તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ડાયાબિટીસને થોડા સમયમાં જ કરી દેશે દુર

મેથીદાણા તો આપણા રસોડામાં જરૂરથી હોય છે. પણ શું તમે જાણો છો કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલા ફાયદાકારક છે? ખાસ કરીને જ્યારે તમે તેને પાણીમાં નાખીને પીવો છો તો તે સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારના લાભ પહોંચાડે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના એક અનુમાન અનુસાર દુનિયાભરમાં પ્રત્યેક વર્ષ ડાયાબિટીસના કારણે ૧૬ લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે.

એટલું જ નહીં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો એવો પણ દાવો છે કે ૨૦૩૦ સુધીમાં ડાયાબિટીસ દુનિયાની ૭ મી સૌથી મોટી જીવલેણ બીમારી બની જશે. ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે. જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો હૃદય, બ્લડ વેસલ્સ, આંખ અને કિડની ને નુકસાન પહોંચાડી શકે છે.

જો તમને ડાયાબિટીસ છે તો બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં જરૂરથી રાખો સાથોસાથ પોતાના ખાન-પાન પ્રત્યે પણ વધારે સતર્ક અને સાવધાન રહો. ડાયટમાં વધારે ફાઇબર વાળા ફૂડ, કોમ્પલેક્ષ કાર્બ્સ અને પ્રોટીનનું મિક્સ બેલેન્સ હોવું જોઈએ. આપણા પોતાના જ રસોડામાં એવા ઘણા મસાલા અને હર્બ્સ રહેલા છે, જે ડાયાબિટીસ થવા પર બ્લડ શુગર લેવલને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. મેથીદાણા તેમાંના એક છે. તે વધેલા શુગર લેવલને નીચે લાવવામાં મદદ કરે છે.

મેથીદાણા થી શુગર કન્ટ્રોલ કરો

ઇન્ટરનેશનલ જર્નલ ફોર વિટામિન એન્ડ ન્યુટ્રીશન રિસર્ચમાં છપાયેલ એક અધ્યયન અનુસાર દરરોજ ૧૦ ગ્રામ મેથીના દાણાને ગરમ પાણી સાથે પીવાથી ટાઇપ-૨ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં આવી શકે છે. મેથી દાણાનું પાણી એટલું હેલ્ધી હોય છે કે તેને પીવાથી બ્લડ શુગર લેવલ ઓછું થવા લાગે છે. તેમાં મોટી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન ક્રિયાને ઝડપી બનાવે છે. તેની સાથે જ તે શરીર દ્વારા શુગરના ઉપયોગને બહેતર કરે છે.

મેથી દાણાનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે. એકથી દોઢ ચમચી મેથી દાણાને રાતના એક ગ્લાસમાં પાણી નાખીને પલાળી દો. સવારે ઊઠીને આ પાણીને સારી રીતે ગાળી લો અને પછી તેને ખાલી પેટ પી જાઓ. તેનાથી શરીરનું બ્લડ શુગર લેવલને નિયંત્રિત રહે છે અને ડાયાબિટીસથી પણ બચાવ થાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદગાર બને છે તેથી તેમાં રહેલ લેક્ટોઝ નામનું ફાઇબર લોહીને શુગરના અવશોષણને ઓછું કરે છે.