BSNL લાવી સૌથી સસ્તો પ્લાન, માત્ર ૩૬ રૂપિયામાં મળશે ૬ મહિનાની વેલીડિટી

દેશની સૌથી મોટી સરકારી ટેલિકોમ કંપની BSNL એક જબરદસ્ત પ્લાન લઈને આવી છે. BSNL આ પ્લાન ખાસ એ લોકો માટે જ લાવી છે જેને સીમ ચાલુ રાખવા માટે દર મહિને ૩૫ રૂપિયા વાળું રીચાર્જ કરવું પડે છે. બીજી ટેલિકોમ કંપનીઓની મનમાની સામે BSNL એ આ પ્લાન રજુ કર્યો છે. આ પ્લાન માં BSNL તમને ફક્ત ૩૬ રૂપિયામાં ૬ મહિનાની વેલીડિટી આપશે. જેથી હવે દર મહિને તમારે રીચાર્જ કરાવવું નહિ પડે.

BSNL પોતાના ગ્રાહકો માટે ૩૬ અને ૩૭ રૂપિયાના બે નવા પ્લાન લઈને આવી છે. આ બંને પ્લાનમાં ૬ મહિનાની વેલીડિટી ઉપલબ્ધ છે. ૩૬ રૂપિયા વાળા પ્લાનમા ગ્રાહકોને ૬ મહિનાની વેલીડિટી સાથે ૫૦ એમ.બી. ડેટા પણ આપવામાં આવશે. આ પ્લાનમાં ગ્રાહકોને કોલ પ્રતિ સેકન્ડ ના હિસાબે ચૂકવવાનો રહેશે. જ્યારે ૩૭ રૂપિયા વાળા પ્લાન માં ગ્રાહકોને ૬ મહિનાની વેલીડીટિ સાથે કોલ પ્રતિ મિનિટના હિસાબે ચૂકવવાનો રહેશે.

BSNL એ આ સસ્તા પ્લાન રજુ કરીને આઈડિયા, એરટેલ અને વોડાફોનની ઊંઘ ઉડાડી નાખી છે. કારણકે આ ત્રણેય કંપનીઓ ૩૫ રૂપિયામાં ફક્ત ૨૮ દિવસની જ વેલિડીટી આપે છે અને એમાં પણ આ ૨૮ દિવસ વાળા પ્લાન માં વોડાફોન ૨.૫ પૈસા પ્રતિ સેકન્ડ નો કોલ ચાર્જ લગાવે છે. BSNL ના આ નવા પ્લાન સામે હવે આ ત્રણેય કંપનીઓ એ પોતાના પ્લાન માં પણ ફેરફાર કરવો પડશે.

અત્યારે આ ત્રણેય કંપનીઓ ગ્રાહકોને સીમ ચાલુ રાખવા માટે ૩૫ રૂપિયાનું રીચાર્જ કરાવવું ફરજિયાત કરી નાખ્યું છે. જો તમે આ રીચાર્જ નથી કરતા તો કંપની પહેલા આઉટ ગોઈંગ અને પછી ઇનકમિંગ સુવિધા બંધ કરી નાખે છે.

જીઓ ના માર્કેટમાં આવ્યા બાદ આ ત્રણેય કંપનીઓએ બહુ જ મોટું નુકશાન સહન કરવું પડ્યું છે જેને પહોંચી વળવા માટે આ ત્રણેય કંપનીઓએ ગ્રાહકોને ઓછામાં ઓછું ૩૫ રૂપિયા વાળું રીચાર્જ કરાવવું ફરજિયાત કરી નાખ્યું છે. પરંતુ BSNL ના આ નવા પ્લાનના લીધે ગ્રાહકોને દર મહિને રીચાર્જ કરાવવા માંથી મુક્તિ મળી જશે અને આ ત્રણેય કંપીઓ ની આ મનમાની માંથી પણ મુક્તિ મળશે.