દિકરા આર્યન ખાનને જામીન ન મળતા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી માં ગૌરી ખાન, ઈમોશનલ વિડીયો આવ્યો સામે

ક્રુઝ રેવ પાર્ટીમાં આરોપી તરીકે પકડાયેલ શાહરુખ ખાનનાં દિકરા આર્યન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. વિતેલા દિવસોમાં બાતમીનાં આધાર પર મુંબઈથી ગોવા જઈ રહેલ એક ક્રુઝ પર એનસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ દરમિયાન પુછપરછ બાદ અંદાજે ૮ લોકોની ધરપકડ કરવામાં આવેલ જેમાં બોલિવુડ કિંગ ખાનનાં દિકરા આર્યન ખાન નું નામ પણ સામેલ છે. વળી તેમની ધરપકડ બાદથી સતત તેમના જામીન માટે અરજી દાખલ કરવામાં આવી રહી છે.

તેવામાં આજે પણ આર્યન ખાન મામલામાં કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને બધાની નજર આ નિર્ણય પર હતી. જ્યાં એક તરફ આર્યન ખાનને લઇને મોટો નિર્ણય આવવાનો હતો કે તેમને જામીન મળશે કે પછી વધારે દિવસો માટે તેમણે હિરાસત માં રહેવું પડશે, તો બીજી તરફ તેમની મદદ અને જાણીતી ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાનનો ૫૧મો જન્મદિવસ હતો. તેવામાં લોકોની નજર આ નિર્ણય પર હતી.

હવે હાલમાં જ એક વીડિયો ફેસબુક પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવામાં આવી રહ્યું છે કે માં ગૌરી ખાન પોતાના દીકરા આર્યન ખાનને જોઈને એટલી વધારે ઈમોશનલ થઈ ગઈ હતી કે તે કારમાં બેસીને રડવા લાગી હતી. ગૌરી ખાનની સાથે આર્યન ખાન હંમેશા પડછાયાની જેમ રહે છે અને તે પોતાને માં ની ખુબજ નજીક છે. પરંતુ હાલમાં તે પાછલા શનિવારથી એનસીબી ની હિરાસતમાં છે. તેવામાં ગૌરી ખાન ખુબ જ વધારે ચિંતિત છે અને તે વધારે ઈમોશનલ બની રહી છે.

વાયરલ થઇ રહેલી ઈમોશનલ વિડીયો ફોટોગ્રાફર દ્વારા ફેસબુક પેજ પર શેર કરવામાં આવેલ છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ગૌરી ખાન પોતાના દીકરા અમને જોઈને કારમાં બેસીને કઈ રીતે પોતાના હાથ માથા પર લગાવીને ઈમોશનલ થઈ રહી છે. કાલે તેનો જન્મદિવસ હતો, પરંતુ તે એક એવી સ્થિતિમાં ફસાઈ ગઈ છે જ્યાં આ દિવસને તે ખાસ રૂપથી ઉજવી શકતી નથી અને તેની નજર પોતાના દીકરાની જામીન ઉપર રહેલી હતી. વાયરલ થયેલ વિડિયો ને જોઈને પણ ખુબ જ ઈમોશનલ બની રહ્યા છે.