પ્રિયંકા ચોપડાને મારવા માટે સેટ પર પહોંચી હતી ટ્વીંકલ ખન્ના, અક્ષય કુમારને લઈને હતો મામલો

Posted by

બોલીવુડની દેશી ગર્લ તરીકે જાણીતી પ્રિયંકા ચોપડાએ વર્ષ ૨૦૧૮માં અમેરિકાના સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ લગ્ન પહેલા તેના ઘણા અફેર રહ્યા હતાં. પ્રિયંકા ચોપડાનું ફિલ્મી કરિયર જેટલું જ હિટ રહ્યું છે તેનાથી વધારે તે પોતાના અફેરને લઈને ચર્ચામાં રહી છે. જ્યારે પ્રિયંકા ચોપડાનું કરિયર ટોચ પર હતું ત્યારે તેનું નામ કોઈ ને કોઈ નવા અભિનેતા સાથે જોડાયેલુ રહેતું. આ કડી માં તેમનું નામ અક્ષય કુમાર પણ જોડાયું હતું. બંનેએ એકબીજા સાથે ઘણી ફિલ્મો પણ કરી.

ત્યારબાદ બંનેના અફેરની ચર્ચાઓ થવા લાગી હતી. પ્રિયંકા ચોપડા અને અક્ષય કુમારની જોડી તે દિવસોમાં સફળ માનવામાં આવતી હતી. આજ કારણ હતું કે તેમના ફેન્સ તેમને ઓફસ્ક્રીન જોવાનું પણ પસંદ કરતાં હતાં. મજા ની વાત તો એ છે કે જ્યારે અક્ષય કુમાર સાથે પ્રિયંકા ચોપડાના અફેરની ખબરો મળવા લાગી હતી, ત્યારે તે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરી ચૂક્યા હતાં.

તેવામાં ટ્વિંકલ ખન્ના ને અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા વિશે ખબર પડી તો પહેલા તો તેમને અફવાહ જ લાગી. પરંતુ ત્યારબાદ તેમનો ગુસ્સો ખૂલીને સામે આવ્યો. કારણકે બંનેની ઘણા પ્રકારની તસ્વીરો સામે આવતી હતી. જેનાથી પત્ની ટ્વિંકલ ખન્ના ને ફર્ક પડવા લાગ્યો અને તેમણે પ્રિયંકા ચોપડા સાથે ખૂબ જ ઝગડો પણ કર્યો હતો.

પ્રિયંકાને ફોન કરીને ધમકાવી હતી

જ્યારે ટ્વિંકલ ખન્નાને પ્રિયંકા ચોપડા અને અક્ષય કુમારના અફેરની ખબરો સહન ના થઈ તો તેમણે પોતાના પતિને સમજાવવા કરતાં દેશી ગર્લ પ્રિયંકાને જ ફોન જ કરવાનું ઉચિત લાગ્યું. ત્યારબાદ તેમણે પ્રિયંકા ચોપડાને ફોન કર્યો અને બંને વચ્ચે ખૂબ ઝગડો પણ થયો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેમણે પ્રિયંકાને અક્ષય કુમારથી દૂર રહેવા માટે પણ ચેતવણી આપી દીધી હતી. પરંતુ તેમ છતાં પણ પ્રિયંકા અક્ષય કુમાર સાથે નજરે આવતી હતી. ત્યારબાદ તો ટ્વિંકલ ખન્નાનો ગુસ્સો આસમાને પહોચી ગયો હતો અને તે સીધી જ શુટિંગના સ્થળે પહોચી ગઈ હતી.

જાણવા મળ્યું હતું કે ટ્વિંકલ ખન્ના ફિલ્મના શુટિંગના સમયે પહોચી ગઈ હતી જ્યાં તેમનો ગુસ્સો અક્ષય કુમાર પર નીકળ્યો હતો. ખરેખર તે પ્રિયંકા ચોપડા ને થપ્પડ મારવા ગઈ હતી પરંતુ તે સમયે તે શુટિંગ પર ના હતી. જેના લીધે તેમના ગુસ્સાનો શિકાર અક્ષય કુમારને થવું પડ્યું. ખબરો ની માનીએ તો શુટિંગના સેટ પર જ ટ્વિંકલ ખન્નાએ અક્ષયકુમાર ને થપ્પડ મારી દીધી હતી અને ત્યારબાદ બંને વચ્ચે ખૂબ જ ઝગડો થયો હતો. પરંતુ ત્યારબાદ ટ્વિંકલ ખન્નાએ તેમને પ્રિયંકા ચોપડા સાથે કામ કરવાની ના પડી દીધી હતી.

પ્રિયંકા સાથે નહીં કરું કામ – અક્ષય કુમાર

શુટિંગ સેટ પર થી અક્ષય કુમાર ટ્વિંકલ ખન્નાને લઈને નીકળી ગયા અને ત્યારબાદ અક્ષય કુમારે નિવેદન આપતા જણાવ્યુ કે તે હવે પ્રિયંકા સાથે કામ નહીં કરે. ત્યારબાદ પ્રિયંકા ચોપડા એ પણ અક્ષય કુમાર સાથે કામ કરવાની ના પડી દીધી હતી. તમને જણાવી દઈએ કે બંનેને અંદાઝ, એતરાઝ, વક્ત અને મુજસે શાદી કરોગી જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યા હતાં.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાનું નામ અક્ષય કુમાર સિવાય શાહરુખ ખાન અને શાહિદ ની સાથે સાથે બીજા ઘણા અભિનેતાઓ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાએ હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ૨૦ વર્ષ પૂરા કર્યા છે અને આ અવસર પર તેમણે તેમના ફેન્સનો આભાર માન્યો હતો.