જાણો કેવી હાલતમાં છે ૧૯૮૩માં વેંચાયેલી સૌથી પહેલી Maruti 800 કાર, ઇન્દિરા ગાંધીએ સોંપી હતી ચાવી

Maruti 800 એક સામાન્ય વ્યક્તિના બજેટની પહેલી ગાડી હતી. Maruti 800 એ દરેક વ્યક્તિનું સપનું પુરું કર્યું, જે પોતાની પર્સનલ ગાડી રાખવા ઇચ્છતો હતો. જ્યારે પણ અમે Maruti 800 ની વાત કરીએ છીએ, તો હરપાલસિંહ નો ઉલ્લેખ પણ જરૂર થાય છે. હરપાલસિંહ એજ વ્યક્તિ છે જેમણે પહેલી Maruti 800 કાર ખરીદી હતી. Maruti 800 ના બજારમાં આવ્યા બાદ તેની બુકિંગ શરૂ થયા બાદ માત્ર બે મહિનામાં જ ૧.૩૫ લાખ કાર બુક થઈ ગઈ હતી. જેના લીધે કાર પ્રેમીઓને આ કારને મેળવવા માટે ઘણી લાંબી વેઇટિંગ લિસ્ટમાં રહેવા પડતું હતું. આ બધા વચ્ચે હરપાલસિંહ તે લકી વ્યક્તિ હતા, જેમને Maruti 800 ની પહેલી કાર ની ચાવી પ્રાપ્ત થઈ હતી.

કોણ હતા પહેલી મારુતિ લેવા વાળા હરપાલસિંહ?

દિલ્હીનાં રહેવા વાળા હરપાલસિંહ ને ૧૪ ડિસેમ્બર, ૧૯૮૩ પહેલા માત્ર આસપાસના થોડા લોકો જાણતા હતા. પરંતુ આ દિવસે Maruti 800 ના લોન્ચિંગ સાથે સાથે ગાડીની જેમ હરપાલસિંહ પણ મશહુર થઈ ગયા. તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકીની પહેલી મારુતિ 800 કાર ઇન્ડિયન એરલાઇન્સનાં કર્મચારી હરપાલસિંહ ને આપવામાં આવી હતી. તે સમયે તેમને Maruti 800 ની ચાવી તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી દ્વારા સોંપવામાં આવી હતી. પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી પાસે કારની ચાવી લેતા હોય એવી તસ્વીરો ભારતીય ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીનો એક અભિન્ન ભાગ બની ગયો.

આજે કેવી છે હરપાલસિંહ ની કાર

હરપાલસિંહે જે દેશની પહેલી Maruti 800 કાર લીધી હતી, તેની નંબર પ્લેટ પણ ચર્ચાનો વિષય બની હતી. જેનો રજીસ્ટ્રેશન નંબર છે – DIA 6479. તમને જાણીને આશ્ચર્ય થશે કે હરપાલસિંહે Maruti 800 કાર ખરીદવા માટે પોતાની ફીએટ કારને પણ વેચી દીધી હતી. ૧૯૮૩માં પહેલી Maruti 800 કાર ખરીદવા પછી તે પોતાનું આખું જીવન આ કારથી ચલાવતા રહ્યા.

તેમનું નિધન વર્ષ ૨૦૧૦માં થયું હતું. તેમનું એવું માનવું હતું કે આ કાર તેમને ભગવાનની કૃપાથી મળી છે. જેના કારણે તેમણે પોતાની કારને ક્યારેય નહીં વેચી. તેમના ગયા બાદ આ કાર રસ્તા પર ક્યારેય નથી આવી અને તેમના ઘરની પાસે ઉભી રહીને કાટ ખાઈ રહી હતી.

કાર ને ખરીદવાની ડિમાન્ડ વધી

હરપાલસિંહનાં નિધન બાદ તેમની કાર ઊભી-ઊભી કાટ ખાઈ રહી હતી. રસ્તાનાં કિનારે ઉભેલી કારની ફોટો પણ ઇન્ટરનેટ પર વાઇરલ થવા લાગી. પછી આ કારને મારુતિનાં સર્વિસ સેન્ટર લઈ જવામાં આવી. મારુતિએ આ કારને રિસ્ટોર કરી. કારને ન માત્ર બહારથી પરંતુ અંદરથી પણ રિપેર કરવામાં આવી. કારનાં બરાબર થયા બાદ ઘણા લોકો આ કારને ખરીદવા ઈચ્છતા હતા. પરંતુ હરપાલસિંહનાં પરિવારે આ કાર પોતાની પાસે જ રાખી.

મારુતિની સફર

મારુતિની સફર ૪ દશક પહેલાં ૧૯૮૦ થી શરૂ થઈ હતી. સંજય ગાંધીએ એક મહત્વાકાંક્ષી સ્વપ્ન જોયું હતું. ત્યારે મારુતિ ઉદ્યોગ લિમિટેડનાં નામથી શરૂ થયેલી કંપનીએ સૌથી સસ્તી કાર લોન્ચ કરી. આ કંપની ભારત સરકાર અને જાપાનની સુઝુકી મોટર કંપની વચ્ચે એક જોઈન્ટ વેન્ચરની અંદર શરૂ કરવામાં આવી હતી. મારુતિ સુઝુકીએ ૯ એપ્રિલ, ૧૯૮૩માં કારની બુકિંગ શરૂ કરી અને માત્ર ૨ મહિનામાં જ ૮ જુન સુધી લગભગ ૧.૩૫ લાખ બુકિંગ થઈ ગઈ. તે સમયે Maruti 800 ની કિંમત માત્ર ૫૨,૫૦૦ રૂપિયા હતી.

મારુતિ સુઝુકીનાં નોન એક્ઝિક્યુટિવ ચેરમેન આર સી ભાર્ગવ જણાવે છે કે આ બધું અચાનક નથી થયું. પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને તે સમયે લક્ઝરી અને અમીરી ની વસ્તુ માનવામાં આવતી હતી. પરંતુ ઇન્દિરા ગાંધી, સંજય ગાંધીનું સ્વપ્ન પુરું કરવા ઈચ્છતા હતા.