ટ્રમ્પે આપી ચીનને ધમકી, કહ્યું – અમેરિકા કરી રહ્યું છે “ગંભીર તપાસ”, ચીને ચુકવવું પડશે ભારે નુકસાન

કોરોના વાયરસને કારણે અમેરિકાની સૌથી વધારે નુકસાન થયું છે અને હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને થયેલ નુકસાનની ભરપાઈ ચીન પાસેથી કરાવવાનું મન બનાવી લીધું છે. ટ્રમ્પે ચીનને ચેતવણી આપતા કહ્યું છે કે તેણે ભારે નુકસાન ચૂકવવાનું રહેશે અને અમેરિકા જર્મનીના મુકાબલામાં ચીન પાસેથી ભારે નુકસાન વસુલશે.

ચીનને આપી ટ્રમ્પે આવી ધમકી

કોરોના વાયરસનું મૂળ માનવામાં આવી રહેલ ચીન દેશને ટ્રમ્પે ધમકી આપતા કહ્યું હતું કે અમેરિકા ચીન વિરુદ્ધ ગંભીર તપાસ કરી રહ્યું છે. ઘણા એવા કારણો છે જેના પરથી માલૂમ પડે છે કે ચીન આ વાયરસ ફેલાવવા માટે જવાબદાર છે. ચીનથી અમે લોકો ખુશ નથી. તેના વિશે તમને યોગ્ય સમયે બધું જ જાણ થઇ જશે. ટ્રમ્પે આગળ કહ્યું હતું કે આ વાયરસને ચીનમાં જ રોકી શકાય તેમ હતો, પરંતુ આવું થયું નહીં અને તે સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો. ચીન આ બાબતમાં સતત ખોટું બોલી રહ્યું છે અને તે તેનાથી બચવાની કોશિશ કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે જર્મની પોતાના હિસાબથી તપાસ કરી રહ્યું છે, જ્યારે અમે લોકો તમારી પોતાની રીતે તપાસ કરી રહ્યા છીએ. અમે જર્મનીના મુકાબલામાં વધારે નુકસાન વસૂલ કરીશું.

આ પહેલો અવસર નથી જ્યારે ટ્રમ્પે ચીનને આવી ધમકી આપી હોય. આ પહેલાં પણ કહ્યું હતું કે અમેરિકાની એક ટીમ ચીનમાં જઈને કોરોના વાયરસ સાથે જોડાયેલી તપાસ કરવા ઈચ્છે છે. કારણ કે એવું લાગી રહ્યું છે કે આ વાયરસ ચીને દુનિયામાં ફેલાવ્યો છે અને તે વાયરસ લેબમાં બનીને તૈયાર થયો છે. ફક્ત આટલું જ નહીં પરંતુ ટ્રમ્પે આ પહેલાં પણ તે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જો ચીન જાણી જોઇને આ વાયરસ ફેલાવવા માટે જવાબદાર મળી આવ્યું તો તેના પરિણામ તેણે ભોગવવા પડશે.

મહત્વનું છે કે કોરોના વાયરસને કારણે જર્મનીને જે નુકસાન થયું છે, તેનું બીલ જર્મની તરફથી ચીનને મોકલી દેવામાં આવેલ છે. જર્મની અનુસાર તેના દેશને કોરોનાવાયરસ થી ૧૩૦ બિલિયન યુરો નુકસાન થયું છે અને આ રકમ જર્મની ચીન પાસેથી માંગી રહ્યું છે.

ચીનથી ફેલાયો છે આ વાયરસ

કોરોના વાયરસનો સૌથી પહેલો મામલો ચીન દેશ માંથી સામે આવ્યો હતો. ચીનમાં આ વાયરસ જ્યારે ખૂબ જ ખરાબ રીતે ફેલાયો હતો ત્યારે તેને દુનિયાના અન્ય દેશોથી તેને છુપાવવાની કોશિશ કરી હતી. સાથો સાથ પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાન ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો નહીં. જેના લીધે આ વાયરસ સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો છે. આ વાયરસથી લાખો લોકોના મૃત્યુ થઈ ગયા છે, જ્યારે દુનિયાભરમાં ૩૦ લાખથી વધારે લોકો તેનાથી સંક્રમિત છે.

અમેરિકામાં ૬૦ હજારથી વધારે લોકો આ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ફક્ત એટલું જ નહીં ઈટાલી અને સ્પેન જેવા દેશોમાં પણ હજારોની સંખ્યામાં લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે અને હજુ પણ આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વળી ચીન સતત કહી રહ્યું છે કે આ વાયરસ તેમની લેબ માંથી ફેલાયેલ નથી.