જ સુંદર એક્ટિંગ કરતી અનુષ્કા શર્મથી કોઈ અજાણ નથી. અનુષ્કાએ અનેક ફિલ્મોમાં પોતાની એક્ટિંગ થી બધાના દિલ જીત્યા છે. અનુષ્કા બોલિવૂડની સૌથી સારી એક્ટ્રેસનાં લિસ્ટમાં ટોપ પર રહે છે.

પરંતુ અનુષ્કા શર્માનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ખૂબ જ સાધારણ છે. તેમના પિતા એક ઇન્ડિયન આર્મી ઓફિસર હતા, પરંતુ અત્યારે તે રિટાયર થઈ ગયા છે. જણાવી દઈએ તો અનુષ્કાની ફેમિલી ની ખૂબ જ સિમ્પલ લાઇફ સ્ટાઇલ છે.

આર માધવન

થ્રી ઈડિયટ્સ સહિત અનેક સારી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરતા આર માધવનનો પરિવાર ખૂબ જ સિમ્પલ લાઇફ સ્ટાઇલ ફોલો કરે છે. જણાવી દઈએ તો આર માધવનનાં પિતા રંગનાથન શેષાદ્રી ટાટા સ્ટીલ કંપનીમાં મેનેજમેન્ટ એમ્પ્લોયી રહી ચુક્યા છે અને તે ખૂબ જ સાધારણ જિંદગી જીવવું પસંદ કરે છે.

બિપાશા બાસુ

બિપાશા બાસુની લાઇફ સ્ટાઇલ ભલે ગ્લેમરસ હોય પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે બિપાશા જેટલી વધારે સ્ટાઇલિશ અને હાઇ પ્રોફાઇલ લાઇફ સ્ટાઇલ ફોલો કરે છે, તેમનું ફેમિલી એટલી જ સાધારણ જિંદગી જીવવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે બિપાશાનાં પિતા હીરા બસુ વ્યવસાયથી સિવિલ એન્જિનિયર છે અને તે ખૂબ જ સિમ્પલ જીવન જીવે છે.