બાજુવાળી ભાભી (રાજુ ને) : રોજ રોજ જાતે કપડા ધોવો છો તો લગ્ન કેમ કરી નથી લેતા? રાજુ એ કપડા સુકવતા સુકવતા કઈક એવું કહ્યું કે ભાભી શરમાઈ ગયા

જોક્સ-૧

પત્ની : મારા ગામમાં જોરથી અવાજ કરવા વાળો રેડિયો સૌથી પહેલા મારા પપ્પા લાવ્યા હતા.

પતિ : અરે તારે તારી માં વિશે આવી વાત ના કરવી જોઈએ પાગલ.

(પતિનો કોઈ અતોપતો નથી.)

જોક્સ-૨

પત્ની : લગ્ન પહેલા તમે અને હું એકબીજાને જોવા માટે કેટલા બેબાકળા થઈ જતા હતા.

પતિ : એ જ જુની ભુલોને યાદ કરીને હું આજે પણ અફસોસ કરું છું.

હવે પતિના પગમાં ફ્રેક્ચર છે.

જોક્સ-૩

છાપાવાળા કમાલ કરે છે,

મોઢે દુપટ્ટો બાંધેલ છોકરીના ફોટા છાપી લખશે,

“શહેરમાં આજે રેકોર્ડબ્રેક ગરમી.”

અને જો કોઇ છોકરાને ચક્કર આવી પડી જાશે તો લખશે,

“પીધેલ હાલતમાં અજાણ્યો શખ્સ બેભાન.”

જોક્સ-૪

પતિ : તને મારામાં સૌથી સારી વાત કઈ લાગે છે?

પત્ની : સમય સાથે લોકો બદલાય છે, પણ તમે નથી બદલાતા.

પતિ : તે કેવી રીતે?

પત્ની : હું તમને મળી ત્યારે તમે બેરોજગાર હતા, અને આજે પણ બેરોજગાર છો.

પતિને સમજાયું નહિ કે પત્નીએ વખાણ કર્યા કે નિંદા કરી.

જોક્સ-૫

એક બાબાએ પોતાની સભામાં વાત કરી,

“પોતાની ભુલ કબૂલ કરે એ મર્દ કહેવાય, પણ સાચો હોવા છતાં ભુલ કબૂલ કરે તે પરણેલો કહેવાય.”

મોટા ભાગના પુરુષોની આંખમાં આંસુ આવી ગયા.

જોક્સ-૬

પત્ની : અડધો કલાકથી તમે પેલી છોકરીની સામે જોઈ રહ્યા છો, ગમી ગઈ હોય તો કહેજો.

પતિ : ગમી તો ગઈ છે પણ તને તો ખબર છે કે આપણા લગ્ન થઇ ગયા છે.

પત્ની (ગુસ્સામાં) : તો પછી તેને શું કામ જોયા કરો છો?

પતિ : આ તો તારા ભાઈ માટે જોવ છું. એણે મને કીધું હતું કે કોઈ સારી છોકરી હોય તો જોજો ને બનેવીલાલ.

કારણ કે તમે એક વાર છેતરાઈ ગયા છો અને છેતરાયેલો ગ્રાહક જ બીજી વાર સારી ખરીદી કરી શકે.

જોક્સ-૭

જ્યારથી કુતરાઓને ખબર પડી ગઈ છે કે,

હવે ૧૪ નહિ પણ ફક્ત ૩ અથવા ૧ જ ઇન્જેક્શન લેવા પડે છે,

ત્યારથી સાલાઓ કરડતા નથી પણ દોડાવે વધારે છે.

જોક્સ-૮

બાજુવાળી ભાભી (રાજુ ને) : રોજ રોજ જાતે કપડા ધોવો છો તો લગ્ન કેમ કરી નથી લેતા?

રાજુ એ કપડા સુકવતા સુકવતા કહ્યું,

મારી શક્તિ આટલા જ કપડા ધોવાની છે.

જોક્સ-૯

બકાએ રજાનું કારણ લખ્યું,

“બોથ સાઈડ વોમિટિંગ”

આ વાંચીને બધા ગોઠે ચડી ગયા પછી એકે કહ્યું,

અલ્યા ટોપા સીધે દઈશું લાખને “ઝાડા ઉલટી” થયા છે.

જોક્સ-૧૦

સૌથી વધુ હોશિયાર તો એ છે જે સંડાસમાં બેસતા પહેલા જ જોઈ લે છે કે,

નળમાં પાણી આવે છે કે નહિ.

બાકી સાયન્સ કોમર્સ તો કહેવાની વાત છે.

જોક્સ-૧૧

મેડમ : હા તો છોકરાઓ બોલો કાલે હું ક્યાં હતી?

ભુરો : મેડમ તમે કાલે ગણિતના સર જોડે ફિલ્મ હોવા ગયા હતા.

હું તમારી પાછળની લાઈનમાં જ હતો.

જોક્સ-૧૨

ડોક્ટર : તમારી પત્નીને હવે કેવું છે?

પપ્પુ : ઘણું સારું છે ડોક્ટર,

આજે સવારે તો તે મારી સાથે ઝગડી પણ ખરી.

જોક્સ-૧૩

પડોશણ : ધાણાજીરું છે?

રમેશ : ના નથી.

પડોશણ : ભાભીને પૂછી જુઓને, કદાચ એમને ખબર હોય.

રમેશ : ભાભીને શું તંબુરો ખબર હોય. એક મહિનાથી રસોડું હું જ સંભાળું છું.

જોક્સ-૧૪

ગોલુ : ઘોડી પર વરને જ કેમ બેસાડવામાં આવે છે, કન્યાને કેમ નહીં?

ભોલુ : વરને ઘોડી પર બેસીને ભાગી જવાની છેલ્લી તક આપવામાં આવે છે.

જોક્સ-૧૫

શિક્ષક : બાળકો મને કહો… દિવસે કયા સમયે તારા દેખાય છે?

એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો : જ્યારે થપ્પડ પડે છે ત્યારે.

જોક્સ-૧૬

પતિએ પત્નીને ખુબ જ પ્રેમથી કહ્યું :

કદાચ કે તું ગોળ હોત, તો ક્યારેક તો મીઠી વાણી બોલી હોત.

પત્ની : કદાચ તમે આદુ હોત, તો કસમથી થાકી જાઉં ત્યાં સુધી તમને પીસતી હોત.

પત્નીનો જવાબ સાંભળીને પતિ બેહોશ થઈ ગયો.