રાશિ અનુસાર બહેનો પોતાના ભાઈઓને બાંધે આ કલરની રાખડી : ભાઈને જીવનમાં મળશે અપાર સફળતા

Posted by

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. તેના બદલામાં ભાઈ દ્વારા તેમને પ્રેમ, ભેટ તેમજ બહેનની રક્ષા કરવાનું વચન મળે છે. જો બહેન આ દિવસે તેમની રાશિ ના ભાગ્યશાળી રંગને ધ્યાનમાં રાખીને ભાઈને રાખડી બાંધે છે તો તેમના ભાઈના જીવનમાં તરક્કી, ઉન્નતિ અને સફળતા મળી શકે છે. જ્યોતિષાચાર્ય ચક્ર પાણી ભટ્ટ જણાવી રહ્યા છે કે, આ વર્ષે ૧૫ ઓગસ્ટ ના રોજ શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહેનોએ તેમના ભાઈઓને તેમની રાશિ પ્રમાણે રાખડી બાંધવી જોઈએ.

મેષ : આ રાશિના લોકો માટે શુભ રંગ લાલ અને પીળો રહેશે. બહેનોએ પોતાના ભાઈના હાથમાં લાલ અથવા પીળો દોરો બાંધવો જોઈએ. એનાથી તેમના જીવનમાં સારા પરિણામો મળશે.

વૃષભ : વૃષભ રાશિના લોકો માટે નસીબદાર રંગ સફેદ અને વાદળી હોય છે. ભાઈઓએ ફક્ત આ રંગની જ રાખડી બાંધવી જોઈએ. આવું કરવાથી તેમના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ વધશે.

મિથુન : લીલો અને સફેદ રંગ આ રાશિના લોકો માટે ભાગ્યશાળી છે. લીલા રંગની રાખડી આ રાશિ માટે સારી રહેશે. આ રંગની રાખડી તેમના માટે સફળતાના દરવાજા ખોલશે.

કર્ક રાશિ : આ રાશિના લોકોનો ભાગ્યશાળી રંગ પીળો, લીલો અને સફેદ હોય છે. રક્ષાબંધનના દિવસે બહેનોએ તેમના ભાઈઓને આ રંગનો દોરો અથવા રાખડી બાંધવી જોઈએ. તેનાથી જીવનમાં ખુશી અને સફળતા મળશે.

સિંહ રાશિ : આ રાશિના લોકો નો શુભ રંગ ગુલાબી, લીલો અને પીળો હોય છે. આ રંગો આ રાશિના લોકોના ગરમ સ્વભાવને નિયંત્રણ કરે છે. આ સ્થિતિમાં બહેનોએ પોતાના ભાઈઓને આ રંગની રાખડી બાંધવી જોઈએ.

કન્યા રાશિ : આ રાશિના લોકો માટે લીલો, પીળો અને સફેદ રંગ ભાગ્યશાળી માનવામાં આવે છે. રક્ષાબંધન પર આ રંગની રાખડી બાંધવી ખુબ જ શુભ માનવામાં આવે છે. લીલા રંગની રાખડી બાંધવાથી ગ્રહની દશા દુર થાય છે.

તુલા રાશિ : આ રાશિના લોકો માટે સફેદ, લીલો અને વાદળી રંગ ભાગ્યશાળી છે. સફેદ અને વાદળી રંગની રાખડી આ રાશિના લોકો માટે ખૂબ સારી માનવામાં આવે છે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિ ના લોકો માટે લાલ, પીળો, વાદળી, ઘેરો લાલ અથવા મરૂન રંગ અસરકારક છે. બહેનો જો આ રંગો ની રાખડી તેમના ભાઈને બાંધે તો તેમના ભાઈ માટે ખૂબ જ સારું રહે છે.

ધનુ રાશી : ધનુ રાશિનાં લોકો માટે લીલો, લાલ અને પીળા રંગ ભાગ્યશાળી હોય છે. તેથી આ રક્ષાબંધન પર આ રંગની રાખડી બાંધવી જોઈએ.

મકર રાશિ : આ રાશિના લોકો ને સફેદ, લાલ અને આછો વાદળી અથવા આકાશી વાદળી રંગ ની જો રાખડી બાંધવામાં આવે તો તેમના જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.

કુંભ રાશિ : કુંભ રાશિના જાતકો માટે સફેદ, લાલ અને વાદળી રંગ શુભ નું પ્રતીક હોય છે. આ રાશિના લોકો આ રંગ ની રાખડી બાંધે.

મીન રાશિ : પીળો, સફેદ અને લીલો રંગ મીન રાશિના લોકો શુભ માનવામાં આવે છે. બહેન પોતાના ભાઈને આ રંગની રાખડી બાંધી શકે છે.