બાબા વેંગાની વર્ષ ૨૦૨૧ની ભવિષ્યવાણીને લઈને ગભરાઈ ગયા લોકો, ૨૦૨૧માં આવશે આ મોટી આફતો

વર્ષ ૨૦૨૦ ખતમ થવા માં બસ હવે ગણતરીના જ દિવસો બચ્યા છે અને આ વર્ષે કોરોના મહામારીનાં વિનાશ સામે ઝઝૂમી રહેલ સમગ્ર દુનિયાને નવા વર્ષ ૨૦૨૧માં કંઈક સારું બનવાની અપેક્ષા છે. પરંતુ એક ભવિષ્યવાણી થી દુનિયાભરના લોકો ફરીથી ભયભીત બની ગયા છે. હકીકતમાં બાલ્કાનનાં નાસ્ત્રેદમસ તરીકે ઓળખાતા બુલ્ગેરિયાનાં એક રહસ્યવાદી ભવિષ્યવક્તા બાબા વેંગાએ ૨૦૨૧ને લઈને ઘણી ભવિષ્યવાણી કરી છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે કે વર્ષ ૨૦૨૧ પણ માનવતા માટે સૌથી ખરાબ વર્ષ સાબિત થવાનું છે.

તેમણે પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૧ માં સમગ્ર દુનિયા પ્રલય અને ગંભીર આફતોનો સામનો કરશે. એક મોટો ડ્રેગન (ચીન તરફ ઈશારો) માનવતા માટે ખતરો બનશે. તે સિવાય ઇંધણની કમીનો પણ સામનો કરવો પડશે. તેના કારણે ટ્રેનો સૂર્યપ્રકાશ દ્વારા હવામાં ઉડશે. જણાવી દઈએ કે આ પહેલા બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણી કરી છે, જે બિલકુલ સચોટ સાબિત થઈ છે. તેમણે ૯/૧૧ નો હુમલો, બ્રેક્ઝિટ સંકટ, નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી બનવું, સોવિયત સંઘનું તૂટવું, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ, શર્નોબિલ ઘટના જેવી ભવિષ્યવાણી કરી છે, જે બિલકુલ સાચી સાબિત થઈ છે. મહત્વપૂર્ણ છે કે ૮૬ વર્ષની ઉંમરમાં ૧૯૯૬માં બાબા વેંગા દુનિયાને અલવિદા કહી ચુક્યા છે.

યુરોપ પર હુમલો કરશે ઈસ્લામિક કટ્ટરપંથી

બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે વર્ષ ૨૦૨૧ યુરોપીયન દેશો માટે ખૂબ જ ખરાબ રહેશે. યુરોપની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થશે. તે સિવાય ઈસ્લામિક કટ્ટરપંથી યુરોપ ઉપર હુમલો કરશે. તેમણે કહ્યું હતું કે લોકોની ચેતનામાં બદલાવ આવશે, જેના કારણે લોકો ધાર્મિક માન્યતાઓના આધાર પર વિભાજિત થવાના સંકેત મળી રહ્યા છે.

તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુનિત માટે પણ ભવિષ્યવાણી કરી છે. બાબા વેંગાનાં જણાવ્યા અનુસાર, ટ્રમ્પ એક રહસ્યમય બિમારીથી ગ્રસ્ત થવાને કારણે બહેરા બની જશે અને તેમને બ્રેઇન ટ્રોમા થશે. તો વળી પુતિન પર તેમના જ દેશનો કોઇ વ્યક્તિ જીવલેણ હુમલો કરશે.

મળી જશે કેન્સરનો ઈલાજ

બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે ૨૦૨૧ વર્ષ માં ઘણું બધું નકારાત્મક થશે, પરંતુ બીજી તરફ ઘણી અપેક્ષાઓ પણ છે. દુનિયાને ૨૦૨૧માં ખતરનાક જીવલેણ બીમારી કેન્સરનો ઈલાજ મળી જશે. જણાવી દઈએ કે તેમણે પોતાના મૃત્યુની ભવિષ્યવાણી પણ કરી હતી. સાથોસાથ એવું પણ કહ્યું હતું કે બ્રહ્માંડ ૫૦૭૯માં ખતમ થઇ જશે.