આ છે KBC-12 નાં રજિસ્ટ્રેશનનો સૌથી અઘરો સવાલ, ૯૦% લોકો જવાબ આપવામાં થયા છે ફેલ, કોમેન્ટમાં તમે પણ જવાબ આપો

કોન બનેગા કરોડપતિની બારમી સીઝન કેબીસી-૧૨ ખૂબ જ જલ્દી ચાલુ થવાની છે. કેબીસી એક એવો શો છે, જેમાં ભાગ લેવાનો કરોડો લોકો સપના જુએ છે. પરંતુ તેમાં કંઈક ખાસ અને ઈન્ટેલીજન્ટ અને લકી લોકોને અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસવા મળે છે. આ શો એક કરોડની અધિકતમ પ્રાઇઝ મની થી શરૂ થયો હતો. લાસ્ટ સીઝનમાં તે રકમ વધીને ૭ કરોડ થઇ છે. એવું કહેવામાં આવે છે કે આ સીઝનમાં તે રકમ એટલી જ રહેશે. કેબીસીમાં જવું એટલું સરળ નથી તેની એક લાંબી પ્રોસેસિંગ હોય છે. તે પ્રોસેસ પ્રક્રિયાની પહેલી ચીજ હોય છે રજીસ્ટ્રેશન.

ચાલુ થયું કેબીસી-૧૨નું રજીસ્ટ્રેશન

કેબીસી-૧૨ સિઝનમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. આ સિઝનમાં ભાગ લેવા માટે તમારે અમુક ખાસ સવાલોના જવાબ આપવા પડે છે. આ કડીમાં ગયા ગુરુવારે રજીસ્ટ્રેશનનો ૧૩ મો પ્રશ્ન પૂછવામાં આવ્યો. આ સવાલ દરેક સવારથી ખૂબ જ કઠિન માનવામાં આવી રહ્યો છે. આ સવાલનો સંબંધ શરીરનાં અંગ સાથે છે.

આ છે સૌથી મુશ્કેલ સવાલ

અમિતાભ બચ્ચને આ વખતે કેબીસી-૧૨ ની પ્રક્રિયા માટે દર્શકોને આ પ્રશ્ન પૂછ્યો – આમાંથી શું હાડકા થી બનેલું હોય છે.

  • (એ) વાલરસનાં દાંત
  • (બી) ગેંડાના શીંગડા
  • (સી) હરણનાં શિંગડાની શાખાઓ
  • (ડી) હાથીનાં દાંત.

જવાબ મોકલવાની રીત

કેબીસી બહારના રજિસ્ટ્રેશનમાં પૂછવામાં આવેલા સવાલના જવાબ આપવાની દરેક એક સીમા હોય છે. આ સમયે સીમાથી પહેલા જવાબ આપવાના બે રીત છે. પહેલો એસએમએસથી અને બીજો સોની લીવ એપ થી. એસએમએસ થી જવાબ આપવા માટે તમારે મોબાઇલમાં મેસેજ સેક્શનમાં કેબીસી {સ્પેસ} તમારો જવાબ (એ, બી, સી અને ડી) {સ્પેસ} ઉમર {સ્પેસ} લિંગ (પુરુષ માટે M, મહિલાઓ માટે F અને અન્ય માટે O) લખીને ૫૦૯૦૯૩ પર મોકલવાનો રહેશે. જો તમે સોની લીવ એપ થી જવાબ મોકલો છો, તો સૌથી પહેલા સોની લીવ એપ લોગિન કરવાનું રહેશે. ત્યાર બાદ તમારું નામ, ઉંમર અને સાચો જવાબ સેન્ડ કરી દેવો. જે લોકોનો જવાબ સાચો હશે તેમનો કોમ્પ્યુટર દ્વારા સીલેકશન થશે. અને તે નેક્સ્ટ રાઉન્ડ માટે ઇન્વાઇટ કરવામાં આવશે.

કેબીસી સિલેક્શન પ્રક્રિયા

સાચો જવાબ આપ્યા પછી જે કંઈપણ લોકો શોર્ટ લિસ્ટેડ હોય છે તેમને સોની લીવ એપ દ્વારા એક જનરલ નોલેજ પરીક્ષા આપવી પડે છે. તેની સાથે તમારે એક વીડિયો પણ મોકલવાનો હોય છે. મતલબ પહેલા તમારું રજીસ્ટ્રેશન થાય છે પછી ઓનલાઈન જનરલ નોલેજ ટેસ્ટ પછી ઓડિશન અને વિડિયો પ્રસ્તુતિ અને અંતમાં ઇન્ટરવ્યૂ. જણાવી દઈએ તો ઇન્ટરવ્યૂ વીડિયો કોન્ફરન્સથી જ થશે. ત્યારબાદ અંતિમ સ્પર્ધકોનું એક લીસ્ટ રજુ થશે. અંતમાં જે સ્પર્ધકને “ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ” રમવાનો અવસર મળશે તેને સુચના આપવામાં આવશે.

વળી, તમે અત્યાર સુધી આ સવાલોના કેટલા સાચા જવાબ આપ્યા છે, તે અમને કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવો. અમે પણ તમને KBC સેક્શનમાં સફળ થવાની ખૂબજ શુભકામનાઓ આપીએ છીએ.