શાહરુખ ખાને કહ્યું હતું – “જ્યારે મારો પરિવાર મુસીબતમાં હશે સલમાન મારી સાથે હશે”, ભાઈજાને વાત સાચી સાબિત કરી દીધી

Posted by

સુપરસ્ટાર શાહરૂખ દીકરા આર્યન ખાનનાં સફેદ પાવડર કેસમાં ફસાયા બાદ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેવામાં શાહરૂખ ખાનનો સાથ આપવા માટે બોલિવુડનાં કલાકાર આગળ આવી રહ્યા છે. ઋત્વિક રોશન, મિકા સિંહ, રવીના ટંડન, સુનીલ શેટ્ટી જેવા તમામ બોલીવુડ કલાકારે આર્યન ખાનને સપોર્ટ કર્યો છે. વળી જાણીતા અભિનેતા સલમાન ખાન પણ સફેદ પાવડર કેસનાં પહેલા જ દિવસે શાહરૂખ ખાનને મળવા તેના ઘર મન્નત માં પહોંચી ગયા હતા. આ દરમિયાન અમુક તસ્વીરો સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઇ હતી. સલમાન ખાને શાહરુખ ખાનનાં ઘરે પહોંચીને પોતાનો એક વાયદો પણ પુરો કર્યો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

હકીકતમાં વર્ષ ૨૦૧૮માં શાહરુખ ખાન અને રાની મુખર્જી સલમાન ખાનનાં ગેમ શો “દસ કા દમ” માં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન સલમાન ખાને બંને જ કલાકારોને ઘણા બધા સવાલ કર્યા હતા. તેની વચ્ચે સલમાને શાહરુખને એવું પણ પુછ્યું હતું કે, તમારા સારા અને ખરાબ સમયમાં તમારી સાથે કોણ ઊભું રહેવાનું છે? તેવામાં શાહરુખ ખાને જવાબ આપવા કહ્યું હતું કે, “સલમાન યાર… જો હું ક્યારેય મુસીબતમાં હોવ અથવા તો મારાથી વધારે મારો પરિવાર મુસીબતમાં હોય, તો તું છે ને.”

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

શાહરૂખનો આ જવાબ સાંભળીને સલમાન પણ કહે છે કે, “એકદમ કરેક્ટ..” ત્યારબાદ બંને એકબીજાને ગળે લાગે છે. શાહરૂખ અને સલમાનનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં કહેલી આ વાત સલમાન ખાને ખરેખર સાચી કરીને જણાવી દીધી અને જ્યારે શાહરૂખ ખાન દીકરા આર્યન ખાનને લઈને મુસીબતમાં છે, તો સૌથી પહેલા તેમની સાથ સલમાન ખાન ઉભા રહ્યા છે.

મહત્વપુર્ણ છે કે આ પહેલા સલમાન શાહરૂખ વચ્ચે સંબંધ સારા ન હતા. આ બંને ખાનની લાઈફ ઘણી ઉતાર-ચઢાવ વાળી રહી છે. એક સમય પર શાહરૂખ અને સલમાન એકબીજાનાં પાકા મિત્ર હતા, પરંતુ વચ્ચે આ બંનેની મિત્રતા તુટી ગઈ હતી. એટલું જ નહિ પરંતુ કહેવામાં આવે છે કે અભિનેત્રી કેટરિનાનાં જન્મદિવસના અવસર પર આ બંને કલાકારોનો ઝગડો પણ થઇ ગયો હતો. ત્યારબાદ આ બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજા સાથે વાત કરી હતી નહીં. જોકે બંને જ કલાકાર તે મતભેદ દુર કરી પોતાની મિત્રતાને એકવાર ફરી જાળવી લીધી અને બંને જ એકબીજાના ખરાબ સમયમાં સાથે ઉભા રહેતા નજર આવી રહ્યા છે.

જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫માં જ્યારે સલમાન ખાન હિરણ કેસમાં ફસાયા હતા. ત્યારે શાહરુખ ખાન પણ સલમાન ખાનનાં ઘરે પહોંચ્યા હતા. શાહરુખ ખાન અને સલમાન ખાને કરણ અર્જુન, કુછ કુછ હોતા હૈ અને હમ તુમારે હે સનમ જેવી બોલિવુડની ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે.

વળી વાત કરીએ આર્યન ખાનની તો તેમને મુંબઇ થી ગોવા જઈ રહેલા ક્રુઝ પર સફેદ પાવડર મામલામાં ધરપકડ કરવામાં આવ્યા છે. ત્યારપછી ગયા શુક્રવારે મુંબઈની મેજિસ્ટ્રેટ અદાલત તેમની જામીન અરજીને નકારી દીધી હતી. ત્યારબાદ તેમને NCB ઓફીસ થી સીધા આર્થર રોડ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે આર્યન ખાનને ૧૪ દિવસ માટે બેરક નંબર-૧ માં બનેલા સ્પેશિયલ કોરોંટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.