હરણ બાદ માં સીતાએ રાવણને કહી હતી આ ૪ વાતો, તેનો એક-એક શબ્દ આજે પણ સંપુર્ણ રીતે સાચો સાબિત થાય છે

માં સીતા વગર રામાયણ ની શરૂઆત અને અંત અશક્ય છે. રામ અને સીતાનાં જીવન પર અંદાજે ૧૨૫ અલગ-અલગ રામાયણ લખવામાં આવી ચુકેલ છે અને બધામાં અમુક એવી વાતો છે, જે આપણે જાણતા નથી. વિદ્વાનોએ રામાયણને પોતાની રીત થી અલગ અલગ રીતે લખેલ છે અને તેમાં શોધનાં માધ્યમથી અમુક એવી વાતો પ્રકાશિત થઈ છે, જે આજે પણ ઘણા લોકો માટે રહસ્ય છે. તેમાંથી ઘણા ગ્રંથોને વિદ્વાનો પ્રામાણિક પણ માને છે. સીતા અને રાવણનાં સબંધમાં ઘણી કથાઓ પ્રચલિત છે. આવી જ એક વાત રાવણ અને સીતાને લઈને પણ પ્રચલિત છે.

હિન્દુઓનો પવિત્ર ગ્રંથ છે રામાયણ

રામાયણને હિન્દુઓનો પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ પવિત્ર ગ્રંથમાં લખવામાં આવેલી દરેક વાત સાચી છે અને આટલી સદીઓ બાદ પણ આ વાત આજના મનુષ્યના જીવન પર સાચી સાબિત થાય છે. રામાયણ ગ્રંથમાં ફક્ત રામ અને સીતાના જીવન યાત્રાનું વર્ણન નથી, પરંતુ તેમાં માનવ જીવનનાં સંદર્ભમાં ઘણી મહત્વપુર્ણ વાતો જણાવવામાં આવેલી છે, જે આપણા મનુષ્ય માટે ઉપયોગી છે. હિન્દુઓના આ ગ્રંથનું દરેક પાત્ર આપણને કોઈને કોઈ શિક્ષા જરૂરથી આપે છે.

જેમ કે રામ આપણને મર્યાદા, લક્ષ્મણ ભાઈ પ્રત્યેનો પ્રેમ, માતા સીતા પતિના પ્રત્યે વફાદારી અને રાવણ વિમુખતાનો પાઠ શીખવે છે. વળી સંપુર્ણ રામાયણ માં સીતાની આસપાસ રહે છે. પરંતુ રામાયણમાં રાવણનું પણ એટલું જ મહત્વ છે, જેટલું રામનું બતાવવામાં આવેલ છે. રામાયણમાં એક સમય એવો આવે છે, જ્યારે હરણ બાદ માં સીતા અને તેમનું હરણ કરનાર રાવણ આમને-સામને હોય છે. જેમાં માતા સીતા અને રાવણ વચ્ચે અમુક વાતો થયેલી હતી, જે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું.

પહેલી વાત

માં સીતા એ રાવણને કહ્યું હતું કે એવો વ્યક્તિ જે પર સ્ત્રી પર નજર રાખે છે અથવા તો તેની ઈચ્છા વિરુદ્ધ તેને સ્પર્શ કરે છે, તે પાપી અને દુરાચારી છે. માતા-પિતાએ કહ્યું હતું કે આવો વ્યક્તિ ક્યારેય પણ સુખી રહી શકતો નથી અને તેને પોતાના પાપની સજા અવશ્ય મળે છે.

બીજી વાત

માતાએ આગળ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન અન્ય કોઈ નહીં પરંતુ તેનો અહંકાર હોય છે. એવો વ્યક્તિ જે અહંકારી હોય છે, તેને બરબાદ થવાથી ભગવાન પણ બચાવી શકતા નથી. અહંકારી વ્યક્તિ હંમેશા પોતાને સર્વશ્રેષ્ઠ માને છે, પરંતુ તેની આ ભુલ તેને બરબાદ કરી નાખે છે.

ત્રીજી વાત

માં સીતાએ પોતાની ત્રીજી વાતમાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિ શક્તિશાળી હોય તો તેનાથી કંઈ થતું નથી. તેણે પોતાના બળનો યોગ્ય ઉપયોગ પણ કરવો જોઈએ. એવો વ્યક્તિ જે ખુબ જ શક્તિશાળી હોવા છતાં પણ કોઈની મદદ કરતો નથી તેની બધી જ શક્તિ બેકાર છે.

ચોથી વાત

માં સીતાએ પોતાની ચોથી વાતમાં કહ્યું હતું કે ધનની સાથે સાથે બળનો પણ યોગ્ય ઉપયોગ થવો જોઇએ, તેના વગર વ્યક્તિનું સમગ્ર ધન બેકાર છે. જો કોઈ વ્યક્તિ પોતાના ધનનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતો તો તે ધન ફક્ત તેના માટે નહીં પરંતુ તેના પરિવાર માટે પણ કોઈ કામનું નથી. ભલે માતા સીતાએ આ વાતો ત્રેતાયુગમાં કહી હોય, પરંતુ આ બધી વાતો આજે પણ બિલકુલ સાચી સાબિત થાય છે.