એક્ટીવા ની કિંમતમાં લોન્ચ થયું ઇલેક્ટ્રિક સ્કુટર, એક વખત ચાર્જ કરવા પર ૨૫૦ કિલોમીટર ચાલશે

જો તમે ઈલેક્ટ્રીક સ્કુટર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે ખુબ જ સારા સમાચાર છે. બજારમાં એક નવું ઈલેક્ટ્રીક સ્કુટર લોન્ચ કરવામાં આવેલ છે, જેની કિંમત અન્ય ઈલેક્ટ્રીક સ્કુટરની સરખામણીમાં ખુબ જ ઓછી છે. જો તમે ટુ-વ્હીલર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમારા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ઓકાયા ગ્રુપના ઇલેક્ટ્રિક વ્હિકલ ડિવિઝન Okaya EV એ ભારતમાં ફ્રીડમ સિરીઝમાં ૨ ઈલેક્ટ્રીક સ્કુટર Okaya Freedum LA2 અને Okaya Freedum LI2 લોન્ચ કરેલા છે. જે શાનદાર લુક અને પાવરફુલ ફીચરથી સજ્જ છે. વીતેલા જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં કંપની ૩ ઇલેક્ટ્રિક સ્કુટર લોન્ચ કરી ચુકી છે અને હવે ફ્રીડમ સીરિઝ દ્વારા તે ગ્રાહકોને ઓછી કિંમતમાં સ્ટાઇલિશ લુક અને સારી બેટરી રેન્જ ઓફર કરી રહી છે. તો ચાલો હવે તેની કિંમત અને ખાસિયત તેની સાથોસાથ બેટરી રેન્જ અને ટોપ સ્પીડ સહિત અન્ય જાણકારી વિશે માહિતી મેળવીએ.

પ્રાઈઝ અને કલર વેરિએન્ટ

ઉકાય ફ્રીડમ ઈલેક્ટ્રીક સ્કુટર ને ભારતમાં ૬૯,૯૯૯ રૂપિયાની શરૂઆત કિંમતમાં લોન્ચ કરવામાં આવેલ છે. ઓકાયા ફ્રીડમ સિરીઝમાં આ સ્કુટરને વ્હાઇટ, રેડ, બ્લુ, બ્લેક, ગ્રીન, યલો અને ગ્રે કલર સહિત ૧૨ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવેલ છે. ઓકાયા ફ્રીડમ ઈલેક્ટ્રીક સ્કુટર લેડ એસીડ બેટરી અને લિથિયમ આયન ફોસ્ફેટ બેટરી બંને અંતર્ગત ૪ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે તે ૧૦૦% મેડ ઈન ઈન્ડિયા સ્કુટર છે. કંપની આવનાર સમયમાં વધારે પાવરફુલ ઈલેક્ટ્રીક સ્કુટર અને બાઇક લોંચ કરવાની છે. જેની બેટરી રેન્જ પણ ખુબ જ જબરજસ્ત હશે. ગ્રુપના એમડી અનિલ ગુપ્તા નું કહેવું છે કે અમે લોકોને હાઈ કોલેટી અને એફોર્ડેબલ ઈલેક્ટ્રીક સ્કુટર આપવાની કોશિશ કરી રહ્યા છીએ.

Okaya Freedum LI2 Features And Battery Range

Okaya Freedum LI2 ઇલેક્ટ્રિક મોટર, પાવર અને ખાસિયત ની વાત કરવામાં આવે તો તેમાં ૨૫૦ વોટ ની BLDC હબ મોટર લગાવેલી છે. તેમાં 48V 30Ah ની બેટરી લગાવવામાં આવેલ છે. જેને કંપનીના દાવા અનુસાર સિંગલ ચાર્જમાં ૭૦ કિલોમીટર સુધી ચલાવી શકાય છે. તેની બેટરીને તમે ઘરે પણ ફુલ ચાર્જ કરી શકો છો અને તેમાં ૪-૫ કલાકનો સમય લાગશે. ઓકાયાનાં ઈલેક્ટ્રીક સ્કુટર ની ટોપ સ્પીડ ૨૫ કિલોમીટર પ્રતિ કલાક છે. અન્ય ખુબીઓની વાત કરવામાં આવે તો તેમાં ડિજિટલ ડિસ્પ્લે, ડિસ્ક ફ્રંટ બ્રેક, ડ્રમ રિયર બ્રેક, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેન્શન, મોનોસ્કોપીક સસ્પેન્શન, એલઇડી હેડલેમ્પ,  એલઇડી ડીઆરએલ, રીમોટ લોક/અનલોક અને વ્હીલ લોક જેવા ફીચર્સ છે.

Okaya Freedum LA2 Features And Battery Range

Okaya Freedum LA2 ની ખુબીઓની વાત કરવામાં આવે તો તેમાં પણ 250 watt ની BLDC હબ મોટર અને 48V 28Ah બેટરી લગાવવામાં આવેલ છે. કંપનીના દાવા અનુસાર આ ઇલેક્ટ્રિક સ્કુટરને સિંગલ ચાર્જ પર ૫૦-૬૦ કિલોમીટર સુધી ચલાવી શકાય છે. તેની બેટરી ફુલ ચાર્જ થવામાં ૮-૧૦ કલાકનો સમય લે છે. ઓકાયા ફ્રીડમ સિરીઝના આ ઈલેક્ટ્રીક સ્કુટર ની ટોપ સ્પીડ ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની છે. અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો ડિજિટલ ડિસ્પ્લે, ડિસ્ક ફ્રંટ બ્રેક, ડ્રમ રિયર બ્રેક, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેન્શન, મોનોસ્કોપીક સસ્પેન્શન, એલઇડી હેડલેમ્પ,  એલઇડી ડીઆરએલ, રીમોટ લોક/અનલોક અને વ્હીલ લોક જેવા ફીચર્સ છે.