કોરોના દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા, આંકડાથી વધી ટ્રમ્પની ચિંતા

Posted by

સમગ્ર દુનિયાના અત્યારે કોરોનાનો કહેર સહન કરી રહી છે અને ઘણા દેશોમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. કોરોના સાથે લડવા માટે ઘણા પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ ઈલાજ મળ્યો નથી. વળી કોરોના માટે કોઈ વેક્સિન પણ હજુ સુધી તૈયાર કરી શકાય નથી. જો કે એન્ટી મેલેરિયા ની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિન ને કોરોનાના ઈલાજ માટે સફળ માનવામાં આવી રહી છે. જેના કારણે ઘણા દેશો ભારત પાસે આ દવા માંગી રહ્યા છે. પરંતુ અમેરિકામાં આ દવા પર થયેલ એક સ્ટડીમાં આશ્ચર્યમાં મુકી દેનારી વાત સામે આવી હતી.

ટ્રમ્પે ભારત પાસે કરી હતી દવાની અપીલ

થોડા સમય પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અપીલ કરતા હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવાની માંગણી કરી હતી. ત્યાર બાદ અમેરિકામાં આ દવા પર ટેસ્ટ કરવામાં આવ્યો. આ ટેસ્ટમાં મળી આવ્યું કે દવા કોરોનાના ઈલાજ માટે કારગર નથી પરંતુ નુકસાન પહોંચાડી રહી છે. ત્યાં એવું જાણવા મળ્યું કે સામાન્ય ઇલાજની તુલનામાં તે દર્દીઓના મૃત્યુનો વધારે થઈ રહ્યા છે જેઓને આ દવા આપવામાં આવી રહી છે.

આ દવા પર અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ અને યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના પ્રોફેસર સ્ટડી કરેલ હતી. તેમનું કહેવું છે કે આ દવાને લીધા બાદ કોરોના દર્દીઓને સ્થિતિ પહેલા કંઈક સારી હોય છે પરંતુ ત્યારબાદ બગડવા લાગે છે અને દર્દીનું મૃત્યુ થઇ જાય છે. આ સ્ટડીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવાથી અંદાજે ૨૮% કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. વળી જેઓને આ દવા આપવામાં આવી ન હતી તેમાં ૧૧% દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

રિસર્ચમાં થયો ખુલાસો

યુનિવર્સિટી ઓફ વર્જિનિયા અને NIH ના વૈજ્ઞાનિકોની એક ટીમે અંદાજે ૩૬૮ કોરોનાના દર્દીઓનો ઈલાજ તેમાં કર્યો હતો. તેમાંથી ઘણા મરી ચૂક્યા છે અથવા તો સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટમાં વાત સામે આવી હતી કે ૯૭ દર્દીઓને હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા આપવામાં આવી હતી. વળી ૧૧૩ દર્દીઓને હાઇડ્રોક્સીક્લોરોક્વિન ની સાથે એજીથ્રોમાઈસીન આપવામાં આવી હતી. જ્યારે ૧૫૮ દર્દીઓને આ દવા આપવામાં આવી જ ન હતી.

આ સ્ટડીનું પરિણામ ખૂબ જ આશ્ચર્યજનક હતું. જે ૯૭ દર્દીઓને હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા આપવામાં આવી હતી તેમાંથી ૨૭.૮% લોકોના મૃત્યુ થઈ ગયા હતા. વળી જે ૧૧૩ દર્દીઓને આ દવાની સાથે એજીથ્રોમાઈસીન દવા આપવામાં આવી હતી તેમાંથી ૨૨.૧% દર્દીઓના મૃત્યુ થઈ ગયા હતા. છેલ્લા બચેલા ૧૫૮ દર્દીઓ કે જેઓને આ દવા આપવામાં આવી ન હતી તેમાંથી ફક્ત ૧૧.૪% લોકો મૃત્યુ પામ્યા હતા.

આ સ્ટડી પરથી તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે એન્ટી મેલેરિયા દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિન દર્દીઓ માટે વધારે અસરકારક નથી પરંતુ ઘાતક બની રહી છે. અમેરિકામાં ડોક્ટર આ દવાના ઉપયોગથી બચી રહ્યા છે. બ્રાઝિલમાં પણ ડોક્ટરોએ આ દવાનો ઉપયોગ પોતાના દર્દીઓ પર કરવાથી મનાઈ કરી દીધી છે. આવું એટલા માટે કારણ કે આ દવાનો ઉપયોગ કરતાં જ દર્દીને હૃદય અને શ્વાસ લેવામાં તકલીફ વધી જાય છે. અમેરિકામાં હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને એજીથ્રોમાઈસીનને લઈને એક નવી ગાઇડલાઇન રજૂ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ ન કરવામાં આવે.