ક્રિકેટમાં હીરો પરંતુ અભ્યાસમાં છે ઝીરો મહાન ક્રિકેટર્સ, નંબર-૨ નો અભ્યાસ જાણીને વિશ્વાસ જ નહીં થાય

ભારતમાં રાષ્ટ્રીય રમત હોકી ને કહેવામાં આવે છે, પરંતુ ભારતના લોકોને ક્રિકેટમાં વધારે રુચિ છે. ક્રિકેટને ભારતમાં ધર્મની જેમ માનવામાં આવે છે. દરેક સમયે ક્રિકેટની લોકપ્રિયતા ભારતમાં વધતી જઈ રહી છે અને દેશના ખુણે ખુણામાં ક્રિકેટને ખુબ જ પસંદ કરવામાં આવે છે અને ક્રિકેટને ખુબ જ જોવામાં આવે છે. કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી જેવા ઘણા મહાન ખેલાડીઓએ ક્રિકેટ પ્રત્યે ભારતનો દૃષ્ટિકોણ બદલાયો છે અને આજે ક્રિકેટની બાબતમાં ભારત ખુબ જ આગળ છે. ઘણા ક્રિકેટર્સની ફેન ફોલોઈંગ પણ ખુબ જ વધારે છે.

મોટાભાગે ક્રિકેટર્સ પોતાની સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. તેવામાં આજે અમે તમને અમુક ભારતીય ક્રિકેટરનાં એજ્યુકેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઘણા મશહુર ભારતીય ક્રિકેટર્સ અભ્યાસની બાબતમાં ખુબ જ એવરેજ રહેલા છે. તો ચાલો જાણીએ કે ઇન્ડિયન ક્રિકેટર્સ નો અભ્યાસ કેટલો છે.

મહેન્દ્રસિંહ ધોની

પોતાની કેપ્ટનશીપમાં મહેન્દ્રસિંહ ધોનીએ ભારતને ઘણી ઊંચાઇઓ પર લાવેલ છે. તેમણે ભારતને બંને વર્લ્ડ કપ વર્ષ ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડ કપ અને વર્ષ ૨૦૧૧માં વન-ડે વર્લ્ડકપમાં જીત અપાવી હતી વળી. વર્ષ ૨૦૧૩ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ ભારતે કબજે કરી લીધી હતી. જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦નાં રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. ધોનીનાં એજ્યુકેશનની વાત કરવામાં આવે તો તેઓ ગ્રેજ્યુએટ છે. જાણકારી અનુસાર તેમણે બી.કોમ. કરેલું છે.

વિરાટ કોહલી

હવે વાત કરીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની. ભારતીય ક્રિકેટનું એક એવું નામ જેને સમગ્ર દુનિયા ઓળખે છે. આજના સમયમાં કોઇ પણ બેટ્સમેન કોહલી ની આસપાસ પણ જોવા મળતો નથી. કોહલી ક્રિકેટનાં મેદાનની બહાર અવાર-નવાર ચર્ચામાં રહે છે. દુનિયાભરમાં પોતાનું નામ બનાવી ચુકેલી વિરાટ કોહલીએ કોલેજનું મોઢું પણ જોયું નથી. જણાવવામાં આવે છે કે વિરાટ ફક્ત ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે.

રોહિત શર્મા

રોહિત શર્મા ભારતીય ટીમના એક સફળ અને તાબડતોડ બેટ્સમેન છે. વન-ડે ક્રિકેટમાં ઐતિહાસિક ૩-૩ ડબલ સેન્ચુરી જડી ચુકેલા રોહીત શર્મા ભારત માટે ઓપનિંગ કરે છે. પોતાની લાંબી કારકિર્દીમાં રોહિતે અત્યાર સુધીમાં ભારત માટે ઘણી મેચ જીતીને બતાવેલ છે. જણાવવામાં આવે છે કે રોહિત શર્માએ પણ ઈન્ટર સુધી અભ્યાસ કરેલ છે.

સચિન તેંડુલકર

જ્યારે પણ ક્રિકેટની વાત આવે છે તો સચિન તેંડુલકરનું નામ પણ લેવામાં આવે છે. સચિન તેંડુલકર દુનિયાભરમાં લોકપ્રિય છે. તેમણે ક્રિકેટની તસ્વીર બદલીને રાખી દીધી હતી. એટલા માટે જ તો તેમને “ક્રિકેટનાં ભગવાન” પણ કહેવામાં આવે છે. ક્રિકેટમાં તેમના નામે અનેક રેકોર્ડ છે. ભારતના પુર્વ મહાન બેટ્સમેન સચિનને ફક્ત ૧૬ વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગલાં રાખ્યા હતા. જણાવી દઈએ કે તેમણે પણ ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલો છે.

અનિલ કુંબલે

અનિલ કુંબલે ભારતના એક મહાન બોલર છે. જેમણે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લીધેલી છે. ૧૩૨ મેચમાં અનિલ કુંબલેએ ભારત માટે સૌથી વધારે ૬૧૯ વિકેટ લીધેલી છે. તેમની પાસે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ ટીમના એક જોરદાર ઓલરાઉન્ડર રહેલા છે. ભારત માટે ઘણી વખત શાનદાર પ્રદર્શન કરી ચુકેલ યુવરાજ સિંહે ઇન્ટર સુધીનો અભ્યાસ કરેલ છે.

શિખર ધવન

અંતમાં વાત કરીએ શિખર ધવનની તો તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન છે. શિખર ધવન ફક્ત ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે.