મહિલાઓએ સવારે રસોડામાં પ્રવેશ કરતાં સમયે આ ૨ શબ્દોનો મંત્ર બોલવો જોઈએ, ઘર હંમેશા પૈસાથી છલકાયેલું રહેશે

રસોડું ઘરનો સૌથી ચહલપાલ વાળો હિસ્સો હોય છે, જ્યાં આખો દિવસ ભોજન બનાવવાથી લઈને અઢળક કામ થતા હોય છે. તેને ઘરનો એનર્જી સોર્સ એટલે કે ઉર્જાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે. જ્યાં સમગ્ર પરિવાર માટે ભોજન બને છે. રસોડું ઘરના બધા મહત્વપુર્ણ હિસ્સામાંથી સૌથી વધારે જરૂરી હોય છે. તેની સાફ-સફાઈ નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરનું આ સ્થાન રાહુના પ્રભાવમાં આવી જાય છે તો ઘરની ખુશીઓને ખરાબ નજર લાગી જાય છે. અમુક સંકેતો પરથી જાણી શકાય છે કે રસોડામાં રાહુનો પ્રભાવ છે. તો ચાલો તેના વિશે જાણીએ તથા સવારે રસોડામાં પ્રવેશ કરતા સમયે એક ખાસ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.

રસોડાની દિશા સુધારો

વાસ્તુશાસ્ત્ર અનુસાર રાહુ તુટેલા-ફુટેલા દરવાજા, ઉખડી ગયેલા પ્લાસ્ટર, દીવાલોમાં પડી ગયેલી તિરાડ, તુટેલી-ફુટેલી ચીજો અને અંધારા ખુણામાં રહે છે. જ્યાં રાહુ હોય છે, ત્યાં નકારાત્મકતાનો વાસ રહે છે. રસોડામાં ગેસ અને સ્ટવ દરવાજાની બિલકુલ પાસ હોવા જોઈએ નહીં. તે સિવાય તમારે રસોડામાં ક્યારેય પણ એઠા વાસણો રાખવા જોઇએ નહીં. તેનાથી વૈવાહિક જીવન ઉપર અસર પડે છે.

દક્ષિણ અને પુર્વ દિશામાં હોવું જોઈએ રસોડું

રસોડું ખુબ જ લાંબું હોવું જોઈએ નહીં અને રસોડામાંથી ધુમાડો કાઢવાનો પ્રબંધ હોવો જોઈએ. રસોડાની દિવાલોનો રંગ ફિક્કો લાગે તો તુરંત કલર કરાવી લેવો જોઇએ. તે સિવાય દક્ષિણ અને પુર્વ દિશામાં રસોડું હોવું જોઈએ.

મોઢું ધોયા વગર રસોડામાં જવું નહીં

રસોડામાં દિવસની શરૂઆત જ્યારે તમે પ્રવેશ કરો છો તો સ્નાન વગેરે કાર્ય કરીને ચોખ્ખા શરીરે રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. જો તે શક્ય ન હોય તો હાથ મોઢું ધોઈ ને રસોડા માં પ્રવેશ કરવો જોઈએ. વાસી મોઢે અથવા તો હાથ પગ ધોયા વગર રસોડામાં પ્રવેશ કરવાથી રાહુ અને શનિ નો વાસ થાય છે.

રસોડામાં પ્રવેશ કરતાં સમયે આ મંત્રનું કરો ઉચ્ચારણ

રસોડામાં દિવસની શરૂઆતમાં સવારના સમયે સૌથી પહેલી વખત પ્રવેશ કરતા સમયે “ૐ વિઘ્નરાજાય નમઃ” મંત્રનું ઉચ્ચારણ અવશ્ય કરવું જોઈએ. તે સિવાય ગેસ અને ચુલો શરૂ કરતાં પહેલાં “અન્નપુર્ણા માતા ની જય” જરૂર બોલવી જોઈએ. આ બે શબ્દો બોલવાથી ઘર-પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે.