મંદિરનાં પગથિયાં પર બેસીને બોલો આ અદ્ભુત મંત્ર, મનમાં રહેલી ઈચ્છાઓ ભગવાન માગ્યા વગર પુરી કરી દેશે

વડીલો કહે છે કે જ્યારે પણ કોઈ મંદિરમાં દર્શન કરવા માટે જઈએ તો દર્શન કર્યા બાદ બહાર આવીને મંદિરના ઓટલા (પગથિયાં) પર થોડો સમય માટે બેસવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા પાછળનું કારણ શું છે? આજકાલ તો લોકો મંદિરના પગથિયા પર બેસીને પોતાના ઘર, વેપાર અને રાજકારણની ચર્ચા કરતા હોય છે. પરંતુ આ પ્રાચીન પરંપરા એક વિશેષ ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવેલ છે. હકીકતમાં મંદિરના પગથિયા પર બેસીને આપણે એક શ્લોક બોલવો જોઈએ. આ શ્લોક આજકાલ લોકો ભુલી ગયા છે. તો તમે આ આર્ટિકલમાં આ શ્લોક વાંચી લો અને આવનારી પેઢીને પણ અવશ્ય જણાવો.

મંદિરમાં જઈને ભગવાનની પુજા કરવાથી મનને શાંતિ મળે છે અને આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. જોકે જ્યારે પણ આપણે મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ તો સૌથી પહેલા પોતાના માથાને કપડાથી ઢાંકી લેતા હોઈએ છીએ અને ત્યારબાદ ભગવાનના દર્શન કરીએ છીએ. તે સિવાય ઘણા લોકો પુજા કર્યા બાદ થોડો સમય સુધી મંદિરનાં પગથિયાં પર બેસતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આવું શા માટે કરવામાં આવે છે? હકીકતમાં પુજા કર્યા બાદ મંદિરમાં થોડો સમય બેસવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે અને ઘણા લોકો આજે પણ તેનું પાલન કરી રહ્યા છે.

જોકે મંદિરના પગથિયા પર શા માટે બેસવામાં આવે છે તેના વિશે ખુબ જ ઓછા લોકોને જાણકારી હોય છે. હકીકતમાં ધર્મગ્રંથોમાં મંદિરનાં પગથિયા પર થોડો સમય બેસવાની વાત કહેવામાં આવી છે. એટલું જ નહીં ગ્રંથોમાં એક શ્લોકનો પણ ઉલ્લેખ છે, જેને પગથિયા પર બેસીને બોલવાથી દરેક ઈચ્છા પુર્ણ થાય છે અને દરેક દુઃખનો અંત થઈ જાય છે. તો હવે તમે જ્યારે પણ મંદિર જાઓ તો થોડો સમય પગથિયા પર જરૂર બેસો અને નીચે બતાવવામાં આવેલ શ્લોકને જરૂરથી વાંચો.

अनायासेन मरणम् ,बिना देन्येन जीवनम्। देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम् ।।

આ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે.

अनायासेन मरणम्

કોઈ પણ તકલીફ વગર આપણું મૃત્યુ થાય અને આપણે ક્યારેય પણ બીમાર થઈને પથારીમાં ન પડીએ, કષ્ટ ઉઠાવીને મૃત્યુ પ્રાપ્ત ન થાય અને હરતા-ફરતા જ આપણા પ્રાણ નીકળી જાય.

बिना देन्येन जीवनम्

પરાધીનતા ભરેલું જીવન ન હોય મતલબ કે આપણે ક્યારેય પણ કોઈ વ્યક્તિના આશરે જીવવું ન પડે. આપણે ક્યારેય પરાધીન રહીએ નહીં. ભગવાનની કૃપાથી ભીખ વગર આપણું સમગ્ર જીવન પસાર થઈ જાય.

देहांते तव सानिध्यम

જ્યારે પણ મૃત્યુ થાય ત્યારે ભગવાન આપણી સમક્ષ હાજર હોય. જેવી રીતે ભીષ્મ પિતામહનાં મૃત્યુ સમયે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ તેમની સામે ઉભા હતા અને તેમને પોતાના દર્શન આપેલા હતા. એવી જ રીતે આપણને પણ મૃત્યુ પ્રાપ્ત થાય.

देहि में

હે પરમેશ્વર આવું વરદાન અમને આપો એવી પ્રાર્થના છે.

આ પ્રાર્થના ભગવાનને કરવાની છે. ગાડી, લાડી, દીકરો, દીકરી, પતિ, પત્ની, ઘર, પૈસા વગેરે માંગવાનું નથી. એ તો ભગવાન તમને પોતાની પાત્રતાનાં હિસાબથી આપમેળે જ આપી દેશે. એટલા માટે દર્શન કરી લીધા બાદ બેસીને આ પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. આ પ્રાર્થના છે, યાચના (ભીખ) નથી. યાચના સાંસારિક પદાર્થો માટે થાય છે, જેમ કે ઘર, વેપાર, નોકરી, પુત્ર-પુત્રી, સાંસારિક સુખ, પૈસા અથવા અન્ય વાતો માટે જે માંગવામાં આવે તે યાચના હોય છે, તે ભીખ હોય છે. આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થનાનો વિશેષ અર્થ હોય છે, એટલે કે વિશિષ્ટ અને શ્રેષ્ઠ.

સૌથી જરૂરી વાત

જ્યારે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ તો આંખો ખુલ્લી રાખીને ભગવાનને જોવા જોઈએ. તેમના દર્શન કરવા જોઈએ અમુક લોકો આંખ બંધ કરીને ઉભા રહે છે. આંખ બંધ શા માટે કરવી જોઈએ? આપણે તો દર્શન કરવા માટે આવ્યા છીએ. ભગવાનનું સ્વરૂપ, તેમના ચરણો, મુખારવિંદ, શૃંગારનો સંપુર્ણ આનંદ લો. આ બધી ચીજોને આંખોમાં ભરી લો. દર્શન કરો અને દર્શન કર્યા બાદ જ્યારે બહાર આવીને બેસો ત્યારે આંખ બંધ કરીને જે દર્શન કર્યા છે તે સ્વરૂપનું ધ્યાન કરો. મંદિરમાં આંખો બંધ કરવાની નથી.

બહાર આવ્યા બાદ પગથીયા પર બેસીને જ્યારે ભગવાનનું ધ્યાન કરો ત્યારે આંખ બંધ કરો અને જો ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં નથી આવી રહ્યું તો ફરીથી મંદિરમાં જાઓ અને ભગવાનનાં દર્શન કરો. ત્યારબાદ આંખ બંધ કરીને ઉપરોક્ત શ્લોકનો પાઠ કરો. એજ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે અને આ જ બાબત વડીલો પણ કહે છે.