૮ મહિના બાદ સામે આવી પતિ રિતેશ સાથે લગ્નનાં રીતિરિવાજો નિભાવતી રાખી સાવંતની તસ્વીરો, જુઓ ઇનસાઇડ ફોટોગ્રાફ્સ

અભિનેત્રી રાખી સાવંત પોતાના બિન્દાસ અંદાજ માટે ફેન્સની વચ્ચે ખૂબ જ મશહૂર છે. પાછલા દિવસોમાં NIR બિઝનેસમેન રિતેશની સાથે લગ્ન કરીને લાઈમલાઈટમાં આવેલ આ કોન્ટ્રોવર્સી ક્વીનને ૮ મહિના બાદ લગ્નના રીતિ રિવાજોની તસવીરો શેયર કરી હતી. રાખી સાવંતે આ વખતે લગ્નના રીતિ રિવાજોને તસવીરો પોતાના ફેન્સ સાથે શેયર કરેલ છે.

આ પહેલા પણ રાખીએ લગ્નના ફોટો શૂટના ઘણા ફોટોગ્રાફ્સ ફેન્સ સાથે શેયર કરેલ હતા. જોકે આ વખતે પણ રાખી એ પોતાના પતિનો ચહેરો બતાવ્યો નથી. જે તેના ફેન્સને ખૂબ જ ખૂંચી રહ્યું છે.

રાખી સાવંતે પોતાના લગ્નની એક તસવીર શેયર કરી હતી જેમાં તેના પતિનો એક હાથ નજર આવી રહ્યો છે. આ તસવીરમાં રાખી અને તેનો પતિ પોતાના લગ્નની રિંગ બતાવી રહ્યો છે પરંતુ થોડા સમય બાદ તે તસવીરને ડીલીટ કરી નાખવામાં આવી હતી.

વળી રાખીની આ તસવીરોમાં એક તસવીર એવી પણ છે જેમાં તેણે પોતાના પતિ રીતેશને હાથ પકડી રાખ્યો છે પરંતુ તેમાં પણ તેનો ચહેરો નજર આવી રહ્યો નથી.

ફેન્સ લગ્ન બાદથી જ રાખીના પતિની પહેલી તસવીર જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે જેને લઇને રાખીએ હજુ સુધી સસ્પેન્સ જાળવી રાખ્યું છે. તસવીરો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે રાખીએ વ્હાઇટ વેડિંગ ની સાથે હિંદુ રીતી રીવાજો થી પણ લગ્ન કરેલ છે.

રાખીએ જણાવ્યું હતું કે તેઓએ મુંબઈના હોટલમાં એક પ્રાઇવેટ સમારોહમાં રિતેશ સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં રાખી અને વિદેશના પરિવારજનો જ હાજર હતા.


રાખીનું કહેવું છે કે તે પોતાના લગ્નને લાઈમ લાઈટથી દૂર રાખવા માંગે છે કારણ કે તેના પતિ રિતેશ ખૂબ જ પ્રાઇવેટ વ્યક્તિ છે અને તેમને લાઈમલાઇટ બિલકુલ પસંદ નથી.