બોલીવુડની આ ટોપ અને ગ્લેમરસ અભિનેત્રીએ રસ્તા પર બેસીને ભીખ માંગી હતી, ઋત્વિક રોશને પણ હાથ મિલવવાથી ઇનકાર કરી દીધો

એક્ટ્રેસ વિદ્યા બાલન બૉલીવુડની શ્રેષ્ઠ એક્ટ્રેસમાં સામેલ થાય છે. વિદ્યા બાલન પોતાની જબરજસ્ત એકટિંગ થી દરેક ને પોતાના દીવાના બનાવે છે. તે ના માત્ર પોતાની એકટિંગ માટે જાણીતી છે, પરંતુ તેમની સુંદરતાનાં પણ લાખો દીવાના છે. ધ ડર્ટી પિચકર, કહાની અને શેરની જેવી સુપર હિટ ફિલ્મોમાં તેમણે પોતાની એકટિંગનો જલવો બતાવ્યો છે. આ સાથે જ તેમને પોતાની જબરજસ્ત અદાકારી માટે મોટા મોટા પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવી છે. વિદ્યા બાલનની એકટિંગનો અંદાજો તમે તેનાથી લગાવી શકો છો કે એક વખત તેમણે ભિખારીનો ગેટઅપ લીધો તો દરેક એ તેને ભિખારી જ સમજી લીધી.

ભિખારીનાં ગેટઅપમાં ઘણા લોકોએ તેને છુટા પૈસા આપ્યા હતા. એટલું જ નહિ, રાહગીરે તેને ફટકાર લગાવતા કામ કરવાની સલાહ પણ આપી. તમને જણાવી દઈએ કે આ કિસ્સો તે સમયનો છે, જયારે વિદ્યા બાલન પોતાની ફિલ્મ “બોબી જાસુસ” ની શુટિંગ કરી રહી હતી. એક અંગત રિપોર્ટ પ્રમાણે શુટિંગ માટે વિદ્યાએ એક ભિખારીનો લુક અપનાવ્યો હતો. ત્યારબાદ તે હૈદરાબાદ રેલવે સ્ટેશન પાસે બેસેલા થોડા ભિખારીઓ પાસે જઈને બેસી ગઈ હતી. વિદ્યાને જોઈને કોઈપણ તેને ઓળખી શકતું ન હતું. આ દરમ્યાન અમુક લોકોએ તેમના હાથમાં પૈસા રાખી દીધા.

લોકોએ ન માત્ર વિદ્યાને પૈસા આપ્યા પરંતુ ફટકાર લગાવી અને કહ્યું કે તેણે ભીખ માંગવાનું છોડીને કંઈક કામ કરવું જોઈએ. તેનાથી ખબર પડે છે કે તેમણે કેટલો સારી રીતે ભિખારીનો કિરદાર નિભાવ્યો હતો. તમને જણાવી દઈએ કે તેમણે પોતાની ફિલ્મ “બોબી જાસુસ” માં એક ડિટેક્ટિવનો કિરદાર નિભાવ્યો હતો. આ ફિલ્મમાં વિદ્યાની સાથે જાણીતા અભિનેતા અલી ફઝલ લીડ કિરદાર માં હતા.

વિદ્યા બાલને પોતાના ભિખારી વાળા લુક સાથે અભિનેતા ઋત્વિક રોશન અને અરબાઝ ખાનને પણ હેરાન કર્યા હતા. તે ભિખારી વાળા ગેટઅપમાં જ તે જગ્યાએ ચાલી ગઈ જ્યાં ઋત્વિક રોશન પહેલાથી જ ફોટોશુટ કરાવી રહ્યા હતા. અભિનેતા તેમને આ રીતે જોઈ આશ્ચર્યમાં રહી ગયા. આ દરમિયાન જ્યારે વિદ્યાએ તેમની સાથે હાથ મિલાવવા હાથ આગળ કર્યો તો ઋત્વિક રોશન પાછળ હટી ગયા. પછી ધીરેથી તેમણે હાથ મિલાવ્યો. તેના થોડા સમય પછી તેમને ખબર પડી કે તે બીજું કોઈ નહીં પરંતુ વિદ્યા બાલન છે. તેવામાં તે આશ્ચર્યચક્તિ થાઈ ગયા હતા. એવી જ રીતે તેમને અરબાઝ ખાન પણ ઓળખી શક્યા ન હતા.

વિદ્યા બાલનનાં વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો વિદ્યા બાલનને ફિલ્મ “પરિણીતા” સાથે પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. વિદ્યા ઓછી ઉંમરથી જ અભિનેત્રી શબાના આઝમી અને માધુરી દીક્ષિત થી પ્રેરિત હતી. ૧૬ વર્ષની ઉંમરમાં એકતા કપુરનાં ટેલીવિઝન ધારાવાહિક “હમ પાંચ” માં તે નજર આવી હતી. બોલિવુડમાં વિદ્યાએ ૨૦૦૫માં ફિલ્મ “પરિણીતા” માં પોતાના અભિનયનો પરચો બતાવ્યો. ભુલભુલૈયા (2008), પા ( 2009), ઈશ્કિયા ( 2010), નો વન કિલ્ડ જેસિકા( 2011), ડર્ટી પિક્ચર (2011), કહાની (2012) જેવી ફિલ્મો શામેલ હતી.

વિદ્યા બાલનને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, પાંચ ફિલ્મફેર પુરસ્કાર અને પાંચ સ્ક્રીન પુરસ્કાર જીત્યા છે. છેલ્લી વખત તેમને ફિલ્મ “શેરની” માં જોવામાં આવી હતી. આ ફિલ્મમાં તેમણે એક ફોરેસ્ટ ઓફિસરનો કિરદાર નિભાવ્યો હતો. તેમની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.