કોરોના વિરુધ્ધ આશાનું કિરણ સાબિત થઈ રહી છે આ દવા, હજુ સુધી સારા પરિણામો જોવા મળ્યા

મુંબઈમાં કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે, તેની સાથે લડવા માટે દરેક તબીબી સારવારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્લાઝ્મા થેરેપીનો પ્રયાસ કર્યા પછી, BMC એ હવે કોવિડ-19 ના ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર માટે મુંબઇની ઘણી હોસ્પિટલોમાં નવી દવાનો ઉપયોગ શરૂ કર્યો છે. બીએમસીએ એક પ્રકાશન જારી કરીને જણાવ્યું છે કે ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે “ટોસિલિઝુમાબ’ નું ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે અને તેનાથી દર્દીની સ્થિતિમાં પણ સુધારો થઈ રહ્યો છે.

આ સપ્તાહમાં ભારતમાં કોરોના વાયરસની દવા ની શોધ કરવાના ક્રમમાં ટોસિલિઝુમાબ ના મલ્ટીસેન્ટર ક્લિનિકલ ટ્રાયલ્સ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દવાને ટ્રાયલ કરવા માટે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને તરફથી લીલી ઝંડી આપવામાં આવી ચૂકી છે.

ટોસિલિઝુમાબ દવાનો ઉપયોગ મુંબઈમાં કોરોના સંક્રમિત દર્દીઓ ઉપર કરવામાં આવ્યો છે. આ દવાનો ઉપયોગ તે દર્દીઓમાં જ કરવામાં આવ્યો જેમની સ્થિતિ ગંભીર હતી. રિપોર્ટ અનુસાર જે ૪૦ દર્દીઓ પર તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાંથી ૩૦ માં તેના ખૂબ જ સકારાત્મક પરિણામ મળી આવ્યા છે. આ દવાનો ઉપયોગ ઘણા હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે ભારતમાં કોરોનાની સંભવિત દવાઓનું એક લિસ્ટ પણ તૈયાર કરવામાં આવેલ છે. તેમાં દુનિયાભરમાં દવાઓ પર ચાલી રહેલ ટ્રાયલ્સ પર ફોકસ રાખવામાં આવ્યું છે. પહેલાથી જ મોજુદ રહેલી દવાઓને કોરોના વિરુદ્ધ ઉપયોગ કરવા માટે દુનિયાભરમાં ઘણી જગ્યાએ ટ્રાયલ ચાલી રહ્યા છે. આવી જ એક અમેરિકી દવા રેમેડીસિવિરને કોરોનાની દવાના રૂપમાં માન્યતા લગભગ મળી ગઈ છે.

શું છે ટોસિલિઝુમાબ?

આ દવાનો ઉપયોગ સંધિવાના વૃદ્ધ દર્દીઓ માટે કરવામાં આવે છે. સંધિવાના ગંભીર દર્દીઓને ઇન્ફ્લેમેશનની ફરિયાદ રહેતી હોય છે. તેના ઇલાજમાં ટોસિલિઝુમાબ નો ઉપયોગ કરવામાં આવે છે. હકીકતમાં જ્યારે કોરોના વાયરસ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે તો તે ફેફસાનાં સેલ્સને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરે છે. સાથોસાથ તે શરીરના અન્ય અંગોના સેલ્સને પણ પ્રભાવિત કરે છે. આ પ્રક્રિયામાં વાયરસ ઈમ્યુન સિસ્ટમના રિસ્પોન્સ હાઇપર સ્ટેજમાં પહોંચાડી દે છે. આ દરમિયાન cytokines (વિશેષરૂપથી IL6) નામનું એક કેમિકલ બળતરા વધારે છે જેને cytokine storm or cytokine release syndrome (CRS) કહેવામાં આવે છે. જેના કારણે મોટી સંખ્યામાં પેશીઓ નાશ પામવા લાગે છે.

cytokine storm or cytokine release syndrome (CRS) ને કારણે ગંભીર રૂપથી બીમાર લોકોમાં વધારે મુશ્કેલીઓ આવવા લાગી છે. ટોસિલિઝુમાબ એક મોનોક્લોનલ એન્ટીબોડી દવા છે જે IL6 બનવાથી રોકે છે. જેના કારણે હાડકાઓની વચ્ચે વધુ પડતી બળતરા ઓછી થઇ જાય છે. આ દવાનો ઉપયોગ સંધિવામાં પહેલાથી જ કરવામાં આવી રહ્યો છે. હવે રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો કોરોનાનાં દર્દીઓને આ દવા સમયસર આપવામાં આવે તો તેમનામાં ફેફસાનું ગંભીર ઇન્ફેક્શન, મલ્ટી ઓર્ગન ફેલ્યોર માં ઘટાડો આવી શકે છે.

ટોસિલિઝુમાબ પર અન્ય દેશોમાં પણ ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં નાના મોટા ભાગના દર્દી એવા સ્ટેજમાં દાખલ થઈ રહ્યા છે જ્યારે તેમને આઈસીયુ અથવા વેન્ટિલેટર ની જરૂરિયાત હોતી નથી. ટોસિલિઝુમાબ ને લઈને અનુમાન છે કે તેનો ઉપયોગ કરવાથી કોરોનાને ગંભીર થવાથી રોકી શકાય છે. તેનાથી ભારત જેવા દેશોમાં ખૂબ જ મદદ મળશે જ્યાં પહેલાથી જ આઇસીયુ બેડ અને વેન્ટિલેટરની સંખ્યા ખૂબ જ ઓછી છે. આ દવા ત્યારે વધારે કામ આવી શકે છે, જ્યારે ભારતમાં સંક્રમણનો દર વધી જશે. મહત્વપૂર્ણ છે કે એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં કોરોનાનું પીક જૂન અને જુલાઈમાં આવી શકે છે.

શું હોય છે મોનોક્લોનલ એન્ટીબોડી?

આ એક લેબ મેડ પ્રોટીન હોય છે. જે એક નેચરલ એન્ટિબોડી ની જેમ કામ કરે છે. તેનું કામ પણ આ વાયરસના સંક્રમણને ઓછું અને ખતમ કરવાનું હોય છે. ટોસિલિઝુમાબ કોરોના વાયરસ વિરુદ્ધ એક મહત્વપૂર્ણ દવા સાબિત થઈ રહી છે.

ડોક્ટર અરવિંદર સિંહનું કહેવું છે કે આ દવાનું ટ્રાયલ ભારતના ઘણા રાજ્યોમાં થશે જેમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, તામિલનાડું, તેલંગાણા અને દિલ્હી-એનસીઆર સામેલ છે. મેદાંતાનાં સીએમડી ડોક્ટર નરેશ ત્રેહાનનું કહેવું છે કે અમે આ દવાના ટ્રાયલના પરિણામોની રાહ ખૂબ જ આતુરતાથી કરી રહ્યા છીએ. જો આ દવાના ટ્રાયલના પરિણામો સકારાત્મક આવે છે તો ભારતમાં હજારો લોકોના જીવન બચાવવામાં સફળતા મળશે.