સલમાન ખાન સાથે લાંબા સમય સુધી નથી ટકી શકતી કોઈપણ ગર્લફ્રેન્ડ, પિતા સલીમ ખાને જણાવ્યું તેનું કારણ

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન હંમેશા પોતાના અફેરને લઈને ચર્ચામાં રહે છે. સલમાનનું નામ બોલિવુડની સુંદર એક્ટ્રેસ એશ્વર્યા રાય થી લઈને કેટરીના કૈફ સાથે જોડાયું. પરંતુ કોઈપણ અભિનેત્રી સાથે સલમાનનાં રિલેશન લગ્ન સુધી પહોંચી શક્યા નથી. હાલમાં સલમાન ખાનનાં પિતા સલીમ ખાને તેનું કારણ જણાવ્યું છે. સલીમ ખાનનું કહેવાનું છે કે સલમાન ખાનના અસફળ પ્રેમનું કારણ તેમની માતા સલમા ખાન છે.

હકીકતમાં સલમાન ખાન પોતાના માતા-પિતા સાથે ફરાહ ખાનનાં શો “મેરે બીચ” માં આવ્યા હતા. આ શોમાં સલમાન ખાનનાં પિતા સલીમ ખાને સલમાનનાં અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતો કરી. આ સિવાય આ શોમાં સલમાનનાં પરિવારનો મજાકિયો અંદાજ પણ જોવા મળ્યો. ફરાહ ખાન સાથે વાતચીત દરમિયાન સલમાનની માં સલમાએ કહ્યું કે, “સલમાનની જેટલી પણ ગર્લફ્રેન્ડ હતી. તેમની સાથે સલમાનનાં રિલેશન ખુબ જ સારા હતા.” પરંતુ તેની વચ્ચે સલમાન ખાનનાં પિતાએ મજાકિયા અંદાજમાં કહી દીધું કે સલમાનનું સૌથી વધારે નુકસાન તેની માતાએ જ કર્યું છે.

સલીમ ખાને કહ્યું કે, “સલમાનનું સૌથી વધારે નુકસાન તેની માતાએ કર્યું છે. કારણ કે સલમાન ગર્લફ્રેન્ડ તો પોતાના માટે પસંદ કરતો હતો, પરંતુ પછી તે યુવતીમાં પોતાની માતાને શોધવા લાગે છે અને એજ કારણ છે કે યુવતીઓ તેને છોડી જાય છે.” સલીમ ખાને મજાકનાં અંદાજમાં કહ્યું કે, “સલમાનની માતાની જેમ તેને ભાગ્યે જ કોઈ ગર્લફ્રેન્ડ પ્રેમ આપી શકશે. જો તે પોતાની ગર્લફ્રેન્ડમાં માતાને શોધશે તો તે યુવતી ભાગશે જ”. જણાવી દઇએ કે સલમાન ખાન પોતાના માતા-પિતાની ખુબ જ નજીક છે.

તે હંમેશા પોતાના માતા-પિતા સાથે એક મિત્રની જેમ રહે છે. કહેવામાં આવે છે કે હંમેશા સલમાન ખાન પોતાના માતા-પિતા સાથે જ રહેવા ઇચ્છે છે અને એજ કારણ છે કે તે પોતાના મોટા ઘરમાં ક્યારેય શિફ્ટ નથી થતા.

જણાવી દઇએ કે સલમાન ખાને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆતમાં તે સમયની સૌથી સુંદર અભિનેત્રી સંગીતા બિજલાનીને ડેટ કરી હતી. કહેવામાં આવે છે કે સંગીતા અને સલમાનનાં લગ્નનાં કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ આ પહેલાં જ આ બંનેનાં રિલેશન ટુટી ગયો. ત્યાર બાદ સલમાન ખાનનું નામ પાકિસ્તાની અભિનેત્રી સોમી અલી ખાન સાથે જોડાયું. રિપોર્ટ પ્રમાણે તો સલમાન અને સોમીએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. જો કે સલમાન ખાનનો આ રિલેશન પણ સમાપ્ત થઈ ગયો.

ત્યારબાદ સલમાન ખાનનાં જીવનમાં અભિનેત્રી એશ્વર્યા રાયની એન્ટ્રી થઈ. કહેવામાં આવે છે કે એશ્વર્યા રાયને સંજય લીલા ભણસાળીની ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” માં સલમાન ખાનનાં કહેવા પર જ કામ મળ્યું હતું. આ ફિલ્મમાં બતાવવામાં આવેલી સલમાન અને ઐશ્વર્યા વચ્ચેની કેમેસ્ટ્રી ઘણી લોકપ્રિય થઈ હતી. જોકે સલમાન અને ઐશ્વર્યાની પ્રેમ કહાની પણ બીજી કહાનીની જેમ અધુરી રહી ગઈ. ઐશ્વર્યા પછી સલમાનનું નામ કેટરીના કૈફ સહિત ઘણી બીજી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે.

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો સલમાન ખાન હાલનાં દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ટાઈગર-૩ નાં શુંટિંગમાં વ્યસ્ત ચાલી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અભિનેત્રી કેટરિના કૈફ નજર આવશે.