રાશિફળ ૧૭ નવેમ્બર : આજે આ ૭ રાશિઓનાં જીવનમાં આવશે ખુશહાલી, ધનલાભ થવાનાં યોગ, ખરાબ આદતોથી દુર રહેવું

મેષ રાશિ

આજે વેપારીઓએ પૈસાને સારી જગ્યાએ રોકાણ કરવાથી વધારે લાભ થવાની સંભાવના રહેલી છે. ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓની પૂર્તિ થશે. તમને વાહનની પ્રાપ્તિ થઇ શકે છે. સંપત્તિની બાબતમાં કોઈ વ્યક્તિ તમને પરેશાની આવી શકે છે. એક યાદગાર યાત્રા થવાની સંભાવના છે. જીવનમાં શુભ પરિવર્તન થવાની સંભાવના રહેલી છે. અમુક ગંભીર મુદ્દા પર તમે વિચારી શકો છો. દરેક સમસ્યાનું સમાધાન તમને સ્પષ્ટ જોવા મળશે.

વૃષભ રાશિ

આજે આવકના સાધનોમાં વૃદ્ધિ થશે અને પોતાના સંતાનની શિક્ષણને લઈને અમુક હદ સુધી ચિંતિત રહી શકો છો. જે કામની જવાબદારી તમારા ઉપર છે. તેમાં મિત્રોનો ભરપૂર સાથ મળવાની સંભાવના છે. જીવનમાં દગો સરળતાથી મળી શકે છે, પરંતુ અવસર મળતા નથી. તેથી સમયનો ભરપૂર લાભ ઉઠાવવો. આજે દરેક કામ દિલ ખોલીને કરવું. નવા અંદાજથી કરવામાં આવેલ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. પરિવારજનોનો સહયોગ મળશે.

મિથુન રાશિ

આજે કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદ કરવાથી બચવું. પોતાના મનમાં ઝુનુની ભાવના જાળવી રાખવી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેશો. આજે વ્યવસ્થાને લઈને અમુક હદ સુધી પરેશાન રહી શકો છો, પરંતુ આવકમાં વધારો થવાની સંભાવના છે. દિવસની શરૂઆતમાં જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. તમે નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. કોઈ જગ્યાએથી કરજ લેવાની કોશિશ કરી રહ્યા છો, તો તમને મંજૂરી મળી શકે છે. સાસરીયા પક્ષ તરફથી લાભ મળવાના યોગ છે.

કર્ક રાશિ

આજે તમને પાર્ટનરનો સહયોગ અને પૈસા મળવાના યોગ બની રહ્યા છે. આવકની સાથે સાથે ખર્ચ પણ વધી શકે છે. તમને અમુક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આજે થોડી પરેશાની વાળો દિવસ સાબિત થઇ શકે છે. કોઇ વ્યક્તિ પાસેથી કંઈક શીખવું પડે તો સંકોચ કરવો નહીં. જૂના મિત્રો આજે તમારો ઉત્સાહ વધારી શકશે. સફળતા મેળવવા માટે તમારે યોજના બનાવીને ચાલવું પડશે. કારકિર્દીમાં સારા પ્રસ્તાવ મળશે. નોકરી સંબંધી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે.

સિંહ રાશિ

આજે આવકના નવા સ્ત્રોત સ્થાપિત થશે. આવનારો સમય તમારા માટે લાઈફ ચેન્જિંગ સાબિત થશે. તમારું સન્માન તથા ખ્યાતિ વધશે. તમારી મહેનત રંગ લાવશે. વેપારના ક્ષેત્રમાં વિસ્તાર થઈ શકે છે. પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવું. પરિવારના સદસ્યોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. વેપારમાં તેજી આવી શકે છે અને તમને ખૂબ જ સારો નફો મળી શકે છે. કોઈક ગેરસમજણનો ઉપાય કરવાથી તમારી મહેનત રંગ લાવશે. તમારા વિરોધીઓ તમારો વિરોધ કરી શકે છે.

કન્યા રાશિ

સરકાર તથા અધિકારીનાં વિષયમાં કાર્ય સફળતા મળશે. આજે પરિવારમાં કોઈને કોઈ વાતને લઈને ઝઘડો રહી શકે છે અને વાતાવરણમાં અશાંતિ પણ રહેશે, તેનાથી બચવાની કોશિશ કરવી. સંતાનોની ચિંતા રહેશે. વેપારના કરવામાં આવેલ રોકાણથી લાભ થશે. શેર-સટ્ટાનું પ્રલોભન હાનિ પહોંચાડી શકે છે. અભિમાન ભંગ ન થાય તેનું ધ્યાન રાખવું. આજે કોઈ પણ સ્વાર્થ વગર તમે અન્ય લોકોની સહાયતા કરશો, તેનાથી તમને ખુશી મળશે.

