જો તમે સીગરેટ અને તંબાકુની આદત માંથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો આ ઘરેલુ ઉપાય

તમાકુ અને સિગારેટની આદત આજે સૌથી મોટો સ્વાસ્થ્ય પડકાર માનવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દુનિયાભરમાં એક બિલિયનથી વધારે લોકો ધૂમ્રપાન કરે છે અને આ આદતને કારણે દર વર્ષે ૭ મિલિયનથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવે છે. તમાકુ અને સિગારેટની આદત છોડવી નિશ્ચિત રૂપથી એટલી સરળ હોતી નથી, પરંતુ તે અસંભવ પણ હોતી નથી. રિપોર્ટ અનુસાર ભારતમાં ૧૦૬ મિલિયન ધુમ્રપાન કરતાં લોકો છે. દુનિયાના ૧૨ ટકા લોકો ધૂમ્રપાન કરવા વાળા ભારતમાં રહે છે.

તમાકુ અને સિગરેટને કારણે કેન્સર પણ થઈ શકે છે. જો તમે આ આદતમાંથી છૂટકારો મેળવવા માંગો છો, તો અમે તમારા માટે અમુક ઉપાય લઈને આવ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. સિગરેટ અને તમાકુની આદત છોડવા માટે તમારે સૌથી પહેલાં પોતાના મનને મક્કમ બનાવવાનું રહેશે, ઘરેલુ ઉપચાર પણ ત્યારબાદ જ કામ આવશે. તો ચાલો જાણીએ કે તે ઉપાય શું છે.

તજ અને મધ

તમાકુનું સેવન ઘાતક બીમારીઓને જન્મ આપે છે. સાથોસાથ આપણા એનર્જી લેવલને પણ ઓછું કરે છે. તમાકુ અને સિગારેટની આદત છોડવા માટે તમારે તજનો પાઉડર લેવાનો છે અને તેમાં અડધી ચમચી મધ ઉમેરવાનું છે અને તેને દિવસમાં ઓછામાં ઓછું બે થી ત્રણ વખત પાણી સાથે લેવાનું છે.

આદું અને લીંબુ

આદુમાં સલ્ફર યૌગિક હોય છે, જે તમાકુની લત ઓછી કરવામાં મદદ કરે છે. તમારે બસ એટલું કરવાનું છે કે આદુનાં નાના-નાના ટૂકડા લીંબૂના રસની સાથે પલાળી રાખો અને તીખાની સાથે ઉમેરીને તેને એક કન્ટેનરમાં સ્ટોર કરી દો. જ્યારે પણ તમને ધુમ્રપાન કરવાનું મન હોય તો તેનું સેવન કરો.

તરલ પદાર્થોનું ખૂબ સેવન કરો

સિગરેટ છોડવાના ત્રણ દિવસ પહેલા ખૂબ જ પાણી પીવો. કારણકે તે નિકોટીનને ખૂબ જ ઝડપથી બહાર કાઢવામાં મદદ કરશે. ગ્રીન ટીનાં મીલ્ડ ફોર્મ પણ ખૂબ જ મદદગાર સાબિત થશે. સિગરેટ છોડવાની પ્રક્રિયા દરમિયાન કાળી ચા અને કોફી થી બચવું જોઈએ. સિગરેટ છોડવાની આદત શરૂઆતનાં દિવસોમાં થોડી મુશ્કેલ હોય છે.