ભાગ્યશાળી લોકોને જ હનુમાનજીનો આ ખાસ આજે જાણવા મળશે, બસ ૧ વખત જાપ કરી લો એટલે બધા દુ:ખ દુર થઈ જશે

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત કરવામાં આવેલ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ સપ્તાહના પ્રત્યેક દિવસ કોઈને કોઈ ગ્રહ નું પ્રતિનિધિત્વ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળવાર અને શનિવારે ભગવાન હનુમાન અને શનિદેવ ને સમર્પિત કરવામાં આવેલ છે, તો વળી જ્યોતિષશાસ્ત્રમાં મંગળવારનો દિવસ મંગળ ગ્રહ અને શનિવારનો દિવસ શનિ ગ્રહ નું પ્રતિનિધિત્વ કરે છે. હિન્દુ શાસ્ત્ર અને જ્યોતિષ બંનેમાં જ શનિવાર અને મંગળવાર અને મહત્વપુર્ણ માનવામાં આવે છે. આ બંને દિવસે અમુક કાર્ય કરવા વર્જિત માનવામાં આવે છે. જો તમે આ કાર્ય કરો છો તો તમારે ઘણા પ્રકારની નુકસાની સહન કરવી પડે છે.

મંગળવારનો દિવસ બજરંગબલી નો દિવસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જો કોઇ આ દિવસે હનુમાનજીના પુજાપાઠ કરે છે તો તેની ઉપર હનુમાનજીની અપરંપાર કૃપાનો વરસાદ થાય છે. આ દિવસે હનુમાન ચાલીસા વાંચવાથી ભક્તોના જીવનમાં રહેલી તેમની દરેક સમસ્યાઓ દુર થઈ જાય છે અને ભક્તોને જીવનમાં કોઈ પીડા થતી નથી. જ્યોતિષી કહે છે કે જો સાચા મનથી હનુમાનજીની પુજા કરવામાં આવે તો મોટામાં મોટું સંકટ પણ દુર થઈ જાય છે.

આજે અમે તમારા માટે લાવ્યા છીએ હનુમાનજી ને ખુશ કરવા માટેનો ખાસ મંત્ર. આ મંત્ર નો જાપ કરવાથી હનુમાનજી અતિ પ્રસન્ન થાય છે. હનુમાનજીના આ મંત્રને મહામંત્ર અથવા હનુમાન કવચ પણ કહેવામાં આવે છે. આ મંત્ર વિશે કહેવામાં આવે છે કે જ્યારે રાવણ માતા સીતાને લંકામાં ઉઠાવીને લઈ ગયો હતો ત્યારે તેમણે માતા સીતાએ આ મંત્રનો જાપ કર્યો હતો. એ જ કારણ છે કે રાવણ માતા-પિતાનું કંઈ બગાડી શક્યો નહીં.

આ મંત્રનો જાપ કરનાર વ્યક્તિથી બધા પ્રકારની ખરાબ શક્તિઓ દુર રહે છે. આ મંત્રનો જાપ કરનાર વ્યક્તિ કાળા જાદુ અને કાળી વિદ્યા થી દુર રહે છે. આવા વ્યક્તિ ઉપર કાળા જાદુ કરવાની જો કોઈ વ્યક્તિ કોશિશ કરે છે, તો હનુમાનજી તે વ્યક્તિને સજા આપે છે.

શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે આ મંત્રનો જાપ સવારના સમયે કરવો જોઈએ. જાપ કરવા માટે સવારનો સમય સૌથી યોગ્ય માનવામાં આવે છે. આ મંત્રનો જાપ સવારે સ્નાન કર્યા બાદ કરવો જોઈએ. સ્નાન કર્યા બાદ હનુમાનજીની મુર્તિની આગળ બેસી જવું અને આ મંત્રનો જાપ કરવો. ધ્યાન રાખો કે જાપ કરતા પહેલા ભગવાન રામના આશીર્વાદ અવશ્ય લેવા. સાથોસાથ હનુમાનજીને સિંદુર જરૂરથી ચડાવો. પોતાના હાથમાં રુદ્રાક્ષની માળા લઈને મંત્રનો જાપ કરવો જોઈએ.

જ્યોતિષી જણાવે છે કે આ મંત્રનો જાપ કરવાથી હનુમાનજી નું કવચ તમારી આસપાસ રહે છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી દરેક પ્રકારનાં કષ્ટ દુર થાય છે. કહેવામાં આવે છે કે વ્યક્તિની દરેક મનોકામના પુરી થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ એ કરજ લીધેલું છે તો તેણે કરજ મુક્તિ માટે “ૐ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા” મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમને એક મહિનામાં જ પરિણામ જોવા મળશે. તે સિવાય અમે જે ખાસ મંત્ર ની વાત કરી રહ્યા છીએ તે મંત્ર આ પ્રમાણે છે શ્રી હનુમંતે નમઃ” આ ખાસ મંત્ર નો જાપ કરવાથી તમારી દરેક મનોકામના પુરી થાય છે અને જો તમે ભાગ્યશાળી વ્યક્તિ છો તો જ આ મંત્રનો જાપ કરી શકશો.