તુલા રાશિ

વેપારમાં નવી યોજનાઓ બની શકે છે. સાવધાન રહેવું. વ્યાપારી તથા વ્યવસાયિક ક્ષેત્રમાં વિરોધીઓ તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની કોશિશ કરી શકે છે. સફળતાનાં નવા માર્ગો પ્રાપ્ત થશે, જેના પર ચાલીને તમે સફળતા પ્રાપ્ત કરશો. જે કહેવા માંગો છો તે વાત મનમાં રહી જશે. ભાઈ-બહેનો સાથે વિવાદ થઈ શકે છે. મિત્રોનો સાથ મળશે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. સાચા ખોટાનો નિર્ણય કરવો તમારા માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

તમે આવકમાં વૃદ્ધિ કરવા માટે કોઈ નવા ક્ષેત્રમાં આગળ વધવા વિશે ગંભીરતાથી વિચાર કરી શકો છો. તમારા અંગત જીવનમાં અમુક પરેશાનિઓ ઉભી થઈ શકે છે. યોગ્ય રહેશે કે તમે જીવનસાથીની વિચારસરણીને સમજવાનો પ્રયાસ કરવો. યોજના બનાવવા અને નિર્ણય લેવા માટેનો દિવસ છે. ઘણી જગ્યાએ તમારી પ્રશંસા થઇ શકે છે. જે લોકો ટ્રાવેલનાં વેપારમાં છે, તેમને સારો લાભ મળી શકે છે. માર્કેટમાં તમારા દબદબો રહેશે. અંગત લોકોને દૂર થતા જોઈને મન ઉદાસ રહેશે.

ધન રાશિ

આજે ઘરે કોઈ નવા મહેમાન આવી શકે છે. નોકરીમાં અધિકારીઓ સાથે મતભેદ વધી શકે છે. આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, જેના ફળ સ્વરૂપ તમે કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં પરેશાની મહેસૂસ કરી શકો છો. ખર્ચ થી લઇને મનોરંજન સુધી કોઈપણ ચીજમાં અતિ કરવું નહીં. આજે તમે પોતાને યોગ્ય રીતે જાણવાની કોશિશ કરશો. તમે પોતાની માન્યતાઓ પર ધ્યાન આપશો. તમે પોતાની ખરાબ આદતોથી દૂર રહેશો, જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર રાશિ

તમારે પોતાની વાણી પર સંયમ રાખવાનું રહેશે અને પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. સુખ સુવિધાઓનો લાભ મળશે. સાવધાન રહેવું, કારણ કે પ્રેમમાં પડવાથી આજનો દિવસ પરેશાની ઉભી થઈ શકે છે. આજે તમે બેચેન થઈ શકો છો. કોઈ અજાણ્યો ડર પણ તમને પરેશાન કરી શકે છે. પાર્ટનર તરફથી ઉપહાર મળી શકે છે. આજે શરૂ થયેલી રિલેશનશિપ લાંબો સમય સુધી ચાલશે. આજે લેખનકાર્ય માટે દિવસ સારો છે.

કુંભ રાશિ

નોકરીમાં સફળતા મળી શકે છે. ભાગીદારીથી લાભ થશે. કામવૃતિ અને ચોરી જેવા અનેક વિચારો પર સંયમ રાખવું, કારણ કે અસંયમી હોવાથી કાર્યો બગડી શકે છે. અમુક અનાવશ્યક ખર્ચ પણ સામે આવી શકે છે. આજે તમે ધર્મ અથવા સમાજ સાથે જોડાયેલ કોઈ કાર્ય કરી શકો છો. પૈસાની બાબતમાં વ્યવહારિક રહેવું. આજે તમારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. કારણ કે ગેરસમજણને કારણે તમારા અને પરિવારજનોની વચ્ચે ઝઘડો થઈ શકે છે.

મીન રાશિ

આજે પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. શેરમાર્કેટમાં રોકાણ કરવા માટે સારો સમય છે. સખત મહેનતને કારણે પરિણામ મળશે, પરંતુ એકાગ્રતામાં કમી આવશે. અમુક નવા અવસર આજે તમને મળી શકે છે. લોકોની નજર તમારા પર રહેશે. આજે તમારા યશ, કીર્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આજે કોઈ કારણ વગર તમારા હૃદયમાં ઉદાસી છવાઈ રહેશે, પરંતુ ચિંતા કરવી નહીં કારણ કે ઉદાસી ખૂબ જ જલદી દૂર થઈ જશે.