બજરંગ બલીનું એક એવું મંદિર જેનો પ્રસાદ ઘરે લઈ જવાની પરવાનગી નથી, જો મંદિરની બહાર લઈ ગયા તો….

હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે તો ૩૩ કોટિ દેવી-દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ તેમાંથી બે નામ એવાં છે. જેમને એકબીજાનાં પુરક માનવામાં આવે છે. જી હાં, મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ અને બજરંગ બલી એકબીજાના પુરક માનવામાં આવે છે અને જ્યાં પ્રભુરામ હશે, ત્યાં ભગવાન હનુમાનજી પણ જરૂર મળશે. જણાવી દઈએ કે બજરંગ બલીને અનેક નામોથી પણ બોલાવવામાં આવે છે. ક્યાંક તેમને ભગવાન હનુમાન તો ક્યાંક સંકટમોચન કહેવામાં આવે છે. એટલું જ નહીં ભારતમાં ભગવાન રામનાં સૌથી મોટા ભક્ત બજરંગ બલીનાં ઘણા પ્રસિદ્ધ મંદિર છે અને માન્યતા છે કે હનુમાનજીની પુજા કરવાથી ભક્તોનાં બધા કષ્ટ દુર થઈ જાય છે.

મહત્વપુર્ણ છે કે એવું જ એક બજરંગ બલીનું પ્રસિદ્ધ મંદિર રાજસ્થાનનાં દૌસા માં સ્થિત છે. જેને “મેહંડીપુર બાલાજી મંદિર” નાં નામથી ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે આ મંદિર રાજસ્થાનનાં દૌસા નાં બે પહાડની વચ્ચે સ્થિત છે અને આ મંદિરમાં આખું વર્ષ ભક્ત આવે છે અને અહીંથી ખુશ થઈને જાય છે.

નેહા મેહંડીપુર બાલાજી મંદિરમાં મહાબલી હનુમાનજી પોતાના બાળ રૂપમાં વિરાજમાન છે અને તેની સામે ભગવાન રામ અને માતા સીતાની પ્રતિમા સ્થાપિત છે. જણાવવામાં આવે છે કે અહીં આવનારા ભક્તો માટે એક ખાસ નિયમ છે. આ નિયમ અનુસાર, દર્શનના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાં ભક્તોએ કાંદા, લસણ, નોનવેજ, દારૂ વગેરેનું સેવન બંધ કરી દેવું જોઈએ.

એટલું જ નહીં ધાર્મિક માન્યતા પ્રમાણે એવી માન્યતા છે કે મેહંડીપુર બાલાજી મંદિરમાં હનુમાનજીનાં દર્શન પછી બીજા વિઘ્ન થી લોકોને મુક્તિ મળી જાય છે અને તેનાથી છુટકારો મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચે છે. જણાવી દઈએ કે અહીં પર પ્રેતરાજ સરકાર અને ભૈરવ બાબાની પ્રતિમા પણ સ્થાપિત છે. દરરોજ પ્રેતરાજ સરકારનાં દરબારમાં કીર્તન કરવામાં આવે છે. આ ૨ વાગ્યે થાય છે. અહીં પર લોકોની રહેલો પડછાયો દુર કરવામાં આવે છે. વળી કહેવામાં પણ આવે છે કે હનુમાનજીનાં આ મંદિરમાં દર્શન કર્યા બાદ વ્યક્તિ પુરી રીતે સ્વસ્થ થઈને પરત આવે છે.

મંદિરનાં પ્રસાદને સાથે ન લઈ જવાની માન્યતા છે

જણાવી દઇએ કે મેહંદીપુર બાલાજી મંદિરનો એક બીજો નિયમ છે. માન્યતા છે કે અહીંના પ્રસાદને ન ખાઈ શકાય છે અને ન જ કોઈને આપી શકાય છે. તે સિવાય પ્રસાદને ઘરે પણ નથી લઇ જઇ શકાતો. તેવામાં પ્રસાદને મંદિરમાં જ ચઢાવવામાં આવે છે.

મહત્વપુર્ણ છે કે આ મંદિરથી કોઈપણ ખાવા-પીવાની વસ્તુ કે સુગંધિત વસ્તુને તમે ઘરે નથી લઇ જઇ શકતા. જો આવું કરવામાં આવે તો પડછાયો તમારા પર અને તમારા ઘરવાળા પર આવી શકે છે. એવી કિંવદંતી પ્રચલિત છે.